Home /News /career /Study in America: ઉચ્ચ અભ્યાસમાં મુખ્ય વિષય પસંદ કરવાની જટિલ પ્રક્રિયા કઈ રીતે સરળ બનાવવી? અહીં જાણો EducationUSAના સલાહકારનો મત

Study in America: ઉચ્ચ અભ્યાસમાં મુખ્ય વિષય પસંદ કરવાની જટિલ પ્રક્રિયા કઈ રીતે સરળ બનાવવી? અહીં જાણો EducationUSAના સલાહકારનો મત

Study in America: ઉચ્ચ અભ્યાસમાં મુખ્ય વિષય પસંદ કરવાની જટિલ પ્રક્રિયા કઈ રીતે સરળ બનાવવી?

તમારી કૉલેજ કે યુનિવર્સિટીમાં પહોંચો ત્યારપછી તમે તમારા મુખ્ય વિષયને બદલવા વિશે સલાહકાર સાથે વાત કરી શકો છો. તેમ અભ્યાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવતા પહેલા EducationUSAના કેન્દ્રોના સલાહકારો સાથે તેમજ તમારા મુખ્ય જાહેર કરતા પહેલા યુનિવર્સિટીઓના શૈક્ષણિક સલાહકારો સાથે વાત કરો.

વધુ જુઓ ...
નતાસા મિલાસ
શિક્ષણમાં મુખ્ય વિષય (Choosing a major)ની પસંદગી કરવી એ મુશ્કેલ પ્રક્રિયા છે. મોટેભાગે વિદ્યાર્થીઓ (Students) શેમાં રસ પડે છે? ચાર વર્ષ દરમિયાન શું શીખવા માંગો છો અને મુખ્ય વિષયમાં કારકિર્દી (Career)ના વિકલ્પો શું છે? જેવા પ્રશ્નો અને જવાબોમાં ફસાયેલા જોવા મળે છે. તમારો ઝુકાવ ડ્રોઇંગ અથવા થિયેટર તરફ હોય તો તમે સંભવત: કલા અથવા નાટક (Arts and drama) ને તમારા મુખ્ય વિષય તરીકે જાહેર કરવામાં રસ ધરાવશો. જો તમે કાયદો અથવા મેડિસિનનો અભ્યાસ કરવા માંગતા હોવ તો તમે તમને કાયદાની અથવા મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવવામાં મદદ કરે એવા મુખ્ય વિષયની પસંદગી કરશો.

મોટાભાગની કોલેજો તમને અરજીમાં મુખ્ય વિષય જાહેર કરવાનો વિકલ્પ પણ આપે છે. વિવિધ વિષયોને જાણવા અને અભ્યાસના પ્રથમ અને બીજા વર્ષમાં પણ સામાન્ય અભ્યાસક્રમો લેવું સંપૂર્ણપણે સ્વાભાવિક છે.

આવું વિદ્યાર્થીઓને બેઝિક વિષયોમાં મૂળભૂત પરિચય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને મુખ્ય વિષયની પસંદગી પર પ્રકાશ પાડી શકે છે. તમે તમારા નિર્ણયમાં ગમે તેટલા નિશ્ચિત કે અચોક્કસ હોવ તો પણ યાદ રાખો કે તમે તમારા નિર્ણય સાથે બંધાયેલા નથી.

તમારી કૉલેજ કે યુનિવર્સિટીમાં પહોંચો ત્યારપછી તમે તમારા મુખ્ય વિષયને બદલવા વિશે સલાહકાર સાથે વાત કરી શકો છો. તેમ અભ્યાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સ આવતા પહેલા EducationUSAના કેન્દ્રોના સલાહકારો સાથે તેમજ તમારા મુખ્ય જાહેર કરતા પહેલા યુનિવર્સિટીઓના શૈક્ષણિક સલાહકારો સાથે વાત કરો. આ બધાના અંતે તમે જે કંઈ મુખ્ય વિષયને પસંદ કરશો તેને ચાહતા રહો.

અહીં મુખ્ય વિષયની પસંદગી બાબતે EducationUSAના સલાહકાર આસ્થા વિર્ક સિંઘ સાથેની એક મુલાકાતના અંશો આપવામાં આવ્યા છે.

મુખ્ય વિષયની પસંદગી કરતી વખતે વિદ્યાર્થીઓએ શું જોવું જોઈએ? પ્રક્રિયામાં ધ્યાનમાં લેવાના પરિબળો કયા છે?

ચાલો મુખ્ય વિષય શું છે? તે સમજવાથી શરૂઆત કરીએ. તમારી કોલેજનો મુખ્ય વિષય એ એક એવો વિષય છે કે જેમાં તમે તમારા મોટાભાગના અભ્યાસક્રમો લેશો અને તેમાં યોગ્ય સમજ વિકસાવશો. આ ક્ષેત્રમાં તમે તમારા જરૂરી અભ્યાસક્રમો પૂર્ણ કર્યા પછી સ્નાતક થશો.

મોટા ભાગના વિદ્યાર્થીઓ ચાર વર્ષના શિક્ષણના પ્રથમ કે બીજા વર્ષમાં સામાન્ય શિક્ષણ પર ધ્યાન પણ આપશે. કારણ કે તેનાથી શિક્ષણ પ્રત્યેનો સર્વગ્રાહી અભિગમ શક્ય બને છે અને વિદ્યાર્થીઓને વિશ્વની વધુ સારી સમજણ પ્રાપ્ત થાય છે.

કેટલાક વિદ્યાર્થીઓ તેમના મુખ્ય વિષય ઉપરાંત વૈકલ્પિક વિષયની પસંદગી પણ કરી શકે છે. આ વિષયમાં તમે અન્ય ક્ષેત્ર પર નજર નાખો છો, પરંતુ તમારા મુખ્ય વિષય જેટલું ઊંડાણથી અને વ્યાપકપણે નહીં.

વૈકલ્પિક વિષય તમારા મુખ્ય વિષયને પૂરક બનાવી શકે છે. ઉદાહરણ તરીકે, મુખ્ય વિષય તરીકે પબ્લિક રિલેશન સાથે વૈકલ્પિક વિષય તરીકે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા ભાષા પૂરક બની શકે છે. કેટલીક શાળાઓ તમને બે મુખ્ય વિષય લેવાની મંજૂરી આપે છે. પરંતુ તે તમારા ભારણમાં વધારો કરી શકે છે અને બે મુખ્ય વિષય દરેકને માફક ન પણ આવે.

મુખ્ય વિષયની પસંદગી કરતી વખતે તમારી જાતને પૂછવા માટેના પ્રશ્નો:


તમે કેવા પ્રકારનાં જીવનની કલ્પના કરો છો?
તમે તમારી જાતને ક્યાં કામ કરતા જુઓ છો?
તમારાં મૂલ્યો કયાં છે, તમને શું પ્રેરણા આપે છે, તમારા માટે શું મહત્ત્વનું છે, તમારી પ્રાથમિકતાઓ શું છે અને તમારા માટે શું મહત્ત્વનું છે?
તમારી શૈક્ષણિક તાકાત શું છે અને તમે શ્રેષ્ઠ ગ્રેડ ક્યાંથી મેળવશો? તમને કયા વિષયો શીખવા ગમે છે અને તમારા મનપસંદ વર્ગો કયા છે?
તમે શાળામાં અથવા શાળાની બહાર કઈ પ્રવૃત્તિઓનો આનંદ માણો છો?

તમારી યોગ્યતા (તમે શું સારી રીતે કરી શકો છો), તમારી રુચિઓ (તમને શું કરવું ગમે છે) અને તમારું વ્યક્તિત્વ (તમે કોણ છો અને તમારા માટે શું મહત્ત્વનું છે)નું મૂલ્યાંકન કરવાથી તમને કયા પ્રકારના વિષયો અને કારકિર્દીઓ અપનાવવામાં રસ પડી શકે છે તે સમજવામાં તમને મદદ મળશે.

શું તરત જ મુખ્ય વિષય પસંદ ન કરવો અને પ્રથમ કે બે વર્ષ માટે તમારી રુચિઓને સમજવી તે યોગ્ય છે?


તમે શું ભણવા માંગો છો અથવા તમારી કારકિર્દીની દ્રષ્ટિએ તમે ક્યાં જઈ રહ્યા છો? તે ન જાણવું તે ઠીક છે! પણ વિદ્યાર્થીઓ કેટલીકવાર સંશોધન કરવાનું અને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરે તેવી નિર્ણાયક માહિતી એકત્રિત કરવાનું ચૂકી જાય છે તે સારું નથી. ઘણા વિદ્યાર્થીઓ કોઈ વિષય પસંદ કરવામાં ભારે દબાણ અનુભવે છે કારણ કે તેઓ હાઇ સ્કૂલમાંથી સ્નાતક થાય છે અને કેટલીકવાર ઉતાવળિયો નિર્ણય લે છે.

તમારા ભવિષ્ય માટે પ્રશ્નો પૂછતાં રહો. જેનાથી તમે કદાચ મુખ્ય વિષય સુધી નહીં પહોંચી શક્યા હોવ તો પણ તમે યોગ્ય વિષયો પસંદ કરવામાં મદદ કરે તેવી માહિતીથી સજ્જ હશો. ઘણા વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિષય અનિર્ણિત રાખીને પણ અરજી કરે છે અને પછી એક વર્ષ પછી તેમના મુખ્ય વિષય અંગે નિર્ણય લે છે. અમેરિકાનું ઉચ્ચ શિક્ષણ તેના બધા જ ઉપયોગો અને ફાયદાઓ સાથે સંશોધન અને આત્મનિરીક્ષણને સહાય કરવા માટે રચાયેલ છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ લોકપ્રિય મુખ્ય વિષય ક્યાં છે?


ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા પ્રકાશિત 2021 ના ઓપન ડોર્સ રિપોર્ટ અનુસાર અભ્યાસના નીચેના ક્ષેત્રો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ લોકપ્રિય હતા.

ઇજનેરી
ગણિત અને કમ્પ્યુટર સાયન્સ
બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ
સોશિયલ સાયન્સ
ફિઝિકલ એન્ડ લાઈફ સાયન્સ
ફાઇન એન્ડ એપ્લાઇડ આર્ટ્સ
હેલ્થ પ્રોફેશન્સ
કોમ્યુનિકેશન એન્ડ પત્રકારત્વ
શિક્ષણ

*આ ડેટા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 18 ટકા છે.

મુખ્ય વિષયનો પસંદગી કરતી વખતે વિદ્યાર્થીઓએ શું ટાળવું જોઈએ?

મુખ્ય વિષયની પસંદગી મહત્વપૂર્ણ અને ઘણીવાર પડકારજનક નિર્ણય છે. ત્યારે પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરતી વખતે નીચે મુજબના સંભવિત અવરોધો ટાળવા જોઈએ.

લાંબા ગાળાનો વિચાર ન કરવો અને ફક્ત પગાર અથવા આવકને ધ્યાનમાં લેવા.
સાથીઓના દબાણને વશ થવું અથવા ભીડને અનુસરવું.
બીજા કોઈ તમને પ્રભાવિત કરે અથવા તમારા માટે પસંદગી કરે.
અનુભવ અથવા સંશોધન વિના પસંદગી કરવી.
માત્ર પરિણામ વિશે જ વિચારવું.

અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશતા પહેલા અને અમેરિકામાં ગયા પછી વિદ્યાર્થીઓએ તેમના મુખ્ય વિષયની પસંદગી વિશે કોની સલાહ લેવી જોઈએ?


તમે પોતાના આધારે સાથે અથવા તમારા માર્ગદર્શકો, શાળાના સલાહકારો, શિક્ષકો અને માતાપિતાની સહાયથી મુખ્ય વિષય પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. તદુપરાંત યોગ્યતા, રુચિઓ અને વ્યક્તિત્વને માપતા સાયકોમેટ્રિક પરીક્ષણો કરીને વિદ્યાર્થીઓને કારકિર્દીની પસંદગી અંગે માર્ગદર્શન આપે એવા પ્રોફેશનલનો સંપર્ક કરી શકો છો.

અહીં એ નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, માત્ર ઓનલાઇન ટેસ્ટ આપવી એ પૂરતું નથી, તમારે ટેસ્ટના પરિણામોના વિશ્લેષણ અને અર્થઘટન પર કોઈ પ્રોફેશનલ પાસેથી માર્ગદર્શન મેળવીને પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ અને પરિવારોને પ્રોફેશનલ વ્યક્તિ ફક્ત ટોચના ત્રણ કારકિર્દી વિકલ્પ જ સુચવશે એવી ખોટી ધારણા હોય છે. તેના બદલે એવી અપેક્ષા રાખવી કે, વ્યાવસાયિક વ્યક્તિ તમારી કારકિર્દીના ટોચના ક્લસ્ટરોની ચર્ચા કરશે અને તેની અંદર તમારે વધુ સંશોધન કર્યા પછી અંતિમ નિર્ણય લેવાનો રહેશે.

ઇન્ટર્નશિપ કરીને મૂલ્યવાન અનુભવ મેળવી તમે તમારી રુચિઓ અને યોગ્યતા વિશે વધુ જાણી શકો છો. આ તમને કામની વાસ્તવિક દુનિયાની ઝલક આપશે અને તમને તમારી કુશળતાને નિખારવા તથા કોઈપણ બિઝનેસ અથવા સર્વિસની કામગીરીની સમજ આપી શકશે. કારકિર્દીના નિર્ણયો લેવા માટે ભવિષ્યની તકો વિશે વિશ્વસનીય માહિતીની જરૂર પડે છે. કારકિર્દી અને નોકરીના માર્કેટ ટ્રેન્ડને સમજવા પણ મહત્વપૂર્ણ છે.

ઘણા વિષયો અન્ય ક્ષેત્રોમાં લાગુ પડે છે. ઉદાહરણ તરીકે, જો તમે હેલ્થ સાયન્સના ક્ષેત્ર પર નજર નાખો, તો કોઈ વ્યક્તિ ડોક્ટર, હોસ્પિટલ મેનેજર, હેલ્થ લેખક અથવા પત્રકાર, ડેટા વિશ્લેષક, તકનીકી નિષ્ણાત વગેરે બની શકે છે. કામ અને નોકરીના ભાવિને સમજવા માટે નોકરીઓ અને માર્કેટ ટ્રેન્ડ વિશે વાંચવું મહત્વપૂર્ણ છે.

મુખ્ય વિષય, કારકિર્દી અને નોકરીની તકો વિશે માહિતી એકત્રિત કરવા માટે અહીં કેટલાક સ્થળોની જાણકારી આપવામાં આવી છે.

EducationUSA એ અમેરિકાના ઉચ્ચ શિક્ષણ બાબતે સત્તાવાર સ્રોત છે. EducationUSAના સલાહકારો વિદ્યાર્થીઓને પ્રવેશ અને એપ્લિકેશન પ્રક્રિયા વિશેની માહિતી પુરી પાડે છે અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં મુખ્ય વિષય અને પ્રોગ્રામ્સ અંગે સલાહ આપી શકે છે.

અમેરિકાની યુનિવર્સિટીઓમાં કેરિયર સર્વિસ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓફિસની સપોર્ટ સર્વિસ

શાળાના સલાહકારો, પ્લેસમેન્ટ અધિકારીઓ, કેરિયર કાઉન્સિલિંગમાં નિષ્ણાત અને વિદ્યાર્થીઓને કોલેજ અને કારકિર્દીના નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપતા કેરિયર કાઉન્સિલર.

કોલેજ અને નોકરીની શોધમાં સહાય માટે ફાયદાકારક સંસાધનો ધરાવતા પુસ્તકાલયો અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રો

અભ્યાસક્રમની જરૂરિયાત અને તમારે કોલેજમાં જે કલાસ લેવાના રહેશે તે સમજવા માટે યુનિવર્સિટી વેબસાઇટ્સ

કારકિર્દી અને કંપનીઓ વિશેના તમારા પ્રશ્નોના જવાબ આપી શકે તેવા વ્યક્તિગત સંપર્કો સાથે નેટવર્કિંગ

મુખ્ય વિષય પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરતા વિદ્યાર્થીઓ માટે તમારી શું સલાહ છે?


પસંદ કરવા માટે ઘણા બધા વિષયો છે. સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓને એકથી વધુ વિષયોમાં રસ હોઈ શકે છે અને ફક્ત એક જ વિષય માટે પ્રતિબદ્ધ થવું મુશ્કેલ હોઈ શકે છે. જેથી મુખ્ય વિષય પસંદ કરવો એ તકલીફ આપનાર અનુભવ હોઈ શકે છે.

એ ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે વિદ્યાર્થીઓ હંમેશાં નાના ક્ષેત્રની પસંદગી અને તેમના પસંદ કરેલા ક્ષેત્રને વિસ્તૃત કરવા માટે તેમના રસના વિષયો પર વિવિધ વૈકલ્પિક નિર્ણયો લેવા સાથે મુખ્ય વિષય પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓને પ્રી-ડિપાર્ચર તબક્કે અને કોલેજ અથવા યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ દરમિયાન ઉપલબ્ધ હોય એવા ઘણા સંસાધનો છે. વિદ્યાર્થીઓએ મુખ્ય વિષય પસંદ કરવાની પ્રક્રિયામાં નેવિગેટ કરવામાં મદદ કરવા માટે વિવિધ સંસાધનો અને સલાહકારોનો લાભ લેવો જોઈએ.

મુખ્ય વિષયની પસંદગી કરવી એ વિદ્યાર્થીઓ માટે જટિલ પ્રક્રિયા હોઈ શકે છે પરંતુ તે તણાવપૂર્ણ ન હોવી જોઈએ. નવું જાણવાની, સ્વ-નિરીક્ષણ કરવાની અને આનંદ માણવાની આ સારી તક છે!

(નતાસા મિલાસ ન્યૂયોર્ક સિટીના ફ્રીલાન્સ લેખક છે.)

(સૌજન્યઃ સ્પાન મેગેઝિન, યુ.એસ. એમ્બેસી, નવી દિલ્હી.)
https://spanmag.com/electing-your-major/
First published:

Tags: કેરિયર, શિક્ષણ