એસીપીસીના મેમ્બર સેક્રેટરીએ જણાવ્યુ હતુ કે જે રીતે રિઝલ્ટ જાહેર થયું છે તેને જોતા ખૂબ સારી ચોઇસ વિદ્યાર્થીઓને મળશે. વિદ્યાર્થીઓ માટે ઇમરજિંગ ટેકનોલોજીના, રોબોટિક્સના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો ઇમર્જીગ ટેકનોલોજીની બ્રાંચમાં વધુ જોગ રહેશે. બાયોલોજીના વિષય વાળા અન્ય 11 કોર્ષ પણ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ: એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (Admission Committee for Professional Courses) દ્વારા આગામી વર્ષ માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. જેમાં વિદ્યાર્થીઓ 30મી જુન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. અને પ્રથમ મેરિટ 25 જુલાઇના રોજ જાહેર થશે. ધોરણ 12નુ પરિણામ આવ્યા બાદ એન્જીનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રીયા (Admission process for engineering) સંપુર્ણ ઓનલાઇન યોજાશે.
ગત વર્ષે 66 હજારની બેઠકો સામે અંદાજે 36 હજાર બેઠકો ભરાઈ હતી, એ વખતે 35 હજાર બેઠકો ખાલી રહે તેવી સંભાવના છે. થોડા સમય પહેલા જ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અને ગુજકેટનું પરિણામ જાહેર થયું હતું. આ વખતે 1 લાખ 8 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. જે અંતર્ગત હાલમાં ACPC દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કે જેઓએ ગુજકેટની પરિક્ષા આપી હોય ઉપરાંત સીબીએસસી (CBSC)ના વિદ્યાર્થીઓએ જેઇઇ (JEE)ની પરિક્ષાનુ રજીસ્ટ્રેસન પણ કરાવ્યુ હોય તેવા વિદ્યાર્થીઓ હાલમાં ઓનલાઇન એપ્લીકેશન કરી શકશે.
આ વર્ષે એન્જીનિયરિગમાં બે હજાર સીટોના ઘટાડા સાથે 64262 સીટો માટે પ્રવેશ યોજાશે. આ વર્ષે સરકારી કોલેજોમં 600 સીટોનો વધારો પણ કરવામા આવ્યો છે. પ્રવેશ કાર્યવાહીમાં રાજ્યની 16 સરકારી સંસ્થાઓ, 4 અનુદાનિત સંસ્થાઓ, 1 ઓટોનોમસ સંસ્થા તથા 113 સ્વનિર્ભર સંસ્થાઓ પર પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. તેમાં ગત વર્ષ મુજબ 16 સરકારી સંસ્થાઓ અને 3 અનુદાનિત સંસ્થાઓની 10658 બેઠકો, 1 ઓટોનોમસ સંસ્થાની 204 બેઠકો તથા 113 સ્વનિર્ભર સંસ્થાઓની 55466 બેઠકો એમ કુલ આશરે 64262 બેઠકો પર કાર્યવાહી કરવામાં આવશે.
એસીપીસીના મેમ્બર સેક્રેટરીએ જણાવ્યુ હતુ કે જે રીતે રિઝલ્ટ જાહેર થયું છે તેને જોતા ખૂબ સારી ચોઇસ વિદ્યાર્થીઓને મળશે. વિદ્યાર્થીઓ માટે ઇમરજિંગ ટેકનોલોજીના, રોબોટિક્સના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો ઇમર્જીગ ટેકનોલોજીની બ્રાંચમાં વધુ જોગ રહેશે. બાયોલોજીના વિષય વાળા અન્ય 11 કોર્ષ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બી ગૃપના વિદ્યાર્થીઓ માટે પણ નવા કોર્સીસ શરૂ કરવામા આવ્યા છે. જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. મહત્વનુ છે કે જે રીતે ધો.12 સાયન્સનુ પરિણામ રહ્યુ છે તે જોતા આ વખતે 35 હજારથી વધુ સીટો ખાલી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે
.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર