Sub Inspector Recruitment 2021: સબ ઈન્સ્પેક્ટરની 800 જગ્યા માટે ભરતી, ગ્રેજ્યુએટ ઉમેદવારો ફટાફટ કરો અરજી

Sub Inspector Recruitment 2021: JKSSB દ્વારા આટલા પદો પર કરવામાં આવી રહી છે ભરતી, આ રીતે કરો અરજી

Sub Inspector Recruitment 2021 : લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો JKSSB SI Recruitment 2021 માટે ઓફિશિયલ વેબસાઈટ ssbjk.org.in પર 10 ડિસેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

  • Share this:
    Sub Inspector Recruitment 2021: જમ્મુ કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડ (JKSSB) દ્વારા જમ્મુ કાશ્મીર પોલિસમાં સબ ઈન્સપેક્ટર (Sub Inspector) ના પદો પર ભરતી કરવામાં આવી રહી છે. ખાલી પદો પર ભરતી કરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો JKSSB SI Recruitment 2021 માટે ઓફિશિયલ વેબસાઈટ ssbjk.org.in પર 10 ડિસેમ્બર 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પદો પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 10 નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે.

    આ પ્રક્રિયાના માધ્યમથી જમ્મૂ અને કાશ્મીર પોલિસમાં સબ ઈન્સપેક્ટરના ખાલી પડેલા કુલ 800 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ પદોમાં ઓએમ કેટેગરીના 400 પદ, એસસી કેટેગરીના 64 પદ, એસટી કેટેગરીના 80 પદ, ઓએસસી કેડેગરીના 32 પદ, એએલસી કેટેગરીના 32 પદ, આરબીએ કેટેગરીના 80 પદ, પીએસપી કેટેગરીના 32 પદ અને ઈડબલ્યૂએસ કેટેગરીના 80 પદ શામેલ છે.

    પગાર :

    આ ખાલી પડેલા પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને લેવલ 6 સી અંગર્ગત 35700થી 113100 રૂપિયા પ્રતિમાસ સુધીનું વેતન આપવામાં આવશે. સબ ઈન્સપેક્ટર ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝીકલ સ્ટેન્ડર્ડ, ફિઝીકલ એન્ડ્યોરન્સ અને મેડિકલ એક્ઝામિનેશનના આધારે કરવામાં આવશે.

    શૈક્ષણિક લાયકાત :

    જમ્મૂ કાશ્મીર પોલિસમાં સબ ઈન્સપેક્ટર પદો પર ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય યૂનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. આ સિવાય પુરુષ ઉમેદવારોની ન્યૂનતમ લંબાઈ 5’6 ફુટ હોવી જોઈએ. આ પદો માટે વય મર્યાદા 18થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જોકે અનામત ધરાવતા ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વિસ્તૃત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જારી કરવામાં આવી છે જેના માધ્યમથી ઉમેદવારો તમામ જાણકારી મેળવી શકે છે.

    આ પણ વાંચો :  BHEL Recruitment 2021: યંગ પ્રોફેશનલ્સ માટે સરકારી નોકરી, મહિને મળશે રૂ. 80,000 સુધી પગાર

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા : 800
    શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ
    પસંદગી પ્રક્રિયા : શારિરીક ક્ષમતા કસોટી અને લેખિત પરીક્ષા
    અરજી કરવાની ફી : 550 રૂ.
    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 10-12-2021
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    પસંદગી પ્રક્રિયા

    અન્ય પોલીસની ભરતીની જેમ આ નોકરીમાં પણ પસંદગી પ્રક્રિયા શારિરીક ક્ષમતા અને લેખિત કસોટીના માધ્યમથી થશે. શારિરીક ક્ષમતા માટે પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે અલગ અલગ માપદંડ રાખવામાં આવ્યા છે જે અરજી કરતા પહેલાં ચકાસવાના રહેશે અને ચકાસીને અરજી કરવાની રહેશે.

    આ પણ વાંચો :  CSB Recruitment 2021: ધો.10-12 પાસ માટે ભરતી, 27,000 રૂપિયા સુધી મળશે પગાર

    ઓનલાઇન અરજી કરવા માટેની વિગતો

    તમામ ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો Jammu Kashmir SI Recruitment 2021 માટે 10 ડિસેમ્બર 2021 સુધી જમ્મૂ કાશ્મીર સર્વિસીસ સિલેકેશન બોર્ડના ઓનલાઈન એપ્લીકેશન પોર્ટલ ssbjk.org.in પર ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોને 550 રૂપિયા ફી ભરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા પોતાની યોગ્યતા અને લાયકાત ચકાસી લેવી.
    First published: