Home /News /career /

SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાનમાં 62 જગ્યાની ભરતી, 20,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાનમાં 62 જગ્યાની ભરતી, 20,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

SSA Gujarat Recruitment : સર્વ શિક્ષા અભિયાન ગુજરાતમાં ભરતી, અહીંથી કરી શકો છો અરજી

SSA Recruitment 2022 : સર્વ શિક્ષા અભિયાન ( SSA Gujarat Recruitment) ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધી અરજી કરી શકે છે.

    SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાન (SSA Recruitment 2022) ગુજરાતે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર, ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટિંગ ઓફિસર આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર અને અન્ય વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ટૂંકી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. આ નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર, કુલ 62 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો www.ssagujarat.org પરથી 2 મે, 2022થી બપોરે 2 વાગ્યાથી 13 મે, 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ પોસ્ટ માટે કોઇ પણ કૂરિયર દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે.

    SSA Gujarat Recruitment 2022: આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

    પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર – સેકન્ડરી એજ્યુકેશન - 16 પોસ્ટ

    મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરીંગ) – 2 પોસ્ટ

    મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) – 4 પોસ્ટ

    મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (જીલ્લા હિસાબી અધિકારી) – 6 પોસ્ટ

    મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એમઆઇએસ) -3 પોસ્ટ

    મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ) – 7 પોસ્ટ

    મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (આઇઇડી કો-ઓર્ડીનેટર) – 1 પોસ્ટ

    એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ- એજ્યુકેશન) – 2 પોસ્ટ

    બ્લોક એમઆઇએસ કો-ઓર્ડીનેટર – 21 પોસ્ટ

    આપને જણાવી દઇએ કે, મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) અને એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન)ની પોસ્ટ માટે માત્ર મહિલા ઉમેદવારોની જ અરજી સ્વીકારવામાં આવશે.

    SSA Gujarat Recruitment 2022: શું રહેશે શૈક્ષણિક લાયકાત?

    વિગતવાર શૈક્ષણિક લાયકાત અને જરૂરી અનુભવ વિશેની વિગતો અને વિગતવાર નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યા પછી અપડેટ કરવામાં આવશે.

    SSA Gujarat Recruitment 2022: કઇ રીતે કરવામાં આવશે પસંદગી?

    SSA ગુજરાત માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. વિગતવાર પસંદગી પ્રક્રિયા વિશે પણ ટૂંક સમયમાં તમામ અપડેટ આપવામાં આવશે.

    SSA Gujarat Recruitment 2022: કેટલો મળશે પગાર?

    SSA ગુજરાત ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને રૂ. 12000થી 20000 પ્રતિ મહિને ચૂકવણી કરવામાં આવશે.

    આ પણ વાંચો : ONGC Recruitment 2022: ONGCમાં સલાહકારની જગ્યાઓ માટે ભરતી, અહીંથી કરો અરજી

    નોકરીની ટૂંકી વિગતો



































    જગ્યા62
    લાયકાતસંપૂર્ણ નોટિફીકેશન જાહેર થયા પછી જાણી શકાશે
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનોટિફીકેશન જાહેર થયા બાદ જાણી શકાશે.
    અરજી શરૂ થવાની તારીખ2-5-2022
    અરજી કરવાની અંતિમ તારીખ13-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    SSA Gujarat Recruitment 2022: કઇ રીતે કરશો અરજી?

    - નોટિફીકેશન રીલીઝ થયા બાદ સૌ પ્રથમ SSAની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ.

    - હોમ પેજ પર તમને એપ્લિકેશન લિંક જોવા મળશે.

    - ત્યાર બાદ એપ્લિકેશન ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022 : ગૌણ સેવા પસંદગી મંડળની 3137 જગ્યાની ભરતી, આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

    - હવે એપ્લિકેશન સબમિટ કરો. ભવિષ્યમાં રેફરન્સ માટે અરજીની એક પ્રિન્ટ તમારી પાસે અવશ્ય રાખો.

    ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક નકલ, પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર