Home /News /career /

Study in US: અમેરિકામાં અભ્યાસ કરવા સાથે લીગલ સ્ટેટ્સ કઈ રીતે જાળવવું? ક્યાંક આવી ભૂલો ન કરી બેસતા

Study in US: અમેરિકામાં અભ્યાસ કરવા સાથે લીગલ સ્ટેટ્સ કઈ રીતે જાળવવું? ક્યાંક આવી ભૂલો ન કરી બેસતા

અમેરિકામાં અભ્યાસ કરવા સાથે લીગલ સ્ટેટ્સ કઈ રીતે જાળવવું? ક્યાંક આવી ભૂલો ન કરી બેસતા

Legal Status US Study : વિશ્વભરના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા દર વર્ષે દરવાજા ખોલે છે. ત્યારે અમેરિકામાં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓને લીગલ સ્ટેટ્સ જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

  નતાસા મિલાસ, યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવો એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિવિધ સંસ્કૃતિ જાણવાની અને અમૂલ્ય શિક્ષણ મેળવવાની સારી તક છે. 2021ના ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર, 2020-2021ના શૈક્ષણિક વર્ષ દરમિયાન અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં 900,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ સંખ્યા સંસ્થાઓમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 4.6 ટકા જેટલી છે. આ સંખ્યાના લગભગ 20 ટકા એટલે કે 1,67,582 વિદ્યાર્થીઓ ભારતીય હતા.

  અમેરિકાની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે મંજૂર કરાયેલા વિદ્યાર્થીઓને સામાન્ય રીતે F-1 વિઝા આપવામાં આવે છે અથવા ક્યારેક J-1 અથવા M-1 વિઝા આપવામાં આવે છે. આ વિઝા તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર રીતે યુનિવર્સિટી, કોલેજ અથવા વોકેશનલ સ્કૂલમાં અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે.

  પાસપોર્ટ અને વિઝા સાથે અમેરિકા પહોંચી ગયા બાદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમની શાળાના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર - ડેઝિગ્નેટેડ સ્કૂલ ઓફિશિયલ (DSO)ને 10 દિવસની અંદર જાણ કરવી જરૂરી છે. ત્યારથી તેમના અભ્યાસ દરમિયાન લીગલ સ્ટેટ્સ જાળવવું એકદમ સરળ છે. જો કે, લીગલ સ્ટેટ્સ જાળવવા માટે જરૂરી તમામ શરતોનું પાલન થાય તે મહત્વપૂર્ણ છે.

  આ પણ વાંચો: Studying During the Pandemic: જાણો મહામારી દરમ્યાન કેવો રહ્યો વિદેશોમાં અભ્યાસ કરવાનો ભારતીય વિદ્યાર્થીઓનો અનુભવ

  ઉલ્લંઘન ટાળવું


  નવી દિલ્હીમાં યુ.એસ. એમ્બેસીમાં કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) એટેચી ઓફિસના અધિકારીએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસના પ્રોગ્રામનો હેતુ વિદ્યાર્થીને સમૃદ્ધ અને લાભદાયક અનુભવ પૂરો પાડવાનો છે, સાથે સાથે અમેરિકાની યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી ડિગ્રી શ્રેષ્ઠ સિદ્ધિને પ્રતિબિંબિત કરે છે.

  આ પ્રોગ્રામ પ્રોગ્રામના ઉદ્દેશ્ય અને નિયમોનું પાલન કરનારા તમામ લોકોને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ, શીખવા, સાંસ્કૃતિક અને સામાજિક તકોમાં સૌથી વધુ સરળતા સાથે સુવિધા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ પ્રોગ્રામ માર્ગદર્શિકા અને નિયમોનું પાલન કરવામાં સતર્ક રહેવાની જરૂર છે.

  પ્રોગ્રામની બહાર રહેવું જોખમ છે. વિદ્યાર્થીને સખત સલાહ આપવામાં આવે છે કે, તેઓ પ્રોગ્રામ્સ અને તેમને જણાવવામાં આવેલ વિઝાની શરતોનું પાલન કરે. તે શરતોનું ઉલ્લંઘન કરવાના દંડથી ભવિષ્યના વિઝા અને યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેવાની તકો જોખમમાં મૂકાઈ શકે છે.

  લીગલ સ્ટેટ્સ જાળવવાના મુખ્ય પાસાઓમાં આખા અભ્યાસક્રમમાં નોંધણી કરાવવી અને ડિગ્રી પૂર્ણ કરવાની દિશામાં પ્રગતિ કરવાનો પણ સમાવેશ થાય છે. આવું ન થાય તો વિદ્યાર્થીનું સ્ટેટ્સને જોખમમાં મુકાઇ શકે છે. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ એન્ગેજમેન્ટના એસોસિએટ ડિરેક્ટર ક્રિસ્ટેન હેગનના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર પાસેથી આગોતરી મંજૂરી લીધા વિના જ અભ્યાસક્રમમાં પ્રવેશ ન મેળવે ત્યારે તેઓ તેમના લીગલ સ્ટેટ્સ જાળવવામાં નિષ્ફળ જાય છે.

  વિદ્યાર્થીઓએ ક્લાસમાં પ્રવેશ મેળવવો આવશ્યક છે અથવા સ્ટેટ્સ જાળવવા માટે વર્ગોમાં પ્રવેશ ન લેવા માટે આગોતરી મજૂરી હોવી જોઈએ. આ વાત વાર્ષિક વેકેશનને લાગુ પડતી નથી.

  સીબીપી એટેચ ઓફિસ કહે છે કે, જીવનની સ્થિતિ, અમેરિકન સંસ્કૃતિ, ભાષા (ભલે તે હજી અંગ્રેજી હોય), પરિવાર અને ઘરથી ખૂબ દૂર હોવું સહિતના કારણોથી ઉભા થતા પડકારોથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનું જીવન મુશ્કેલ બની શકે તે વાત અમે સમજીએ છીએ. જો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તો તેઓ તેમના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝરની મંજૂરી સાથે અભ્યાસક્રમના ઓછા ભારણ માટે અરજી કરી શકે છે.

  હેગેન કહે છે કે, જ્યારે કોઈ વિદ્યાર્થી પાસે તબીબી તકલીફના ડોક્યુમેન્ટ હોય અથવા જ્યારે વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા અથવા વાંચનમાં મુશ્કેલી હોય, યુ.એસ. શિક્ષણ પદ્ધતિઓથી અજાણ હોય અથવા કોર્સ લેવલનું પ્લેસમેન્ટ અયોગ્ય થાય ત્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર અભ્યાસક્રમના ભારને ઘટાડવાની મંજૂરી આપી શકે છે.

  નીચા જતાં ગ્રેડ પણ વિદ્યાર્થીના લીગલ સ્ટેટ્સને જોખમમાં મૂકી શકે છે, જેથી તેઓ ગ્રેડને ખૂબ જ નીચા જતા રોકવાની પણ સલાહ આપે છે. તેઓ કહે છે કે, જો કોઈ વિદ્યાર્થીના ગ્રેડ ખૂબ ઓછા હોય તો તેમને પ્રોગ્રામમાંથી બરતરફ કરી શકાય છે. જે લીગલ સ્ટેટ્સ ગુમાવવા તરફ દોરી જાય છે.

  F-1 વિઝા પર વિદ્યાર્થીઓને કેમ્પસમાં દર અઠવાડિયે 20 કલાક અને રજાઓ અને વેકેશન દરમિયાન વધુ કામ કરવાની છૂટ છે. જો કોઈ વિદ્યાર્થી કેમ્પસમાં 20 કલાકથી વધુ સમય સુધી કામ કરે અથવા તેમના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝરની પૂર્વ મંજૂરી વિના કેમ્પસની બહાર કામ કરે તો તેઓ તેમના લીગલ સ્ટેટ્સનું ગંભીરપણે ઉલ્લંઘન કરે છે.

  સીબીપી એટેચ ઓફિસના જણાવ્યા અનુસાર, દંડમાં વિઝા રદ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી બહાર કાઢવામાં પણ આવી શકે છે. ઉલ્લંઘનના કિસ્સામાં, જે વિદ્યાર્થીને દંડ ફટકારવામાં આવે તે પછી ફરીથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશી શકશે નહીં. વિદ્યાર્થીને યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા વિશે કોઈ પ્રશ્ન અથવા શંકા હોય તો વિદ્યાર્થીને શાળાના અધિકારીની સલાહ લેવી જોઈએ.

  અમેરિકામાં વધુ રોકાવવાની વ્યવસ્થા


  અભ્યાસ પૂર્ણ થયા બાદ F-1 વિઝા પર વિદ્યાર્થીઓ કાયદેસર રીતે અમેરિકામાં 60 દિવસ અને j-1 અને M-1 પર 30 દિવસ સુધી રહી શકે છે. જો કે, સ્નાતક થયા પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાણને ઘણી રીતે લંબાવવું શક્ય છે.

  F-1 વિઝા પર વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન બાદ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) માટે અરજી કરી શકે છે. હેગન કહે છે કે, પોતાનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ઓપીટી દ્વારા તેમના અભ્યાસના ક્ષેત્રમાં કામ કરવા 12 મહિના સુધીની રોજગારની મંજૂરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)માં અરજી કરી શકે છે.

  ઓપીટી માટે વિદ્યાર્થીઓએ અરજીઓ સમયસર સબમિટ કરવી જોઈએ. હેગન કહે છે કે, USCISને 60-દિવસના ગ્રેસ પિરિયડના અંત પહેલાં અરજી મળવી આવશ્યક છે. વિદ્યાર્થીના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝરની ભલામણ વિના ઓપીટી માટે અરજી સબમિટ કરવી, અભ્યાસના કાર્યક્રમ સાથે સંબંધિત ન હોય તેવા કામમાં સામેલ થવું, USCIS દ્વારા જારી કરવામાં આવેલા એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ (ઇએડી) પરની તારીખો પહેલાં અથવા પછી કામ કરવું સહિતની બાબતો ટાળવી જોઈએ.

  ઓપીટી દરમિયાન અથવા ઓપીટી પછી પણ વિદ્યાર્થીઓ અન્ય ડિગ્રી માટે રજીસ્ટ્રેશન કરીને અથવા રોજગાર માટે અરજી કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં પોતાનું લીગલ સ્ટેટ્સ જાળવી શકે છે. સીબીપી એટેચે ઓફિસ સમજાવે છે કે, કેટલાક સંજોગોમાં વિદ્યાર્થીને યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના રોકાણને લંબાવવાની મંજૂરી મળે છે અને આ સંજોગોમાં સામાન્ય રીતે અન્ય સ્કૂલ બદલવી, શિક્ષણના સ્તરમાં ફેરફાર - જેમ કે ઉચ્ચ ડિગ્રી મેળવવી - અથવા F -1 અથવા M -1 દરજ્જાથી બીજા વિઝા વર્ગીકરણ દરજ્જામાં બદલવા માટે અરજી કરવી વગેરેનો સમાવેશ થાય છે.

  ઉદાહરણ તરીકે, H-1B (કામચલાઉ કામદાર) O (વિજ્ઞાન, કલા અથવા વ્યવસાયમાં અસાધારણ ક્ષમતા) અથવા P (એથ્લિટ). યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાણને લંબાવવા માંગતા વિદ્યાર્થીએ અભ્યાસનો પ્રારંભિક પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં સંભવિત તકો અને કાનૂની દરજ્જો જાળવવા માટે જરૂરી પગલાં વિશે વધુ જાણવા માટે ડેઝિગ્નેટેડ સ્કૂલ અધિકારી સાથે પરામર્શ કરવો જોઈએ.

  સપોર્ટ સિસ્ટમ


  અમેરિકાની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં તમારું લીગલ સ્ટેટ્સ જાળવવા માટે પાસું તમારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર સાથે મળીને કામ કરવાનું છે. આ એડવાઇઝર - ડેઝિગ્નેટેડ સ્કૂલ ઑફિશિયલ્સ l-20 આપી શકે છે અને ફેડરલ સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમ (SEVIS) ડેટાબેઝમાં વિદ્યાર્થીના ઇમિગ્રેશન રેકોર્ડને જાળવવા માટે જવાબદાર છે.

  આ એડવાઇઝર F-1 નોનઇમિગ્રન્ટ સ્ટેટ્સ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ નિયમો વિશે માહિતગાર કરે છે અને તેઓ વિદ્યાર્થીઓને તેમના F -1 સ્ટેટસનો લાભ કેવી રીતે લેવો તે અંગે સલાહ આપે છે.

  આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કોમ્યુનિટીને આપવામાં આવેલી તકોનો ઉપયોગ કરવાથી પણ ખૂબ ટેકો મળી શકે છે. હેગેન કહે છે કે, અમારું સેન્ટર ફોર ગ્લોબલ એન્ગેજમેન્ટ સમગ્ર વર્ષ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરા પાડે છે.

  આ પણ વાંચો: Indian Students : અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓ આટલી બાબતોની કાળજી રાખે તો એરપોર્ટ પર નહીં થાય કોઇ તકલીફ

  કોઈપણ સમસ્યામાં રસ્તો કાઢવા આવું સપોર્ટ નેટવર્ક ખરેખર કામમાં આવી શકે છે. તેઓ સમજાવે છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ F -1 વિદ્યાર્થી ઇમિગ્રેશન નિયમોને સમજે, વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં હોય ત્યારે લીગલ સ્ટેટ્સ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એડવાઇઝર ઘણી મહેનત કરે છે.

  તેઓ વધુમાં ઉમેરે છે કે, અમે ઓનલાઇન ઇમિગ્રેશન મોડ્યુલ ઓફર કરીએ છીએ, અમે ઓરિએન્ટેશન દરમિયાન ઇમિગ્રેશન નિયમોની ચર્ચા કરીએ છીએ અને અમે નિયમિતપણે અમારી કેસ મેનેજમેન્ટ સિસ્ટમ થકી મોકલવામાં આવેલા ઇમેઇલ, ન્યૂઝલેટર અને ઓટોમેટિક એલર્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીએ છીએ. આ સ્તરના સપોર્ટ અને અનેક તકોના કારણે વિદેશમાં અભ્યાસ કરવો એ શિક્ષણ અને સાહસ માટે વધુ અનુકૂળ હોય શકે છે.

  (નતાસા મિલાસ ન્યૂયોર્ક સિટી સ્થિત ફ્રીલાન્સ લેખિકા છે.)

  (સૌજન્યઃ સ્પાન મેગેઝિન, યુ.એસ. એમ્બેસી, નવી દિલ્હી.)

  https://spanmag.com/maintaining-legal-status/
  Published by:Rahul Vegda
  First published:

  Tags: શિક્ષણ

  આગામી સમાચાર