Home /News /career /

SSC MTS and Havildar Recruitment : સ્ટાફ સિલેક્શન કમિશનની 3500થી વધુ જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

SSC MTS and Havildar Recruitment : સ્ટાફ સિલેક્શન કમિશનની 3500થી વધુ જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

SSC Recruitment 2022 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની ભરતી

SSC Recruitment 2022 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) અને હવાલદારની 3500થી વધુ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે 30-4-2022 સુધી અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકાશે.

    SSC MTS and Havildar Recruitment 2022: સ્ટાફ સિલેક્શન કમિશને (SSC) મંગળવારે એટલે કે 22 માર્ચ, 2022ના રોજ મલ્ટી ટાસ્કિંગ (નોન-ટેક્નિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા, 2021નો કાર્યક્રમ જાહેર કર્યો છે. SSCની અધિકૃત વેબસાઇટ https://ssc.nic.in પર જાહેર કરાયેલ નોટિસ મુજબ, આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 22 માર્ચથી શરૂ થઈ છે અને 30 એપ્રિલ, 2022 સુધી અરજી પ્રક્રિયા ચાલુ રહેશે.  રસ ધરાવતા ઉમેદવારો પોતાની લાયકાત નોટિફીકેશનમાં વાંચી અને અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 30-4-2022 છે.  ઉમેદવારો માટે નીચે ટેબલમાં ઓનલાઈન એપ્લિકેશનની લિંક અને નોટિફીકેશનની લિંક આપવામાં આવી છે.



    SSC MTS and Havildar Recruitment 2022: વય મર્યાદા

    CBN (મહેસૂલ વિભાગ)માં MTS અને હવાલદાર માટે અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારોની વય 01-01-2022ના રોજ 18-25 વર્ષ હોવી જરૂરી છે.
    તેમજ CBIC (મહેસૂલ વિભાગ)માં હવાલદાર અને MTSની જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની વય 01-01-2022ના રોજ 18-27 વર્ષ હોવી જોઈએ.

    આ પણ વાંચો : ECIL Recruitment 2022 : ECILમાં 40 જગ્યા પર ભરતી, મળશે 54,880 રૂપિયા સુધી સ્ટાઈપેન્ડ, અહીંથી કરો અરજી



    SSC MTS and Havildar Recruitment 2022: કેવી રીતે કરવી અરજી?

    ઉમેદવારોએ તેમની અરજી આયોગની વેબસાઇટ https://ssc.nic.in પર ઓનલાઈન મોડમાં સબમિટ કરવાની રહેશે.

    SSC MTS and Havildar Recruitment 2022:  નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા3500
    શૈક્ષણિક લાયકાતધો. 10 પાસ
    પસંદગી પ્રક્રિયાફિઝિકલ ટેસ્ટ, લેખિત પરીક્ષાના આધારે
    અરજી ફી

    અરજી માટે રૂ. 100 ફી ચૂકવવા પાત્ર છે. જોકે, મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકલાંગ વ્યક્તિઓ (PwD) અને અનામત માટે પાત્ર ભૂતપૂર્વ સૈનિકો (ESM)ના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

    અરજી કરવાની અંતિમ તારીખ30-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    આ પણ વાંચો :  GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 3137 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    SSC MTS and Havildar Recruitment 2022: અરજી ફી

    અરજી માટે રૂ. 100 ફી ચૂકવવા પાત્ર છે. જોકે, મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), વિકલાંગ વ્યક્તિઓ (PwD) અને અનામત માટે પાત્ર ભૂતપૂર્વ સૈનિકો (ESM)ના ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર