Home /News /career /SPIPA Admission: UPSCની પરીક્ષા માટે તાલીમ લેવા ઈચ્છતા ગુજરાતના ઉમેદવારો માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ વિગતો

SPIPA Admission: UPSCની પરીક્ષા માટે તાલીમ લેવા ઈચ્છતા ગુજરાતના ઉમેદવારો માટે સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ વિગતો

સ્પીપામાં પ્રવેશ

SPIPA Admission for UPSC exam Training: યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2023 (IAS, IFS, IPS etc.)ની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ 2022-23 માટેની પ્રવેશ પરીક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

Jobs and career: ગુજરાત સહિત દેશમાં સરકારી નોકરીઓ માટેની અલગ અલગ સુવર્ણ તક મળતી રહે છે. પરંતુ આવી નોકરીઓ માટે પરીક્ષાઓ લેવાતી હોય છે. આમ યુ.પી.એસ.સી દ્વારા પણ સિવિલ સર્વિસીઝની પરીક્ષાઓ લેવાતી હોય છે. ત્યારે યુપીએસસી દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોક પ્રકાશન સંસ્થા (સ્પીપા) અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2023 (IAS, IFS, IPS etc.)ની તૈયારી માટે પ્રશિક્ષણ વર્ગ 2022-23 માટેની પ્રવેશ પરીક્ષા માટે સ્પીપા દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારોએ વેબસાઈટ ઉપર તા.5 જુલાઈ 2022 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

મહત્વની વિગત
સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે તાલીમકેન્દ્ર દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનારા તાલીમાર્થીઓની સંખ્યા ફાળવેલા સંખ્યાબળની વિગતનો ઉલ્લેખ જાહેર કરવામાં આવ્યો નથી. તેન જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરીણામની સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોને નોંધ લેવાની રહેશે.
UPSC પરીક્ષાIAS,IPS,IFS.. વગેરે
અરજી કરવાની છેલ્લી તારીખ5 જુલાઈ 2022 રાતના 23.59 વાગ્યા સુધી
વયમર્યાદાવધુમાં વધુ 32 વર્ષ
શૈક્ષણીક લાયકાતમાન્ય યુનિવર્સિટીથી સ્નાતક કરેલું હોવું જોઈએ
પ્રવેશ પરીક્ષા ફીરૂ.100થી રૂ300 સુધી
નોટિફિકેશનનોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
ક્યાં અરજી કરવીઅરજી કરવા માટે અહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત અને પ્રાત્રતા
A- શૈક્ષણિક લાયકાતઃ- કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્પાપિત માન્ય યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ.

B- જે ઉમેદવારો સ્થાનક કક્ષાના છેલ્લા વર્ષના છેલ્લા સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકે છે.

C- ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ

D- આ તાલીમમાં જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્થાનિક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલી હોય અથવા પહેલી ઓગસ્ટ, 2022 પહેલાં ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલો હોય અને હાલ ગુજરાતમાંથી સ્થાયી હોય તેવા ઉમેદવારો આ તાલીમવર્ગમાં દાખલ અથવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં અરજી કરી શકશે.

E-જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોનાં કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સંબંધિત જાતિ પ્રમાણપત્રો, સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારનું નોન-ક્રીમીલેયર સર્ટીફિકેટ, આર્થિક રીતે નબળાં વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર તથા અન્ય તમામ ડોક્યુમેન્ટ્સ સંસ્થા દ્વારા જે તારીખે રજૂ કરવા જણાવવામાં આવે તે તારીખની સ્થિતિએ સરકારની પ્રવર્તમાન સૂચનાઓ અનુસંધાને ધ્યાનમાં લેવામાં આવશે.

નોટિફિકેશનની સંપૂર્ણ માહિતી



વયમર્યાદા
- ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી
- બિનઅનામત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર તશે
- સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે
- અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
- અંધ ઉમેદવાર અને શારીરિક વિકલાંગ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

આ પણ વાંચોઃ-Railway Recruitment 2022: ભારતીય રેલવેમાં 10મું પાસને પરીક્ષા વગર મળી શકે છે નોકરી, ફટાફટ કરો અરજી

પ્રવેશ પરીક્ષા ફી
તમામ કેટેગરીના તમામ ઉમેદવારો પ્રવેશ પરીક્ષાની ફી ભરવી ફરજિયાત છે. અન્યથા પ્રવેશ પરીક્ષામાં બેશી શકાશે નહીં પ્રવેશ પરીક્ષા ફી Non Refundable છે.
સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 300 રૂપિયા ભરવાના રહેશે
અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિકોએ પરીક્ષા ફી પેટે 100 રૂપિયા ભરવાના રહેશે.
પ્રવેશ પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારે અહીં ક્લિક કરીને  ભરવાની રહેશે.

પ્રવેશ પરીક્ષા 2022 માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને પ્રવેશ પરીક્ષા ફી ભરવા અંગેના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર 1800-233-5500 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચોઃ-SBI Recruitment 2022: SBIમાં પરીક્ષા વગર જ નોકરી માટે અંતિમ તક, આજે છેલ્લી તારીખ

પ્રવેશ પરીક્ષા
A- સ્પીપાની પ્રવેશ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે જે નીચે મુજબ છે

1- પ્રથમ તબક્કાની પરીક્ષાનું હેતુલક્ષી પરીક્ષા રહેશે.
પેપર-1 સામાન્ય અભ્યાસ માટે-1
પેપર- 2 સામાન્ય અભ્યાસ-2
2- દ્વિતીય તબક્કાની નિબંધ કસોટી રહેશે.

અરજી કરવાની રીત
ઓનલાઈન અરજીપત્રક ભરવા માટે ઉમેદવારો સંપૂર્ણ વિગત માટે અહીં ક્લિક કરો 
First published:

Tags: Career News, Jobs and Career, Sarkari Naukri, Sarkari Naukri 2022