SSC Constable GD Recruitment 2021 Registration Process: SSC GD કોન્સ્ટેબલની ભરતી, 25,271 જગ્યા માટે 10 પાસ ઉમેદવારોને તક

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ નોકરની ભરતી બહાર પાડવાાં આવી છે.

SSC Constable GD 25271 Vacancies Notification Released, Registration Start: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એસએસસી જીડી કૉન્સ્ટેબલરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો વેબસાઇટ પરથી 31 ઑગસ્ટ સુધી એપ્લાય કરી શકે છે.

  • Share this:
    Sarkari Naukri 2021: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એસએસસી જીડી કૉન્સ્ટેબલની 25271 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીનું જાહેરાનામું બહાર પડી ગયું છે. આ પદ માટે ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. એપ્લિકેશન માટેની પ્રક્રિયા 17મી જુલાઈથી શરૂ થઈ ગઈ છે. આ સરકારી નોકરી વાંચ્છુક ઉમેદવારો એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in પરથી એપ્લિકેશન કરી શકે છે.

    શૈક્ષણિક યોગ્યતા

    આ સરકારી નોકરી માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ છે. જે ઉમેદવારો ધોરણ 10 પાસ કરી ચુક્યા છે તેઓ આ નોકરી માટે લાયક છે બાકી વધુ વિગતો વેબસાઇટ પર ટાંકવામાં આવી છે.

    આ પદ ભરાશે

    આ નોકરીના માધ્યમથી પસંદ થનારા કોન્સ્ટેબલોને દિલ્હી પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA), સચિવાલય સુરક્ષા દળ (SSF) અને આસામ રાઇફલન્સના મળીને 25271 પદ પર ભરતી કરવામાં આવશે.

    ઉમર મર્યાદા

    આ સરકારની નોકરી મેળવવા માંગતા ઉમેદવારોની ઉંમર આ તારીખોની વચ્ચે 18 વર્ષથી લઈને 23 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. જ્યારે ઓબીસી ઉમેદવારોની ઉંમર મર્યાદા 3 વર્ષ વધારે અને એસસી અને એસટી વર્ગના ઉમેદવારોની મર્યાદા પાંચ વર્ષ વધારે હોવી અનિવાર્ય છે.

    પસંદગી પ્રક્રિયા

    આ સરકાર નોકરી માટે ઉમેદવારોની પસંદગી સીબીટી પરીક્ષા, પીટીઈ પરીક્ષા અને પીએસટી પરીક્ષાના આધારે કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમય દરમિયાન બહાર પાડવામાં આવેલી કેન્દ્ર સરકારની આ સૌથી મોટી ભરતી પૈકીની એક કહી શકાય છે.

    મહત્ત્વપૂર્ણ તારીખ

    આ નોકરી માટે એપ્લિકેશન શરૂ થવાની તારીખ : 17 જુલાઈ 2021
    ઓનલાઇન એપ્લિકેશન કરવાની અંતિમ તારખી : 31 ઑગસ્ટ 2021
    ઑનલાઇન એપ્લિકેશનની ફી ભરવાની અંતિમ તારીખ 2 સપ્ટેમ્બર 2021,
    ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in

    અહીંયા ક્લિક કરીને નોટિફિકેશન તપાસો
    Published by:Jay Mishra
    First published: