Home /News /career /Railway Sarkari Naukri 2022: રમતવીરો માટે સુવર્ણ તક, રેલવેમાં ભરતી માટે જાહેરાત; 4 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

Railway Sarkari Naukri 2022: રમતવીરો માટે સુવર્ણ તક, રેલવેમાં ભરતી માટે જાહેરાત; 4 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

રેલવેમાં ભરતી

Railway Sarkari Naukri 2022 : સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાનો માટે ખાસ તક. પશ્ચિમ રેલવેના ભરતી સેલએ 12 પાસ અને સ્નાતક યુવાનો માટે ભરતીની સૂચના જાહેર કરી છે. આ માટે તેમની પાસે સ્પોર્ટસ ક્વોટા હોવો જરૂરી છે. ઈચ્છુક ઉમેદવાર 4 ઓક્ટોબર સુધી માન્ય દસ્તાવેજો સાથે www.rrcwr.com પર સરકારી નોકરી માટે અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દેશના યુવાનોમાં સરકારી નોકરીને લઈને ઘણું જ આકર્ષણ હોય છે. દરેક વર્ષે લાખો વ્યક્તિઓ સરકારી નોકરી માટે જાહેર કરવામાં આવેલી સૂચનાઓને જોઈને નોકરી માટે અરજી કરતા હોય છે. જો તમે 12 પાસ અથવા સ્નાતક છો તો રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરી શકો છો.

    4 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે


    પશ્ચિમ રેલવેના ભરતી સેલ (આરઆરસી)એ અલગ-અલગ હોદ્દાઓ માટે રોજગાર સમાચાર પત્ર (10થી 16 સપ્ટેમ્બર)માં સૂચના જાહેર કરી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર આ હોદ્દાઓ માટે 4 ઓક્ટોબર 2022 સુધી અથવા તે પહેલા અરજી કરી શકે છે. સ્પોર્ટ ક્વોતા હેઠળ આ ભરતી કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ  વેસ્ટર્ન રેલ્વેમાં બમ્પર ભરતી, 92 હજાર રૂપિયા પગાર

    રેલવેમાં સરકારી નોકરી માટે જરૂરી લાયકાત


    રેલવે ભરતી સૂચનામાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, ઉમેદવાર પાસે 12 પાસ/સ્નાતકની ડિગ્રી હોવો અનિવાર્ય છે. જે ખેલાડીઓએ 01/04/2020થી 30/08/2022 સુધી ચેમ્પિયનશિપમાં રમતગમતની સિદ્ધિ પાત્રતાના માપદંડ પ્રાપ્ત કર્યા છે અને સક્રિય છે, તો તે આ નોકરી માટે અરજી કરી શકે છે. આ ભરતી સ્પોર્ટ ક્વોટા હેઠળ થવાની છે.

    આ પણ વાંચોઃ UPSCએ બહાર પાડી 54 પદો પર ભરતી, વાંચો સંપૂર્ણ વિગતો

    આ ખેલાડીઓને મળશે પ્રાથમિકતા


    આ ભરતી કુશ્તી, પાવરલિફ્ટિંગ, નિશાનેબાદી, કબડ્ડી, જિમ્નાસ્ટીક, ક્રિકેટ, બેડમિન્ટન અને હોકી ખેલાડીઓ માટે છે. જે ઉમેદવાર કોઈ પણ વિષયમાં સ્નાતક છે અથવા 12 પાસ છે, તે આ રેલવે ભરતી માટે અરજી કરી શકે છે. આ ઉમેદવારો પાસે જણાવેલ ક્ષેત્રમાં રમતગમતની સિદ્ધિઓ હોવી જોઈએ. ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે.

    રેલવે નોકરી માટે કેવી રીતે અરજી કરવી?


    આ નોકરી માટે ઈચ્છુક ઉમેદવાર RRCની સત્તાવાર વેબસાઈટ- https://www.rrcwr.com પર ઓનલાઈન અરજી કરી શકે છે. રજિસ્ટ્રેશનના સમયે ઉમેદવારો પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જે ઉમેદવારો પાસે આધાર કાર્ડ નંબર નથી પણ આધાર કાર્ડ માટે નોંધણી કરી છે તેઓ આધાર કાર્ડ સ્લીપ પર આપવામાં આવેલી આધાર એનરોલમેન્ટ આઈડી દાખલ શકે છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Goverment job, Railway recruitment, Sarkari job

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन