Home /News /career /SSC Selection Posts: SSC સિલેક્શન પોસ્ટ માટે આ રીતે કરો અરજી, જાણો ફી અને અન્ય વિગતો

SSC Selection Posts: SSC સિલેક્શન પોસ્ટ માટે આ રીતે કરો અરજી, જાણો ફી અને અન્ય વિગતો

SSC Selection Posts ભરતી

SSC Selection Posts recruitment: SSC લદ્દાખ રિક્રુટમેન્ટ 2022 સિલેક્શન પોસ્ટ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) આયોજિત કરવામાં આવશે. અહીં SSC સિલેક્શન પોસ્ટ લદ્દાખ 2022 ભરતી માટેની મહત્વની વિગતો આપવામાં આવી છે.

  Jobs and Career: SSC સિલેક્શન સિલેક્શન પોસ્ટ લદ્દાખ 2022 (SSC Selection Selection Post Ladakh 2022) માટેનુ રજિસ્ટ્રેશન 13મી જૂન 2022 સુધી યોજાઈ રહ્યું છે. SSC લદ્દાખ રિક્રુટમેન્ટ 2022 સિલેક્શન પોસ્ટ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) આયોજિત કરવામાં આવશે. અહીં SSC સિલેક્શન પોસ્ટ લદ્દાખ 2022 ભરતી માટેની મહત્વની વિગતો આપવામાં આવી છે.

  મહત્વની તારીખ

  ઓનલાઈન અરજી સબમીટ કરવાની તારીખ- 23 મે થી 13 જૂન, 2022

  અરજી સ્વીકારવાની અંતિમ તારીખ- 13 જૂન 2022 (સવારે 11 કલાક સુધી)

  ઓનલાઈન એપ્લિકેશન ફી ભરવાની અંતિમ તારીખ- 15 જૂન 2022 (રાત્રે 11 કલાક સુધી)

  ઓફલાઈન ચલણ માટેની અંતિમ તારીખ- 16 જૂન, 2022 (રાત્રે 11 કલાક સુધી)

  ચલણ દ્વારા અરજી ફી ભરવાની અંતિમ તારીખ- 18 જૂન, 2022 (બેન્કના વર્કિંગ સમયમાં)

  અરજી ફોર્મમાં સુધારા કરવાની અંતિમ તારીખ- 27 જૂન થી 29 જૂન, 2022

  કોમ્પ્યૂટર આધારિત પરીક્ષાની તારીખ- ઓગસ્ટ 2022
  ઓનલાઈન અરજી સબમીટ કરવાની તારીખ23 મે થી 13 જૂન, 2022
  અરજી સ્વીકારવાની અંતિમ તારીખ13 જૂન 2022 (સવારે 11 કલાક સુધી)
  ઓનલાઈન એપ્લિકેશન ફી ભરવાની અંતિમ તારીખ15 જૂન 2022 (રાત્રે 11 કલાક સુધી)
  ઓફલાઈન ચલણ માટેની અંતિમ તારીખ16 જૂન, 2022 (રાત્રે 11 કલાક સુધી)
  ચલણ દ્વારા અરજી ફી ભરવાની અંતિમ તારીખ18 જૂન, 2022 (બેન્કના વર્કિંગ સમયમાં)
  અરજી ફોર્મમાં સુધારા કરવાની અંતિમ તારીખ27 જૂન થી 29 જૂન, 2022
  કોમ્પ્યૂટર આધારિત પરીક્ષાની તારીખઓગસ્ટ 2022

  આ રીતે કરો અરજી

  ઉમેદવારોની સરળતા માટે અહી ઑનલાઇન અરજી ફોર્મ ભરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની પ્રક્રિયા અપાઈ છે. તો ચાલો SSC પસંદગીની પોસ્ટ લદ્દાખ 2022 ભરતી હેઠળ વિવિધ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા પર નજર કરીએ.  Step-1: SSC ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ

  સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઈટwww.ssc.nic.in પર વિઝિટ કરો અને આપેલી લિન્ક પર ‘Apply’પર ક્લિક કરો

  Step-2: નવા યૂઝર તરીકે લોગિન કરો

  એપ્લિકેશન લિંક પર ક્લિક કર્યા પછી SSC Selection Posts Ladakh 2022 માં ઉમેદવારને નવા પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે. જ્યા તમારે નવા યૂઝર તરીકે લોગિન કરવાનુ રહેશે.

  મોડ ઓફ કોમ્યૂનિક્શન:અરજીકર્તા પાસે પોતાનુ વેલિડ ઈ-મેઈલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. આ સાથે જ અરજીકર્તા તેના પર એક્ટિવ હોવો જોઈએ. લોગિન કરતા સમયે રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો ઈમેઈલ દ્વારા જ મોકલવામાં આવશે.

  આ પણ વાંચોઃ-DRDO Recruitment 2022: સાઈન્ટિસ્ટના 58 પદો પર નીકળી ભરતી, 1.31 લાખ રૂપિયા સુધીનો પગાર, સંપૂર્ણ વિગતો

  Step-3: જરૂરી વિગતો ભરો

  આ વેબસાઈટ તમને એ પેજ પર લઈ જશે જ્યાં તમારે તમારી વિગતો આપવાની રહેશે. ઉમેદવાર માત્ર એક પદ માટે અરજી કરી શકે છે. આ સાથે જ દરેક પદ પર અરજી કરવા માટે અલગ અલગ અરજી ફી પણ ચૂકવવાની રહેશે. રજીસ્ટ્રેશન કરતા પહેલા નીચે જણાવેલ વિગતો હાથવગી રાખો.

  - મોબાઈલ નંબર (OTP વેરિફિકેશન માટે).

  - ઈમેઈલ ID (OTP વેરિફિકેશન માટે).

  - આધાર નંબર. જો આધાર કાર્ડ ઉપલબ્ધ ન હોય તો

  વોટર ID કાર્ડ
  PAN
  પાસપોર્ટ
  ડ્રાઈવિંગ લાયસન્સ
  સ્કૂલ/ કોલેજ ID
  એમ્પ્લોય ID (Govt./ PSU/ ખાનગી) વગેરે દસ્તાવેજો આપી શકો છો. આ દરેક દસ્તાવેજો ઈન્ટરવ્યૂ સમયે ઓરિજનલ નકલો સાથે બતાવવાના રહેશે.
  - ધોરણ 10 પાસ કર્યાનુ વર્ષ, બોર્ડ અને રોલ નંબર.

  - જો કોઈ બેન્ચમાર્ક ડિસેબિલીટી હોય તો તેનુ પ્રમાણપત્ર

  આ પણ વાંચોઃ-Career Tips : વીડિયો એડિટિંગ અને ગેમ ડિઝાઇનમાં પણ છે અનેક સ્કોપ : જાણો કઈ ઇન્ટીટ્યૂટમાં લેશો એડમિશન

  Step-4: વધારાની વિગતો આપો

  - તમારી પ્રાથમિકતા પ્રમાણે પરીક્ષાનુ કેન્દ્ર નક્કી કરો

  પરીક્ષા કેન્દ્ર

  સેન્ટર કોડ

  ચંડીગઢ/ મોહાલી

  1601

  જમ્મુ

  1004

  શ્રીનગર

  1007

  લેહ

  1005

  કારગીલ

  1008

  દિલ્લી

  2201

  - જો તમે વય મર્યાદામાં છૂટછાટ હેઠળ આવતા હોવ તો યોગ્ય કેટેગરી પસંદ કરો.

  - તમારુ સૌથી ઉચ્ચ શિક્ષણ શું છે તે વિશે જણાવો.

  - જો તમે EWS માંથી આવો છો તો તે વિશે વિગતો જણાવો.

  Step-5:તમારા ફોટો અને સહીની સ્કેન્ડ કોપી અપલોડ કરો

  ઓફિશિયલ નોટિફિકેશનમાં SSC દ્વારા શેર કરવાની પ્રક્રિયા મુજબ ઉમેદવારોએ તેમના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી (ડિજિટલ) કોપી અપલોડ કરવાની રહેશે.

  ફોટોગ્રાફ: JPEG ફોર્મેટમાં સ્કેન કરેલ રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (20 KB થી 50 KB). ફોટોગ્રાફનો સાઈઝ લગભગ 3.5 સેમી (પહોળાઈ) x 4.5 સેમી (ઊંચાઈ) હોવો જોઈએ.

  સહી: JPEG ફોર્મેટમાં સ્કેન કરેલ સહી (10 થી 20 KB) હસ્તાક્ષરની ઈમેજની સાઈઝ લગભગ 4.0 સેમી (પહોળાઈ) x 3.0 સેમી (ઊંચાઈ) હોવી જોઈએ.

  નોંધ: અસ્પષ્ટ ફોટોગ્રાફ અને સહી સાથેની અરજીઓ નકારવામાં આવશે.

  Step-6: એપ્લિકેશન ફી

  ફીની ચુકવણી BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં કરી શકાય છે.

  સામાન્ય અને ઓબીસી- રૂ. 100

  અન્ય ઉમેદવારો- કોઈ ફી નહી

  ઉમેદવારો દ્વારા 15મી જૂન 2022 (23.00 PM) સુધી ઓનલાઇન ફી ભરી શકાશે. જો કે, જે ઉમેદવારો એસબીઆઈના ચલણ દ્વારા રોકડ ચુકવણી કરવા ઈચ્છે છે તેઓ 18મી જૂન 2022 સુધી બેંકના કામકાજના કલાકોમાં એસબીઆઈની શાખાઓમાં રોકડમાં ચુકવણી કરી શકે છે.

  Step-7: ફાઈનલ સબમીશન

  " I agree " ચેક બોક્સ પર ક્લિક કરીને તમારી અરજી પૂર્ણ કરો અને કેપ્ચા કોડ ભરો. તમે આપેલી માહિતીને ચકાસો અને અરજી 'સબમિટ' કરો. “ફાઇનલ સબમિટ” પર ક્લિક કરતાં પહેલાં,ખાતરી કરો કે તમે બધી વિગતો યોગ્ય રીતે ભરી હોય અને ફોટોગ્રાફ અને સહીને એકવાર ચેક કરી લો.

  ઓનલાઈન અરજી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત પરીક્ષા હાથ ધર્યા પછી કમિશન દ્વારા જ્યારે બોલાવવામાં આવે ત્યારે જરૂરી દસ્તાવેજો સાથે હાજર થવાનુ રહેશે.
  First published:

  Tags: Careers, Government jobs, Jobs and Career, Jobs news, Ladakh, Recruitment, Recruitment 2022, Sarkari Naukri

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन