Home /News /career /

SSC Recruitment 2022: SSCએ ટ્રાન્સલેટરના પદો માટે બહાર પાડી ભરતી, પગાર રૂ. 1 લાખથી પણ વધુ

SSC Recruitment 2022: SSCએ ટ્રાન્સલેટરના પદો માટે બહાર પાડી ભરતી, પગાર રૂ. 1 લાખથી પણ વધુ

SSCએ ટ્રાન્સલેટરના પદો માટે બહાર પાડી ભરતી

પસંદગી પામેલા અરજદારોને CSOLS, રેલવે બોર્ડ, AFHQ વગેરે સહિત ભારત સરકારના વિવિધ વિભાગો હેઠળ ભરતી કરવામાં આવશે

    દિલ્હી: સ્ટાફ સિલેક્શન કમિશને (SSC JHT Recruitment 2022 Notification) 20 જુલાઈએ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, જુનિયર ટ્રાન્સલેટર અને સિનિયર હિન્દી ટ્રાન્સલેટરની ગ્રુપ 'બી' નોન-ગેઝેટેડ પોસ્ટ્સ પર (SSC JHT 2022 Recruitment) ભરતી માટે નોટિસ જાહેર કરી હતી. અરજદારોએ ઓક્ટોબર 2022માં લેવામાં આવનાર SSC JHT પરીક્ષા 2022 આપવાની રહેશે. પસંદગી પામેલા અરજદારોને CSOLS, રેલવે બોર્ડ, AFHQ વગેરે સહિત ભારત સરકારના વિવિધ વિભાગો હેઠળ ભરતી કરવામાં આવશે. SSC JHT 2022ની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ SSC વેબસાઇટ પર SSC JHT 2022 માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. SSC JHT માટેની અરજી 04 ઓગસ્ટ, 2022 સુધી કરી શકાશે.

    અરજી કરવા માટેની લાયકાત

    માન્ય યુનિવર્સિટીમાંથી વિષય તરીકે હિન્દી અથવા અંગ્રેજી સાથે માસ્ટર ડિગ્રી. આ ઉપરાંત હિન્દીથી અંગ્રેજી અનુવાદમાં બે કે ત્રણ વર્ષનો ડિપ્લોમાં કોર્સ કરેલો હોવો જોઇએ. બીજી બાજુ જો આપણે વય મર્યાદા વિશે વાત કરીએ તો 01 જાન્યુઆરી 2022ના રોજ લાયક ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. આ વિવિધ પોસ્ટ માટે પગાર રૂપિયા 35,400થી લઇને 1,42,400 સુધી છે.

    અરજી ફી

    ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. મહિલા ઉમેદવારો, SC, ST, ESM અને PWD કેટેગરીના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

    કઇ રીતે કરી શકશો અરજી?

    - આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે વ્યક્તિએ SSCની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જવું પડશે. વેબસાઇટના હોમપેજ પર તમને લોગિન સેક્શનમાં ‘Register Now'ની લિંક મળશે.

    - હવે અહીં માંગવામાં આવેલી તમામ વિગતો ભરો.

    - આપેલી માહિતી સેવ કરો. હવે 'ફાઇનલ સબમિટ' કરતા પહેલા ડ્રાફ્ટ પ્રિન્ટ આઉટ લો અને ભરેલી માહિતીની સંપૂર્ણ સમીક્ષા કરો કે કોઇ વિગતો છૂટી ગઇ નથી કે ખોટી નથી.

    - હવે ડિક્લેરેશન વિભાગને ખૂબ જ ધ્યાનથી વાંચો અને 'I Agree' પર ક્લિક કરો.

    - હવે તમારા 'રજીસ્ટ્રેશન નંબર' અને પાસવર્ડથી લોગિન કરો.

    - હવે ' Junior Hindi Translator, Junior Translator and Senior Hindi Translator Examination, 2022’ Section under ‘Latest Notifications ' વિભાગ પર ક્લિક કરો.

    - કૉલમ 1થી 14 માં માહિતી આપમેળે તમારા વન-ટાઇમ નોંધણી ડેટા દ્વારા ભરાઈ જશે જેને એડિટ કરી શકાતા નથી.

    - પરીક્ષા કેન્દ્રો માટે તમારી પસંદગી કરો અને સીરીયલ નંબર 15 ભરો અને અન્ય સીરીયલ નંબરો પણ ભરો.

    - હવે તમારો ફોટોગ્રાફ અપલોડ કરો.

    - ડિક્લેરેશન કાળજીપૂર્વક જુઓ અને "I Agree" ચેક બોક્સ પર ક્લિક કરો, જો તમે તેને સ્વીકારો છો તો કેપ્ચા કોડ દાખલ કરો.

    - તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીને પ્રીવ્યૂ કરો અને ચકાસો.

    - જો તમને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી ન હોય તો ફી ભરવા માટેની પ્રોસેસ કરો.
    First published:

    Tags: Career and Jobs, Career Guidance, Career tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन