Career tips: ધો.10 બાદ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
Career tips: ધો.10 બાદ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
ડિપ્લોમા એન્જિનિયરિંગ, ગોધરા
ડિપ્લોમા એન્જિનિયરિંગ એ એન્જિનિયર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે ધોરણ10 બાદ જો સારા પરિણામ આવ્યા હોય તો તેઓને સરકારી કોલેજમાં ઓછી ફી સાથે એડમિશન મળી જતું હોય છે તો તેનો લાભ...
Shivam Purohit, Panchmahal: હાલ થોડા દિવસો પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લામાં (Panchmahal) અનેક બાળકોએ ધોરણ 10 પાસ (10th) કરીને આવનારા ભવિષ્ય માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ઘણાં બાળકો 11-12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિષય પસંદ કરશે જ્યારે ઘણા બાળકોને એન્જિનિયરિંગ ક્ષેત્રે (field of engineering) પોતાની કારકિર્દી બનાવવા માટે વિકલ્પોની પસંદગી કરવાની રહેશે જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ (diploma engineering) તેઓના માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગ એ એન્જિનિયર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ: સિવિલ એન્જિનિયર
ગોધરા ખાતે રહેતા ડિપ્લોમા સિવિલ એન્જિનિયર આઝાદ સિંહ ગઢવી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે ઘણા બધા બાળકોને એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવી હોય છે ત્યારે તેઓ 11+2 સાયન્સ એ સ્ટ્રીમ પસંદ કરતા હોય છે અને ત્યારબાદ બી ટેક હોર્સ પસંદ કરીને એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવતા હોય છે જ્યારે તેઓના માટે અન્ય એક વિકલ્પ પણ ઉપલબ્ધ છે જે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે.
તેમાં તેમણે ઉમેર્યું કે ડિપ્લોમા એન્જિનિયરિંગ એ એન્જિનિયર બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કારણકે ધોરણ10 બાદ જો સારા પરિણામ આવ્યા હોય તો તેઓને સરકારી કોલેજમાં ઓછી ફી સાથે એડમિશન મળી જતું હોય છે તો તેનો લાભ લઇ ત્રણ વર્ષ માં તેઓ પોતાની એન્જિનિયરીંગ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી શકે છે.
ડિપ્લોમા એન્જિનિયરિંગ એ ખૂબ જ સાર્થક નીવડતું એન્જિનિયરિંગ કોર્સ છે
તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગ ના ફાયદા વિશે તેમને જણાવ્યું કે ડિપ્લોમા એન્જિનિયરિંગ એ ખૂબ જ સાર્થક નીવડતું એન્જિનિયરિંગ છે જેના થકી વિદ્યાર્થી મહત્તમ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે છે અને ત્યારબાદ તે સારી સારી કંપનીઓમાં નોકરી પણ મેળવી શકે છે અને ત્યારબાદ તેઓ ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ જો ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવવા ઈચ્છતા હોય તો ડીટુડી એટલે કે ડીપ્લોમાં ડીગ્રી પણ કરી શકે છે.
પંચમહાલ જિલ્લામાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા ઇચ્છતા ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગ કમ્પ્યુટર સાયન્સ આ સિવાય અન્ય ઘણાં કોર્સ કરાવતી કોલેજો ઉપલબ્ધ છે. ગોધરા ખાતે આવેલી પોલિટેકનિક એન્જિનિયરિંગ કોલેજમાં તેઓ સંપર્ક કરી શકે છે તેમજ આ સિવાય અન્ય પ્રાઇવેટ કોલેજોમાં પણ ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્સ કાર્યરત છે.
ડિપ્લોમાટૂંકા સમયમાંકારકિર્દીની શરૂકરવામાં સર્વ શ્રેષ્ઠ ઓપ્શન છે : ડિપ્લોમાં વિદ્યાર્થી
ગોધરા પોલિટેકનિક કોલેજ ખાતે અભ્યાસ કરતા ઈલેક્ટ્રિકલ ડિપ્લોમા ના વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મધ્યમ વર્ગના બાળકો માટે ડિપ્લોમા સર્વ શ્રેષ્ઠ ઓપ્શન ગણી શકાય કારણ કે લાંબુ ભણતર તેઓ અફોર્ડ કરી શકતા નથી જ્યારે આ ટૂંકા સમયમાં તેમની કારકિર્દીની શરૂઆત કરવામાં મદદરૂપ થાય છે તેમજ તેણે ઉમેર્યું કે ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ કંપનીઓમાં સરળતાથી નોકરી મળી જતી હોય છે તેમજ જો નોકરી ન મળે તો તેઓ નાના પાયે પોતાનો વ્યવસાય શરૂ કરીને પણ આવક ઊભી કરી શકે છે.
ગોધરા ગદુકપુર ગામ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજ આવેલી છે.
ગોધરા ગદુકપુર ગામ ખાતે સરકારી પોલીટેકનીક કોલેજ આવેલી છે ત્યાં કયા-કયા કોર્સ ચાલી રહ્યા છે અને ફિ કેટલી છે તે જાણવા માટે વહેલી તકે સંપર્ક કરી શકાશે જે નું સરનામું અને નંબર નીચે પ્રમાણે છે.
એડ્રેસ: ગવરમેન્ટ પોલિટેક્નિક કોલેજ,નિયર ગદુકપુર વિલેજ,ગોધરા કસબા,ગોધરા,ગુજરાત ખાતે આવેલું છે. PIN:389001 સંપર્ક: 090990 63218
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર