Home /News /career /SAI Recruitment 2022 : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 50 જગ્યાની ભરતી, રૂપિયા 60,000 સુધી મળશે પગાર

SAI Recruitment 2022 : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં 50 જગ્યાની ભરતી, રૂપિયા 60,000 સુધી મળશે પગાર

SAI Recruitment 2022 : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 50 યંગ પ્રોફેશનલ્સની ભરતીની જાહેરાત અહીંથી કરો અરજી

Sports Authority of India Recruitment : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI Recruitment ) 50 યંગ પ્રોફેશન્લની ભરતીની જાહેરાત બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

    SAI Recruitment 2022  : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (The Sports Authority of India) એટલે કે એસએઆઈ (SAI)માં નોકરીની તક છે. એસએઆઈના સમગ્ર દેશમાં અને દિલ્હી હેડક્વાર્ટર્સમાં વિવિધ એસએઆઈ કેન્દ્રો માટે કરારના આધારે યંગ પ્રોફેશનલ (જનરલ મેનેજમેન્ટ) (Young Professionals) (General Management) તરીકે કન્સલ્ટન્સી પૂરી પાડવા માટે લાયકાત ધરાવતા અને મોટિવેટેડ ઉમેદવારો પાસેથી અરજીઓ (applications from eligible candidates) મંગાવવામાં આવી છે. આ નોકરી કોન્ટ્રાક્ટ આધારિત છે અને નોકરીનો કરાર શરૂઆતમાં બે વર્ષના સમયગાળા માટે હશે. આ કરારને બાદમાં એક વર્ષ માટે વધારી શકાશે. આ માટે અરજી ફોર્મ સાથે ભરતીની વિગતો SAI વેબસાઇટ http://sportsauthorityofindia.nic.in. પર ઉપલબ્ધ છે.  આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 12-5-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો  નીચે્ ટેબલમાં આપવામાં આવેલી લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની લિંક અને જાહેરાતની લિંક આપવામાં આવી છે.

    SAI Recruitment 2022  ભરતી અંગેની માહિતી

    આ ભરતી અભિયાન હેઠળ એસએઆઈ દ્વારા કુલ 50 જગ્યાઓ પર યંગ પ્રોફેશનલ્સ (જનરલ મેનેજમેન્ટ)ની ભરતી કરવામાં આવશે.

    SAI Recruitment 2022  લાયકાતના માપદંડ

    યંગ પ્રોફેશનલ્સની જગ્યા પર નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી (2 વર્ષ) હોવી જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત ક્ષેત્રમાં અનુભવ પણ જરૂરી છે.

    SAI Recruitment 2022  નોકરી માટેની વયમર્યાદા

    યંગ પ્રોફેશનલ્સ (જનરલ મેનેજમેન્ટ)ની પોસ્ટ પર અરજી કરવા માટે વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

    આ પણ વાંચો : GSSSB Recruitment 2022: ગૌણ સેવા પસંદગી મંડળ સિનિયર ક્લાર્ક CPT અંગે અગત્યની સૂચનાઓ, જાણો સંભવિત તારીખો

    SAI Recruitment 2022   નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા50
    શૈક્ષણિક લાયકાતમાન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી (2 વર્ષ)
    પસંદગી પ્રક્રિયાશૈક્ષણિક લાયકાત અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ12-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    SAI Recruitment 2022  પગારધોરણ કેટલું?

    આ નોકરી માટે પસંદગી પામનાર ઉમેદવારને મહિને રૂ. 40,000થી રૂ, 60,000 જેટલો પગાર મળશે.

    નોકરી માટેની શરતો

    આ નોકરી કોન્ટ્રાક્ટ આધારિત છે અને નોકરીનો કરાર શરૂઆતમાં બે વર્ષના સમયગાળા માટે હશે. આ કરારને બાદમાં એક વર્ષ માટે વધારી શકાશે.

    SAI Recruitment 2022  કઈ રીતે કરવી અરજી?

    આ નોકરી માટે ઉમેદવારે લિંક https://sportsauthorityofindia.nic.in/saijobs દ્વારા જ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અન્ય કોઈપણ મોડ દ્વારા પ્રાપ્ત કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

    - સૌપ્રથમ અરજી પ્રક્રિયા શરુ કરવા માટે https://sportsauthorityofindia.gov.in/sai/ની મુલાકાત લો.

    - પેજના અંતમાં job opportunities પર ક્લિક કરો.

    - તે પેજ પર job notification PDF શોધો.

    - ત્યારબાદ નોટિફિકેશનને ધ્યાનથી વાંચો.

    - લિંક પર ક્લિક કરો અને નોટિફિકેશન પીડીએફ સાથે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.

    આ પણ વાંચો : LRD Answer Key: એલઆરડી ભરતીના ઉમેદવારો માટો અગત્યની સૂચનાઓ, ફાઈનલ આન્સર કી નહીં બદલે

    SAI Recruitment 2022 અરજી માટે છેલ્લી તારીખ

    - એસઆઈએ દ્વારા આ પોસ્ટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે 27 એપ્રિલ, 2022થી શરૂ કરી દેવાયું છે.
    - જ્યારે ઓનલાઇન અરજી સબમિટ કરવાની અંતિમ તારીખ 12 મે, 2022 છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन