Home /News /career /Robotics Engineering: ધોરણ 12 પછી રોબોટિક્સ એન્જીનીયરીંગનો સ્કોપ, આ માહિતી ખૂબ અગત્યની
Robotics Engineering: ધોરણ 12 પછી રોબોટિક્સ એન્જીનીયરીંગનો સ્કોપ, આ માહિતી ખૂબ અગત્યની
બદલાતા ટેકનોલોજીના યુગ સાથે નામાંકિત કોલેજોમાં રોબોટિક્સ એન્જીયરીંગ કરી વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી શકે છે.
Education News: આ કોર્ષ બાદ જાણીતી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી મળે છે. રોબોટિક્સ એન્જીનીયર, રોબોટિક્સ ડિઝાઈનર એન્ડ એનાલિસ્ટ, રોબોટિક્સ સેલ્સ એન્જીનીયર, રોબોટિક રીસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોબ મળી શકે છે.
બદલાતા ટેકનોલોજીના યુગ સાથે મેન પાવરની જગ્યા હવે રોબોટ (Robot) લઈ રહ્યા છે. રોબોટ્સથી મનુષ્ય ધારે તે કરાવી શકે છે. અને જે પ્રકારે તમામ ક્ષેત્રોમાં રોબોટ્સનો ઉપયોગ વધી રહ્યો છે તે જોતા આગામી યુગ રોબોટ્સ (Robots)નો હશે તે નક્કી છે. અને એટલે ધોરણ 12 પછી જો રોબોટિક્સ એન્જીનીયરીંગ (Robotics Engineering)ના સ્કોપ પણ વધી રહ્યા છે. જે વિદ્યાર્થીઓએ રોબોટિક્સ એન્જીનીયરીંગમાં ઇન્ટરેસ્ટ છે તેઓ માટે આ માહિતી ખૂબ અગત્યની છે.
B.Tech Robotics Engineering એ 4 વર્ષનો કોર્સ છે. ધોરણ 12 પછી આ કોર્ષ કરી શકાય છે. ધોરણ 12 પૂર્ણ કર્યા પછી કોર્સ કરી શકાય છે. તે એક ઈન્ટર ડીસીપ્લીનરી અભ્યાસક્રમ છે. જે રોબોટની ડિઝાઇન અને ડેવલપમેન્ટ સાથે સંકળાયેલ છે. આ રોબોટનો ઉપયોગ ઉત્પાદન, સંરક્ષણ, દરિયાઈ, તબીબી અને સેવા ઉદ્યોગોના ક્ષેત્રોમાં થાય છે. આ કોર્સ માટે લાયકાત 12 વિથ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ જરૂરી છે. આ કોર્સ માટે અંદાજે 70 હજારથી 2 લાખ સુધીની વાર્ષિક ફી હોય છે.
આ કોર્ષ બાદ જાણીતી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી મળે છે. રોબોટિક્સ એન્જીનીયર, રોબોટિક્સ ડિઝાઈનર એન્ડ એનાલિસ્ટ, રોબોટિક્સ સેલ્સ એન્જીનીયર, રોબોટિક રીસર્ચ સાયન્ટિસ્ટ તરીકે જોબ મળી શકે છે. આ ઉપરાંત માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ, ટેલિકોમ્યુનિકેશન, ફોરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ, સ્પેસ એક્સપ્લોરેશન, હેલ્થ કેર, ટ્રાન્સપોર્ટેશન માં વર્ક કરવાની તક મળે છે. નોકરીમાં અંદાજે 3 લાખ 20 હજારથી 5 લાખ સુધીનું વાર્ષિક પગાર ધોરણ હોય છે.