Home /News /career /

Sarkari Naukri: ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નોકરીઓ માટે ઉત્તમ તક, આજથી જ કરો અરજી

Sarkari Naukri: ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નોકરીઓ માટે ઉત્તમ તક, આજથી જ કરો અરજી

દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નોકરીઓ

teacher Recruitment 2022: રાજ્યની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કેટેગરી મુજબ સ્પેશિયલ એજ્યુકેટરની (Special Educator) જગ્યાઓની 11 માસના કરાર આધારિત કામગીરી કરાર માટે ભરતી થવાઈ રહી છે.

    કરિયર ડેસ્કઃ સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની શાળાઓમાં (state schools) કલસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નોકરીઓ માટે ઉત્તમ તકની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. રાજ્યની શાળાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કેટેગરી મુજબ સ્પેશિયલ એજ્યુકેટરની (Special Educator) જગ્યાઓની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કામચલાઉ ધોરણે 11 માસના કરાર આધારિત કામગીરી કરાર માટે ભરતી થવાઈ રહી છે.

    રસ ધરાવતા લાયક ઉમેદરાવો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. આ અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 32 વર્ષ સુધીની રહેશે. તમામ જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 32 વર્ષ સુધીની રહેશે.























    મહત્વની માહિતીમહત્વની માહિતી
    અરજી કરવાની તારીખ26/5/2022
    અરજી કરવાની છેલ્લી તારીખ08/06/2022
    અરજી કરવાની લિંકhttp://www,ssagujarat.org
    વયમર્યાદાઅરજીની છેલ્લી તારીખ સુધી 32 વર્ષ

    ઉમેદવારે ઓનલાઈન અરજી http://www.ssagujarat.org વેબસાઈ ઉપર અરજી કરવાની રહે છે. આ માટે ઉમેદવારે માન્ય વેબસાઈટ ઉપર જઈને Recruitment ઉપર ક્લીક કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબ સાઈટ ઉપર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી.

    મહત્વની માહિતી























    જગ્યાનું નામજગ્યાની સંખ્યામાસિક ફિક્સ મહેનતાણું
    સ્પેશિયલ એજ્યુકેટર: cerebral palsy (CP)43રૂ.15,000
    સ્પેશિયલ એજ્યુકેટર : Multiple Disabilities (MD)530રૂ.15,000
    સ્પેશિયલ એજ્યુકેટર : Intellectual Disabilitiews (ID/MR) (માનસિક અશક્તતા)927રૂ.15,000

    આ પણ વાંચોઃ-Gujarat High Court Recruitment: ગુજરાત હાઈકોર્ટમાં પ્રાઇવેટ સેક્રેટરીના પદ માટે ભરતી, રૂ. 1.42 લાખ સુધીનો મળશે પગાર

    સ્ટેટ પ્રોજેક્ટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદૂપરમાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

    આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો ભરતી, છેલ્લી તારીખ નજીકમાં, ફટાફટ ઝડપો તક

    ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલી અરજીની પ્રીન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Government jobs, Jobs, Jobs and Career, Recruitment 2022

    આગામી સમાચાર