Home /News /career /SSC CGL 2021-22: કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી, ચેક કરો નોટિફિકેશન

SSC CGL 2021-22: કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં બમ્પર ભરતી, ચેક કરો નોટિફિકેશન

SSC CGL Notification : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ વિભાગોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

SSC CGL 2021 – 2022 Notification : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવામાં આવતા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL 2021-22)નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

SSC CGL 2021 – 2022 Notification : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવામાં આવતા કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL 2021-22)નું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો એસએસટીની વેબસાઇટ ssc.nic.in પર જઈને આ નોટિફિકેશ જોઈ શકે છે. એસએસસી સીજીએલ 2021ની ટીયર-1 પરીક્ષા એપ્રિલે 2022માં યોજાશે. ભારત સરકારના વિવિધ મંત્રાલયો, સંગઠનો, વિભાગોમાં ખાલી પડેલા ગ્રુપ-બી અને ગ્રુપ સીના પદો માટે આ ભરતી પરીક્ષા યોજાશે.

આ પોસ્ટ માટે થશે ભરતી  : SSC CGL 2021 – 2022 સીજીએલ દ્વારા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, આસિસ્ટન્ટ ઇનકમટેક્સ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સાઇઝ, ઇન્સ્પેક્ટર પ્રિવેન્ટિવ, ઇન્સ્પેક્ટર એક્ઝામિનર, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, સબ ઇન્સપેક્ટર (સીબીઆઈ), ઇન્સ્પેક્ટર (ટપાલ વિભાગ અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ), આસિસ્ટન્ટ / સુપરિટેન્ડન્ટ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર, ઓડિટર, સિનિયર સેક્રેટેરિએટ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ વગેરે પોસ્ટ પર આ ભરતી થશે.

ઉંમર મર્યાદા

આ નોકરી માટે ઉંમર મર્યાદા કેટલીક પોસ્ટ માટે 27 વર્ષ, કેટલીક પોસ્ટ માટે 30 વર્ષ અને કેટલીક પોસ્ટ માટે 32 વર્ષ નક્ક કરવામાં આવી છે. ઉંમર મર્યાદામાં 5 વર્ષની છૂટ અનામત કેટેગરીના ઉમેદવારોને આપવામાં આવે છે.

શૈક્ષણિક લાયકાત

જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર અને સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-2ની પરીક્ષા સિવાયની તમામ ભરતીઓ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ નોકરી માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો : BMRCL Recruitment 2022: એન્જિનિયરો માટે ભરતી, રૂ. 1.65 લાખ મળશે પગાર

એપ્લિકેશન ફી

સામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે 100 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવે છે જ્યારે દિવ્યાંગ, એસસીટ, એસટી અને મહિલા વર્ગને કોઈ પણ પ્રકારની ફી ચુકવવી પડતી નથી.

ભરતીની ટૂંકી વિગતો
ભરતી બહાર પાડનાર સંસ્થાસ્ટાફ સર્વિસ કમિશન (SSC)
શૈક્ષણિક લાયકાતજુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર અને સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-2ની પરીક્ષા સિવાયની તમામ ભરતીઓ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ નોકરી માટે અરજી કરી શકે છે.
અરજી કરવાની ફીસામાન્ય અને ઓબીસી ઉમેદવારો માટે 100 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવે છે જ્યારે દિવ્યાંગ, એસસીટ, એસટી અને મહિલા વર્ગને નિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ23-1-2022
ઓનલાઇન ફી ભરવાની અંતિમ તારીખ25-1-2022
ભરતીનું નોટિફિકેશન જોવા માટેઅહીંયા ક્લિક કરો



પસંદગી પ્રક્રિયા

ટીયર-1, ટીયર-2, ટીયર-3 પરીક્ષામાં પસંદગી પરિણામના આધારે કરવામાં આવે છે. જ્યારે ટીયર-1 અને ટીયર-2માં કમ્પ્યુટર બેઝ્ડ એક્ઝામ પણ યોજાશે. ટીયર-3 પેન અને પેપર મોડ પર યોજાશે જ્યારે ટીયર-4 પરીક્ષા સ્કિલ ટેસ્ટ હશે.

મહ્ત્ત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન એપ્રિકેશનની અંતિમ તારીખ 23 જાન્યુઆરી 2022 (રાત્રિના 11.30) વાગ્યા સુધી

આ પણ વાંચો : SBI Recruitment : SBI CBOની 1226 પોસ્ટ પર આવી બંપર ભરતી, 36,000 પગારથી થશે શરૂઆત

ઓનલાઇન એપ્લિકેશનની ફી : 25 જાન્યુઆરી 2022 (રાત્રે 11.30) વાગ્યા સુધી
ઓફલાઇન ચલાન જમા કરાવવાની અંતિમ તિથી 26 જાન્યુઆરી 2022 રાત્રએ 11.30 વાગ્યા સુધી
ફી જમા કરાવવાની અંતિમ તારીખ (27 જાન્યુઆરી 2022)
ટીયર-1 પરીક્ષા એપ્રિલ 2022
First published:

Tags: Sarkari Naukri, એસએસસી, કેરિયર