Home /News /career /SAI Recruitment 2022 : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 50 જગ્યાની ભરતી, 60,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
SAI Recruitment 2022 : સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 50 જગ્યાની ભરતી, 60,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તક
SAI Recruitment 2022 : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 50 યંગ પ્રોફેશનલ્સની ભરતીની જાહેરાત અહીંથી કરો અરજી
SAI Recruitment 2022 : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) દ્વારા 50 જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, આ નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 12-5-2022 છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
SAI Recruitment 2022 : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (The Sports Authority of India) એટલે કે એસએઆઈ (SAI)માં નોકરીની તક છે. એસએઆઈના સમગ્ર દેશમાં અને દિલ્હી હેડક્વાર્ટર્સમાં વિવિધ એસએઆઈ કેન્દ્રો માટે કરારના આધારે યંગ પ્રોફેશનલ (જનરલ મેનેજમેન્ટ) (Young Professionals) (General Management) તરીકે કન્સલ્ટન્સી પૂરી પાડવા માટે લાયકાત ધરાવતા અને મોટિવેટેડ ઉમેદવારો પાસેથી અરજીઓ (applications from eligible candidates) મંગાવવામાં આવી છે. આ નોકરી કોન્ટ્રાક્ટ આધારિત છે અને નોકરીનો કરાર શરૂઆતમાં બે વર્ષના સમયગાળા માટે હશે. આ કરારને બાદમાં એક વર્ષ માટે વધારી શકાશે. આ માટે અરજી ફોર્મ સાથે ભરતીની વિગતો SAI વેબસાઇટ http://sportsauthorityofindia.nic.in. પર ઉપલબ્ધ છે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ ગુરૂવારે 12-5-2022ના રોજ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાન લિંક અને નોટિફીકેશનની લિંક નીચે ટેબલમાં આપેલી છે. રસ ધરાવતા ઉમેદવારો સીધા અરજી કરી શકે છે.
SAI Recruitment 2022 ભરતી અંગેની માહિતી
આ ભરતી અભિયાન હેઠળ એસએઆઈ દ્વારા કુલ 50 જગ્યાઓ પર યંગ પ્રોફેશનલ્સ (જનરલ મેનેજમેન્ટ)ની ભરતી કરવામાં આવશે.
SAI Recruitment 2022 લાયકાતના માપદંડ
યંગ પ્રોફેશનલ્સની જગ્યા પર નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી (2 વર્ષ) હોવી જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત ક્ષેત્રમાં અનુભવ પણ જરૂરી છે.
આ નોકરી માટે પસંદગી પામનાર ઉમેદવારને મહિને રૂ. 40,000થી રૂ, 60,000 જેટલો પગાર મળશે.
નોકરી માટેની શરતો
આ નોકરી કોન્ટ્રાક્ટ આધારિત છે અને નોકરીનો કરાર શરૂઆતમાં બે વર્ષના સમયગાળા માટે હશે. આ કરારને બાદમાં એક વર્ષ માટે વધારી શકાશે.
SAI Recruitment 2022 કઈ રીતે કરવી અરજી?
આ નોકરી માટે ઉમેદવારે લિંક https://sportsauthorityofindia.nic.in/saijobs દ્વારા જ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અન્ય કોઈપણ મોડ દ્વારા પ્રાપ્ત કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
- સૌપ્રથમ અરજી પ્રક્રિયા શરુ કરવા માટે https://sportsauthorityofindia.gov.in/sai/ની મુલાકાત લો.
- પેજના અંતમાં job opportunities પર ક્લિક કરો.
- તે પેજ પર job notification PDF શોધો.
- ત્યારબાદ નોટિફિકેશનને ધ્યાનથી વાંચો.
- લિંક પર ક્લિક કરો અને નોટિફિકેશન પીડીએફ સાથે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
- એસઆઈએ દ્વારા આ પોસ્ટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે 27 એપ્રિલ, 2022થી શરૂ કરી દેવાયું છે. - જ્યારે ઓનલાઇન અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ 12 મે, 2022 છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર