Home /News /career /SSC CGL 2022: પરીક્ષાનું મહત્વપૂર્ણ નોટિફિકેશન, અરજી કરતા પહેલા ખાસ ધ્યાન રાખો

SSC CGL 2022: પરીક્ષાનું મહત્વપૂર્ણ નોટિફિકેશન, અરજી કરતા પહેલા ખાસ ધ્યાન રાખો

Tata Tiago EV ઈલેક્ટિક કારનું લોન્ચીંગ

SSC CGL 2022 Notification: SSC દ્વારા CGL 2022 સંબંધિત મહત્વપૂર્ણ સૂચના બહાર પાડવામાં આવી છે. આ નોટિફિકેશનમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીની તમામ માહિતી આપવામાં આવી છે.

    SSC CGL 2022 Notification: સ્ટાફ સિલેકશન કમિશન (SSC)એ તેની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર SSC CGL 2022 માટે સૂચના જાહેર કરી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, કમિશને ઉમેદવારોને છેલ્લા સમય પહેલા તેમનું અરજીપત્રક સબમિટ કરવા જણાવવામાં આવ્યું છે. જેથી, કરીને છેલ્લી ઘડીની કોઈપણ મુશ્કેલી ટાળી શકાય. અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર રાખવામાં આવી છે. આ બાબતે પંચે કહ્યું હતું કે, અરજીની છેલ્લી તારીખ કોઈપણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં.

    યોગ્યતાની ખાતરી:

    SSC દ્વારા ઉમેદવારોને સૂચના દ્વારા ફોર્મ ભરવા અને તેમની યોગ્યતાની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે તેમની પાસે વિવિધ પોસ્ટ માટે જરૂરી તમામ દસ્તાવેજો પણ હોવા જોઈએ. પરીક્ષા સમયે પાત્રતા અને અન્ય પાસાઓ માટે અરજીઓની કોઈ ચકાસણી કરવામાં આવશે નહીં અને તેથી ઉમેદવારોની કામચલાઉ પસંદગી કરવામાં આવશે.

    યોગ્ય દસ્તાવેજોની ચકાસણી:

    SSC મુજબ “EQ/જાતિ/શ્રેણી વગેરે પ્રમાણપત્રો/દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ, જો અરજીમાં કરાયેલા કોઈપણ દાવાઓ માન્ય પ્રમાણપત્રો/દસ્તાવેજો દ્વારા પ્રમાણિત ન હોય, તો ઉમેદવારની ઉમેદવારી વપરાશકર્તા વિભાગો / સંસ્થાઓ દ્વારા રદ/અસ્વીકાર કરવામાં આવશે આવા સંજોગોમાં, ઉમેદવાર તેના માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે અને આયોગની કોઈ જવાબદારી રહેશે નહીં. આ સંબંધમાં પોસ્ટ, ફેક્સ, ઈમેલ, હેન્ડ વગેરે દ્વારા કોઈપણ સ્વરૂપમાં મળેલી કોઈપણ ફરિયાદને પંચ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને તેને ટૂંકમાં ફગાવી દેવામાં આવશે."

    વિવિધ પોસ્ટ્સ અને વિભાગો માટે ઓપ્શન એન્ટ્રી દરમિયાન, ઉમેદવારોને પૂછવામાં આવશે કે તેઓ કઈ પોસ્ટને પહેલા પસંદ કરવા માગે છે, જે અંતિમ પરિણામ પહેલા હશે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, "જો ઉમેદવાર કોઈપણ પોસ્ટ અને મંત્રાલય/વિભાગ/સંસ્થા માટે તેની પસંદગીનો ઉલ્લેખ નહીં કરવામાં આવે તો, તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં."
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Exam, SSC RESULT, શિક્ષણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन