Home /News /career /Studying During the Pandemic: જાણો મહામારી દરમ્યાન કેવો રહ્યો વિદેશોમાં અભ્યાસ કરવાનો ભારતીય વિદ્યાર્થીઓનો અનુભવ

Studying During the Pandemic: જાણો મહામારી દરમ્યાન કેવો રહ્યો વિદેશોમાં અભ્યાસ કરવાનો ભારતીય વિદ્યાર્થીઓનો અનુભવ

Studying During the Pandemic: યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ બંને કઠિન અને વિપરિત વાતાવરણમાં સુરક્ષાના પગલા જેવા કે સોશિયલ ડિસ્ટન્સિગ અને ટ્રાવેલ રિસ્ટ્રીક્શનને ફોલો કરે છે, જે પહેલેથી ચાલી આવતા ટ્રેડિશનલ એનરોલમેન્ટ પરિસ્થિતીઓને ઘણી અસર કરે છે.

Studying During the Pandemic: યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ બંને કઠિન અને વિપરિત વાતાવરણમાં સુરક્ષાના પગલા જેવા કે સોશિયલ ડિસ્ટન્સિગ અને ટ્રાવેલ રિસ્ટ્રીક્શનને ફોલો કરે છે, જે પહેલેથી ચાલી આવતા ટ્રેડિશનલ એનરોલમેન્ટ પરિસ્થિતીઓને ઘણી અસર કરે છે.

વધુ જુઓ ...
હિલેરી હોપ્પોક, Studying During the Pandemic: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 2020ની શરૂઆતમાં કોવિડ-19 મહામારીની શરૂઆતમાં અસંખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઘણી યુનિવર્સિટીઓ વ્યક્તિગત શિક્ષણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથેના ઈન્ટરેક્શનથી વર્ચ્યુઅલ લર્નિંગ વાતાવરણમાં સ્થાનાંતરિત થઈ છે. જેમ જેમ રોગચાળો વધુ ફેલાતો ગયો તેમ તેમ યુનિવર્સિટીની એનરોલમેન્ટ સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની આવશ્યકતાઓમાં ફેરફારો થયા. જો કે, યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થીઓએ સંજોગોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અને કન્સીસ્ટન્ટ એડમિશન સાયકલ સુનિશ્ચિત કરવા, અભ્યાસક્રમની આવશ્યકતાઓને જાળવી રાખવા અને પોસ્ટ ગ્રેજ્યુએટ એમ્પ્લોયમેન્ટ માટે વિદ્યાર્થીઓની શોધને સમર્થન આપવા માટે સાથે મળીને કામ કર્યું. મહામારી દરમિયાન અભ્યાસના અનુભવને પ્રકાશિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરતા ચાર ભારતીય વિદ્યાર્થીઓએ તેમની એડપ્ટેબિલીટી અને રેસિલેન્સની પર્સનલ સ્ટોરીઓ અમારી સાથે શેર કરી હતી.

વર્ચ્યુઅલ લર્નિંગ માટે એડજસ્ટિંગ


કુસુમા નાગરાજાએ ભારતમાં ફેમિલી લો એટર્ની તરીકે કામ કરતા ઘણા વર્ષો વિતાવ્યા હતા અને મહામારીને કારણે શરૂઆતમાં તેણે હાયર સ્ટડીઝનો પ્લાન મુલતવી રાખ્યો હતો. તેણે 2021માં માસ્ટર ઓફ લૉ માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં એડમિશન લીધું હતું અને તેના ક્લાસમાં વર્ચ્યુઅલ હાજરી આપીને બેંગલુરુમાં ઘરે સમય પસાર કરવાની તક મળી હતી. “મેં ઘરેથી શરૂઆત કરી કારણ કે ભારતમાંથી યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી અને વિઝા પ્રતિબંધો હતા. ભલે હું શરૂઆતમાં કેટલાક ક્લાસ ચૂકી ગઈ હતી પણ તે તમામ રેકોર્ડ કરવામાં આવ્યા હતા જેથી હુ તેને કવર કરી શકી

આ પણ વાંચો: Indian Students : અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી બાબતોની કાળજી રાખે તો એરપોર્ટ પર નહીં થાય કોઇ તકલીફ

પ્રથમ જાદવે 2020માં આયોવા સ્ટેટ યુનિવર્સિટી (ISU) ખાતે બિઝનેસ એનાલિટિક્સમાં તેમની અંડરગ્રેજ્યુએટ ડિગ્રી શરૂ કરતાં પહેલાં મુંબઈની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલ અને સેન્ટ એન્ડ્રુઝ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. જરૂરિયાતના આધારે તેમના પર્સનલ ક્લાસ અને વર્ચ્યુઅલ બંને શરૂ હતા. "લેબ્સ અને અન્ય કેટલાક ક્લાસ ઈન પર્સન હતા અને તેમા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાની કડક નીતિ જાળવવામાં આવી હતી.

"જ્યારે યુનિવર્સિટીએ સેફ એન્વાયરમેન્ટ સુનિશ્ચિત કરવા માટે ક્લાસરૂમમાં 50 ટકા ક્ષમતાનો નિયમ લાગુ કર્યો હતો. અન્ય કેટલાક વિદ્યાર્થીઓની જેમ જાદવ માટે પણ નવા વર્ચ્યુઅલ અભ્યાસ વાતાવરણમાં એડજસ્ટ કરવું થોડું પડકારજનક હતું. તે જણાવે છે કે "એ જ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કરવામાં મને થોડો સમય લાગ્યો,".

જો કે, "પ્રોફેસર અથવા અધ્યાપન સહાયકો સાથેની ઈન્ટરેક્શન એટલા પડકારજનક ન હતા, કારણ કે હું ક્લાસ પછી અથવા તેમની મીટિંગના કલાકો દરમિયાન તેમનો સંપર્ક કરી શકતો હતો. જાદવ ફાઉન્ડ વિદ્યાર્થી અભ્યાસ ગ્રુપ મહામારી દરમિયાન ઓનલાઈન અભ્યાસને અનુકૂલિત કરવામાં મદદરૂપ થાય છે.

સમગ્ર મહામારી દરમિયાન શાળાઓ અને યુનિવર્સિટીઓએ આ અસાધારણ સંજોગો દરમિયાન સુગમતાના મહત્વને માન્યતા આપી હતી. જાદવની જેમ જ શિવના સક્સેનાને શરૂઆતમાં વર્ચ્યુઅલ ક્લાસમાં સ્વીકારવાનું પડકારજનક લાગ્યું. તેણે 2021 માં સેન્ટ્રલ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં જાહેર આરોગ્યમાં તેનો ગ્રેજ્યુએશન કાર્યક્રમ શરૂ કર્યો હતો. "વર્ચ્યુઅલ ક્લાસરૂમનો અનુભવ નવો હતો, પરંતુ તમામ ટેક્નિકલ પ્રગતિઓ અને ઝૂમ જેવા અદ્ભુત પ્લેટફોર્મ સાથે તે શીખવું સરળ હતું."

“મારા પ્રોફેસરોએ ચર્ચાઓ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન માટે બ્રેકઆઉટ રૂમનો ઉપયોગ કરીને લેક્ચર આપ્યા, જે મારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. જ્યારે પણ મને મારા અભ્યાસક્રમ વિશે શંકા હતી, ત્યારે મેં ઈમેલ દ્વારા મારા પ્રોફેસરોનો સંપર્ક કર્યો અને સમયસર રિસ્પોન્સ પણ મેળવ્યો. જ્યારે તેમણે અમને અસાઇનમેન્ટ્સ લખવા માટે વર્ક ગ્રૂપમાં ડિવાઈડ કર્યા, ત્યારે તે પણ મદદરૂપ હતું. જેણે મારા બેચમેટ્સ સાથેની મારી ઈન્વોલ્વમેન્ટ અને એકબીજા પાસેથી શીખવાની ભાવના મજબૂત બનાવી.”

વિકસતા સંજોગોમાં રેસિલેન્સ


2020માં જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં મહામારીને લઈને લોકડાઉન લાદવામાં આવ્યું હતું, ત્યારે સોનલ સુઝેને યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડામાંથી સેલ અને મોલેક્યુલર બાયોલોજીમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી. "સદનસીબે પ્રોફેસરો અને અધ્યાપન સહાયકો અમે જે પડકારોનો સામનો કર્યો તેના પ્રતિભાવમાં અભ્યાસક્રમ અને સમયમર્યાદા સાથે વધુ ઉદાર હતા.

વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં ડિસરપ્શન ઉપરાંત યુનિવર્સિટીઓએ પણ તેમની રીતો પર વિચાર કરવો પડ્યો, જેથી ક્લાસ ટાઈમટેબલ અનુસાર ચાલુ રહે અને વિદ્યાર્થીઓ નવા વર્ચ્યુઅલ લર્નિંગ વાતાવરણમાં અનુકૂલન કરી શકે અને પૂરતા પ્રમાણમાં વ્યસ્ત રહે.

સુસેન કહે છે કે, “તેઓ અમારા શીખવાના અનુભવને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે નવી રીતો લઈને આવ્યા હતા. "ઉદાહરણ તરીકે, જીનેટિક્સ લેબમાં અમે ઓનલાઈન સિમ્યુલેશન કર્યું અને અમારા ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્લાસમાં અમે એક એપ પર એક ગેમ રમી જ્યાં અમે અલગ-અલગ અણુઓ બનાવવા માટે બોન્ડ બનાવી અને તોડી શક્યા."

વિદ્યાર્થીઓએ પર્સનલ સેફટી અને વિદેશમાં અનપ્રડિક્ટિબેલ ટાઈમ સાથે સ્થિતીને મેનેજ કરવાની હતી અને પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે તેમણે શક્ય તેટલું કર્યું. નાગરાજા નવા મહામારીના નિયંત્રણો પર પ્રતિક્રિયા આપવા માટે સક્રિય હતા. “ઘરે ધ્યાન કેન્દ્રિત કરવા અને પ્રોડક્ટિવ બનવા માટે મેં યોગા જેવી શારીરિક પ્રવૃત્તિ તેમજ રસોઈ અને બેકિંગ જેવી વસ્તુઓ શરૂ કરી. હું મારા સાથી વિદ્યાર્થીઓ સાથે જોડાઈ શક્યો કારણ કે અમારો પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ ઈવેન્ટ્સ ઓફર કરતો હતો જ્યાં અમે ગેમ્સ રમી હતી, કેરાઓકે પર પરફોર્મ કર્યું હતું અને મીટમાં હાજરી આપી હતી અને શુભેચ્છા પાઠવી હતી. પાછળથી જ્યારે હું યુનાઇટેડ સ્ટેટ્સ આવવા સક્ષમ બન્યો, ત્યારે અમે અમારી પોતાની પીઅર ઇવેન્ટ્સ શેડ્યૂલ કરી.

સ્વાસ્થ્યના સામાજિક, માનસિક, શારીરિક, પર્યાવરણીય પાસાઓ જીવનની ગુણવત્તાને કેવી રીતે પ્રભાવિત કરે છે, તે સમજતા સક્સેનાએ તેની યુનિવર્સિટીમાં ક્લબ અને શૈક્ષણિક કાર્યક્રમોમાં સામેલ થવા માટે વધારાનો પ્રયાસ કર્યો. તે કહે છે કે "આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામ સલાહકારોની અદ્ભુત ટીમ અને પબ્લિક હેલ્થ ફેકલ્ટીના માસ્ટર્સનો હું આભાર માનુ છું, મારો એકંદર શૈક્ષણિક અનુભવ ખૂબ જ સકારાત્મક રહ્યો છે.

સુસેન કેમ્પસમાં પ્રવૃતિઓમાં જોડાવામાં, ઇન્ટ્રામ્યુરલ ગેમ્સમાં કામ કરવા, એથ્લેટિક્સ વિભાગમાં વિદ્યાર્થીઓને ટ્યુટર કરવા અને યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ખાતે સ્ટુડન્ટ્સ ઑફ ઈન્ડિયા એસોસિએશનના પ્રમુખ તરીકે સેવા આપવા માટે પણ સક્રિય હતી.

કેમ્પસ લાઇફ ઉપરાંત સુઝેન જેવા વિદ્યાર્થીઓએ ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા સામનો કરવામાં આવતી ગંભીર પરિસ્થિતિના પ્રતિભાવમાં ફૂડ બેંકની સ્થાપના કરી. “ઘણાએ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને તેઓ ભાડું ચૂકવવા અથવા કરિયાણા ખરીદવાના પણ તેમની પાસે પૈસા ન હતા. અમે ટામ્પા ખાડીના ભારતીય પરિવારો સાથે ખોરાક, કરિયાણા અને ટોયલેટરીઝ એકત્રિત કરવા માટે સંકલન કર્યું.

અમે ગિફ્ટ કાર્ડ્સમાં $5,000નું વિતરણ પણ કર્યું અને વિદ્યાર્થીઓને બિન નફાકારક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે જોડ્યા, જેમણે તેમને ભાડાની ચૂકવણીમાં મદદ કરી. અમારા પ્રયત્નો દ્વારા અમે 200 થી વધુ વિદ્યાર્થીઓને સેવા આપી શક્યા.”

આ પણ વાંચો: Study in America: ઉચ્ચ અભ્યાસમાં મુખ્ય વિષય પસંદ કરવાની જટિલ પ્રક્રિયા કઈ રીતે સરળ બનાવવી? અહીં જાણો EducationUSAના સલાહકારનો મત

જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ કોવિડ-19 મહામારી દરમિયાન ડિસરપ્શન અને ચેલેન્જીસનો અનુભવ કર્યો હતો, ત્યારે યુનિવર્સિટીના સંસાધનો, ફેકલ્ટી અને સહાયક સાથીઓને સમજવા યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસને એક અમૂલ્ય તક બનાવવાનું યથાવત રાખ્યું હતું.

Courtesy: SPAN Magazine, U.S. Embassy, New Delhi.

https://spanmag.com/studying-during-the-pandemic/
First published:

Tags: કેરિયર, શિક્ષણ

विज्ञापन