Home /News /career /ઘરની સમસ્યા, છૂટાછેડા, 7 વર્ષની દીકરી.. આ તમામ મુશ્કેલીઓને પાછળ છોડી શિવાંગી ગોયલ બન્યા IAS

ઘરની સમસ્યા, છૂટાછેડા, 7 વર્ષની દીકરી.. આ તમામ મુશ્કેલીઓને પાછળ છોડી શિવાંગી ગોયલ બન્યા IAS

મુશ્કેલીઓને પાછળ છોડીને શિવાંગી ગોયલ IAS બન્યા

Success Story, IAS Shivangi Goyal: જીવનમાં આવેલા સંઘર્ષો અને અડચણોને પાર કરીને શિવાંગી ગોયલ આઈએએસ અધિકારી બન્યા છે. અભ્યાસથી લઈને ઘરની તકલીફોને પાર કરીને તેઓએ સફળતા હાંસલ કરી છે. તેમની આ નવી કહાની ઘણાં માટે પ્રેરણાદાયી બની શકે છે. અહીં જાણો જીવનમાં થાકીને બેસી જનારા લોકોને પ્રેરણા આપતી શિવાંગી ગોયલની સફળ સ્ટોરી..

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
IAS Shivangi Goyal: હિમાલય પર ચઢાણ કરવું હોય તો ભારે અડચણોને પાર કરીને આગળ વધવું પડતું હોય છે. આવામાં ઘણાં પોતાની તકલીફોના રોદણાં રડીને પાછી પાની કરી લેતા હોય છે. પરંતુ શિવાંગી ગોયલે પોતાની સામે આવેલી મુશ્કેલીઓ અને અડચણોને પાર કરીને સફળતાના શિખર પર પહોંચ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોને શિવાંગી પાસેથી ઘણી પ્રેરણા મળશે અને તેમનો લક્ષ્ય તરફ આગળ વધવાનો ઉત્સાહ બમણો થશે. યુપીએસસી સીએસઈ 2021 પરીક્ષા પાસ કરીને શિવાંગી ગોયલની સ્ટોરી લોકો માટે પ્રેરણાદયી બની રહી છે, જેઓ પોતાના જીવનના મુશ્કેલ સમયને પાર કરીને સફળતાના શિખર પર પહોંચ્યા છે.

ઉત્તરપ્રદેશના હાપુડના પિલખુવા કસ્બાના રહેવાસી શિવાંગી ગોયલે પોતાના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. લગ્ન પછી અને સાસરિયાના ઘણાં ત્રાસને તેમણે સહન કર્યો છે. પરંતુ તેઓ આ પરિસ્થિતિઓથી હારી જવાના બદેલ પોતાના લક્ષ્યથી ડગ્યા વગર આગળ વધતા રહ્યા હતા.

આ પણ વાંચોઃ અધિકારી ટીના ડાબીનો પગાર કેટલો છે? કઈ સુવિધાઓ મળે છે?

પતિથી પરેશાન થઈને પિયર આવ્યા હતા


શિવાંગી ગોયલ ભણવામાં ઘણાં હોંશિયાર છે, લગ્ન પહેલા તેઓ યુપીએસસીની પરીક્ષા આપી ચૂક્યા હતા. પરંતુ બન્ને વખત તેઓ અસફળ રહ્યા હતા. લગ્નના થોડા સમય પછી તેમના પતિ અને સાસરિયાઓએ તેમની સાથે મારઝૂડ અને યાતનાઓ ગુજારવાનું શરુ કર્યું હતું. આ બધાની વચ્ચે તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. આમ છતાં તેમના પતિના સ્વભાવમાં કોઈ ફરક આવ્યો નહોતો, આ પછી તેમના પિતાએ તેમને પિયર બોલાવી લીધા હતા.

પિયરમાં લક્ષ્ય તરફ આગળ વધવા ખુલ્લું આકાશ મળ્યું


સાસરિયાના ત્રાસથી કંટાળીને શિવાંગી ગોયલ હવે પોતાની 7 વર્ષની દીકરીને લઈને પિયરમાં આવી ગયા હતા. તેમના પિતાએ તેમને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જે કરવું હોય તેના માટે છૂટ આપી હતી. પોતાના પર પિતાએ મૂકેલા વિશ્વાસ અને આશાના કારણે શિવાંગીએ ફરી યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી શરુ કરી દીધી હતી. આ વખતે 2021માં તેઓ ત્રીજી ટ્રાયલમાં 177મા રેંક સાથે સફળ થયા હતા.

પરિવારને આપ્યો સફળતાનો શ્રેય


શિવાંગી ગોયલના લગ્ન પછી તેમના જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા હતા. તેઓ પરિસ્થિતિઓ સામે લડતા લડતા થાકી ગયા હતા પરંતુ તેમણે હાર માની નહોતી. તેમણે પોતાના સપનાને સાકાર કરવા માટે ફરી પ્રયાસો શરુ કર્યા અને તેમાં પરિવારનો સાથ પણ મળ્યો. યુપીએસસીનું પરિણામ આવ્યા સુધી શિવાંગી ગોયલનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. પરંતુ તેઓ પોતાના લક્ષ્ય તરફ ડગ્યા વિના આગળ વધતા રહ્યા અને સફળતા હાંસલ કરી છે.
First published:

Tags: Career and Jobs, Career Guidance, Gujarati news, Ias officers

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો