Home /News /career /

Career Tips: ધો. 10ની બોર્ડની પરીક્ષા બાદ શું કરવું? કેવી રીતે પસંદ કરવું યોગ્ય સ્ટ્રીમ?

Career Tips: ધો. 10ની બોર્ડની પરીક્ષા બાદ શું કરવું? કેવી રીતે પસંદ કરવું યોગ્ય સ્ટ્રીમ?

પ્રતિકાત્મક તસવીર

Career guidance after 10th : આ વર્ષે ધોરણ 10મા બોર્ડની પરીક્ષા આપનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હાલ રિલેક્સ મોડમાં છે. સાથે સાથે કેટલાકે હવેથી બોર્ડના પરિણામનું ટેન્શન પણ લેવાનું શરૂ કરી દીધું છે.

    Career tips: ધોરણ 10ની બોર્ડની પરીક્ષા (Board Exam) આપ્યા બાદ વિદ્યાર્થી જીવનનો નવો તબક્કો શરૂ થાય છે. એવું પણ કહી શકાય કે અહીંથી કરિયરનો (career) પાયો નાંખવાની શરૂ થાય છે. મહત્વનું છે કે, બધાં જ બોર્ડની 10માની પરીક્ષા પૂરી થઈ ગઈ છે. હવે વિદ્યાર્થીઓ પાસે તેમના ભવિષ્ય વિશે વિચારવાનો ઘણો સમય છે.

    આ વર્ષે ધોરણ 10મા બોર્ડની પરીક્ષા આપનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હાલ રિલેક્સ મોડમાં છે. સાથે સાથે કેટલાકે હવેથી બોર્ડના પરિણામનું ટેન્શન પણ લેવાનું શરૂ કરી દીધું છે. તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 11મા ધોરણમાં યોગ્ય પ્રવાહ પસંદ કરવા માટે કારકિર્દી સલાહકારો પાસેથી સલાહ લેવાનું શરૂ કર્યું છે. જો તમે પણ આ વર્ષે 10માની બોર્ડની પરીક્ષા આપી હતી, તો જાણો ખાલી સમયનો સદુપયોગ કરવાની કેટલીક ટિપ્સ, તેમજ યોગ્ય પ્રવાહ કેવી રીતે પસંદ કરવો તેની કેટલીક ટિપ્સ.

    10મા બાદ કેવી રીતે પસંદ કરવું યોગ્ય સ્ટ્રીમ?

    10મા ધોરણની પરીક્ષા બાદ યોગ્ય સ્ટ્રીમની પસંદગી કરવીએ ખુબ જ મહત્વનો નિર્ણય ગણાય છે. ત્યારે અહીં તમને જાણવા મળશે કે સ્ટ્રીમની પસંદગી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ઈચ્છો તો પોતાના પેરેન્ટ્સ, ટીચર્સ અને સનિયર્સની પણ મદદ લઈ શકો છો.

    1. તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો તે નક્કી કરવાનો આ યોગ્ય સમય છે. તમારા મુખ્ય વિષય અને વૈકલ્પિક વિષય પણ તે જ આધારે પસંદ કરો. આમાં ભૂલ ન કરશો.

    2. તમે 11મા ધોરણમાં જે વિષયો ભણવા માંગો છો, તે તમારી હાલની શાળામાં ઉપલબ્ધ ન હોય, તો અન્ય શાળાના વિકલ્પ શોધવાનું શરૂ કરો અને ત્યાં એડમિશન લેવા માટે અરજી કરો.

    3. બોર્ડની પરીક્ષા અને નવા સત્રની શરૂઆત વચ્ચેના સમયનો પૂરો ઉપયોગ કરો. આ દરમિયાન તમારા બેઝિક કોન્સપ્ત ક્લિયર કરો. જેનાથી 11મા ધોરણના સેશન શરૂ થશે ત્યારે કોઈ સમસ્યા રહેશે નહીં.

    આ પણ વાંચોઃ-Gujarat Anganwadi Recruitment: ધો. 10 પાસ ઉમેદવારોની ભરતીમાં PhD અને માસ્ટર્સ કરેલા ઉમેદવારોને મળી નોકરી

    4. ઉનાળાના વેકેશનનો આનંદ માણવા માટે ગેમિંગ જેવી બાબતોમાં વ્યસ્ત રહીને તમારો કિંમતી સમય ન બગાડો. જો તમે 11મા ધોરણના અભ્યાસક્રમની તૈયારી શરૂ કરો તો સારું રહેશે.

    5. જો તમને લાગતું હોય કે તમે 10મા ધોરણમાં કોઈપણ વિષયમાં સારા માર્ક્સ નહીં મેળવ્યા હોય તો તમે કમ્પાર્ટમેન્ટ પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી શકો છો.

    આ પણ વાંચોઃ-NHM Recruitment 2022: ગુજરાતે સ્ટેટ એકાઉન્ટના પદ માટે જાહેર કરી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

    બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી શું કરવું?
    10મા ધોરણની બોર્ડની પરીક્ષાના અંત અને 11મા ધોરણની શરૂઆત વચ્ચે 1 મહિનાનો સમય હોય છે. આ દરમિયાન તમે ઇચ્છો તો કોઈપણ હોબી કોર્સ અથવા લેન્ગવેજ કોર્સ કરી શકો છો. તમે જે સ્ટ્રીમ કે સ્કૂલમાં 11મા ધોરણમાં એડમિશન લેવા માંગો છો, તેના વિશે થોડી માહિતી મેળવો. તમારી જાતને ફિટ રાખો અને આખો દિવસ મિત્રો સાથે રમવામાં કે મૂવી જોવામાં પસાર ન કરો.
    Published by:ankit patel
    First published:

    Tags: Career tips, Jobs and Career

    આગામી સમાચાર