Home /News /career /IT Recruitment: સોફ્ટવેર એન્જીનિયરો માટે નોકરીની ઉત્તમ તક, ફ્લીપકાર્ટ-વોલમાર્ટ જેવી કંપનીઓ કરી રહી છે હાયરિંગ
IT Recruitment: સોફ્ટવેર એન્જીનિયરો માટે નોકરીની ઉત્તમ તક, ફ્લીપકાર્ટ-વોલમાર્ટ જેવી કંપનીઓ કરી રહી છે હાયરિંગ
સોફ્ટવેર એન્જીનિયરની ભરતી
Software Engineers Job: આજના ટેક્નિકલ યુગમાં સોફ્ટવેર એન્જિનીયરોની માંગ (Software Engineers Job) ઝડપથી વધી રહી છે. ત્યારે એમેઝોન, ફ્લીપકાર્ટ અને વોલમાર્ટ જેવી કંપનીઓએ આકર્ષક પગાર અને પોઝીશન માટે નોકરીઓ બહાર પાડી છે.
Jobs and Career: જો તમને પ્રોગ્રામિંગ અને આઇટી ક્ષેત્રમાં રસ (Interest in Programming & IT) હોય અને તમારી પાસે સારી લાયકાત અને આવડત હોય તો તમારા માટે દિગ્ગજ કંપનીઓ નોકરીની ઉત્તમ તકો (Jobs in IT Companies) લાવી છે. આજના ટેક્નિકલ યુગમાં સોફ્ટવેર એન્જિનીયરોની માંગ (Software Engineers Job) ઝડપથી વધી રહી છે. ત્યારે એમેઝોન, ફ્લીપકાર્ટ અને વોલમાર્ટ જેવી કંપનીઓએ આકર્ષક પગાર અને પોઝીશન માટે નોકરીઓ બહાર પાડી છે.
ફ્લીપકાર્ટ
સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનીયર – બેંગલોર
- સોફ્ટવેર માટે એલિમેન્ટ્સ ડિઝાઇન કરવા અને બજેટ તૈયાર કરવું.
- નવા વિકલ્પો વિકસાવવા, એક્સ્ટેન્સિબલ લો-કી ડિઝાઇન કોડ બનાવવો.
લાયકાત
- અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને B.Tech, M.Tech કરેલું હોવુ જરૂરી છે.
- SQL, C++, Ruby, Java, Clojure, Scalaમાંથી કોઇ પણ એક લેંગ્વેજનું ઉંડાણપૂર્ણક જ્ઞાન હોવું જોઇએ.
એમેઝોન
સિનિયર સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનીયર – ચેન્નાઈ
- કોડિંગ લેંગ્વેજની જાણકારી.
- વ્યવસાયો અને ડેવલપર્સને વૈશ્વિક સ્તરે તેમના માલ અને ઉપકરણોમાં એલેક્ઝાનો ઉપયોગ કરવા માટે સક્ષમ કરવા.
- ટીમના મેમ્બર્સને માર્ગદર્શન આપવું અને ટેસ્ટ લેવી, કોડ ડોક્યુમેન્ટેશન કરવું અને પ્રોગ્રામ સ્ટ્રક્ચર તૈયાર કરવું.
- સ્ટેક હોલ્ડર્સને ટેક્નિકલ આઇડિયાઓ સમજાવવા.
લાયકાત
- ઉમેદવાર પાસે 4 વર્ષથી વધુનો અનુભવ હોવો જોઇએ.
- કોઇપણ એક સોફ્ટવેર પ્રોગ્રામિંગ લેંગ્વેજની જાણકારી હોવી જોઇએ.
- તમારી પાસે ખૂબ જ સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે અને તાર્કિક અને નિર્ણયાક શક્તિ હોવી જોઇએ.
- તમારા સહકર્મીઓને સતત સારું કામ કરવા પ્રેરણ પૂરી પાડવી.
- તમે કોચિંગ અને ટેક્નિકલ એસોસિએટ્સને મોટિવેટ કરવામાં અને સારી ગુણવત્તાવાળું કામ કરાવવામાં રસ ધરાવતા છો. નવી શૈલીઓ સાથે તમારા પ્લાનને અમલમાં મૂકો અને તમારી ટીમને પ્રેરણા પૂરી પાડો.