SSA Recruitment : ર્વ શિક્ષા અભિયાન ( SSA Gujarat Recruitment) ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધી અરજી કરી શકે છે.
SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાન (SSA Recruitment 2022) ગુજરાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટિંગ ઓફિસર આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ટૂંકી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. આ નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, કુલ 62 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો www.ssagujarat.org પરથી ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક અને નોટિફીકેશનના આધારે અરજી કરવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ 13-5-2022 છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. રસ ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ચકાસી અને અરજી કરી શકે છે.
આપને જણાવી દઇએ કે, મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) અને એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન)ની પોસ્ટ માટે માત્ર મહિલા ઉમેદવારોની જ અરજી સ્વીકારવામાં આવશે.
- હવે એપ્લિકેશન સબમિટ કરો. ભવિષ્યમાં રેફરન્સ માટે અરજીની એક પ્રિન્ટ તમારી પાસે અવશ્ય રાખો.
ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર