Home /News /career /Vaar: સિદ્ધુ મુસેવાલાએ મેળવી છે એન્જિનિયરીંગની ડિગ્રી અને કેનેડામાં મેળવ્યું છે શિક્ષણ

Vaar: સિદ્ધુ મુસેવાલાએ મેળવી છે એન્જિનિયરીંગની ડિગ્રી અને કેનેડામાં મેળવ્યું છે શિક્ષણ

સિદ્ધૂ મૂસેવાલા - ફાઇલ તસવીર

Sidhu Moose Wala EDUCATION: 11 જૂન 1993ના રોજ મૂસામાં સિદ્ધુ મુસેવાલાનો જન્મ થયો હતો. તેમણે પંજાબના માણસામાં આવેલી ગવર્નમેન્ટ મોડેલ સિનિયર સેકન્ડરી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે લુધિયાણામાં ગુરુનાનક દેવ એન્જિનિયરીંગ કોલેજમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ કર્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    ગુરુપરબના અવસરે સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose wala) નું નવું ગીત ‘વાર’ (‘Vaar’) રિલીઝ કરવામાં આવ્યું છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ રિલીઝ થયેલ આ બીજું ગીત છે. આ ગીત તેમની યુ ટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતને માત્ર બે કલાકમાં 22 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. આ ગીતમાં શીખના પરાક્રમ અને બલિદાન વિશે જણાવવામાં આવ્યું છે અને તેમની સરખામણી સિંહ સાથે કરવામાં આવી છે.

    અહીં ઉલ્લેખનિય છે કે, સિદ્ધુ મુસેવાલા બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા. તેમણે પંજાબમાં પ્રાથમિક શિક્ષણ મળ્યું છે. સિદ્ધુ મુસેવાલાના શિક્ષણ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.a

    આ પણ વાંચો:  GSEB Time Table: બોર્ડની પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થશે, ધોરણ-10 અને 12નું ટાઇમ ટેબલ જાહેર

    સિદ્ધુ મુસેવાલાનું શિક્ષણ (Sidhu Moose Wala EDUCATION)


    11 જૂન 1993ના રોજ મૂસામાં સિદ્ધુ મુસેવાલાનો જન્મ થયો હતો. તેમણે પંજાબના માણસામાં આવેલી ગવર્નમેન્ટ મોડેલ સિનિયર સેકન્ડરી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે લુધિયાણામાં ગુરુનાનક દેવ એન્જિનિયરીંગ કોલેજમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ કર્યું છે.

    અબ્રોડ સ્ટડી


    એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ કેનેડા ગયા હતા. પ્રાપ્ત થયેલ રિપોર્ટ્સ અનુસાર સિદ્ધુ મુસેવાલાએ કેનેડાની શેરિડન કોલેજ અને હંબર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે.

    વર્ષ 2016માં ડેબ્યુ કર્યું (SINGING DEBUT IN 2016)


    કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે તેમણે પોતાના ગીત રેકોર્ડ કરવાના શરૂ કર્યા અને ત્યાર બાદ તેઓ છવાઈ ગયા. વર્ષ 2016માં નિંજા ગીત ‘લાયસન્સ’ના ગીતકાર તરીકે તેમના ગાયકી કરિઅરની શરૂઆત થઈ ગયા હતા. વર્ષ 2017માં તેમણે પોતાનું ડ્યુએટ સોન્ગ ‘જી વેગન’ રેકોર્ડ કર્યું. ત્યારબાદ તેમણે અનેક હિટ ગીત ગાયા છે.

    રાજકીય પ્રવાસ (POLITICAL JOURNEY)


    નવેમ્બર 2021માં સિદ્ધુ મુસેવાલા કોંગ્રેસમાં જોડાઈ ગયા. વર્ષ 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેમણે માણસાથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.

    આ પણ વાંચો:  ધો 8 પાસ માટે સરકારી ભરતી, જામનગર કસ્ટમ વિભાગમાં વિવિધ ખાલી જગ્યાઓ, 14 નવેમ્બર છેલ્લી તારીખ

    સિદ્ધુ મુસેવાલા હત્યા


    29 મે 2022ના રોજ માણસા ગામમાં સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala was murder)ની હત્યા કરવામાં આવી હતી. આ પંજાબી ગાયકને શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક લોકો તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તેમનું પહેલું ગીત “SYL" રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતને માત્ર બે દિવસમાં 25 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
    First published:

    Tags: Career and Jobs, Sidhu Moose Wala

    विज्ञापन
    विज्ञापन