SIDBI Recruitment : સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયામાં 25 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક
SIDBI Recruitment : સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયામાં 25 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક
સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI)માં 25 જગ્યા માટે ભરતી
SIDBI Recruitment 2022 : સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI)માં 25 જગ્યાની ભરતી માટેની જાહેરાત બહાર પડી હતી. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે.
SIDBI Recruitment 2022: સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (Small Industries Development Bank of India, SIDBI) દ્વારા વિવિધ પદો પર ભરતી કરવા માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કન્સલ્ટન્ટ CA, ક્રેડિટ એનાલિસ્ટ, રિસ્ક એનાલિસ્ટ, રિસ્ક ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ, કન્સલ્ટન્ટ એન્જિનિયર, ઇન્ફોર્મેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર, ફંડ મેનેજર, ચીફ ઓફિસર અને અન્ય ખાલી પદો પર ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે. ઉમેદવારો દરેક પોસ્ટ માટે અલગ અલગ નોટિફીકેશનને વાંચી અને તેની લાયકાતના આધારે અરજી કરી શકે છે. નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો નોટિફીકેશન ચેક કરી અને ઓનલાઈન અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિ મ તારીખ શનિવારે 21મી મેના રોજ છે, અરજી કરવા માંગતા ઉમેદવારો પોતાની લાયકાત ચકસાવી અરજી કરી શકે છે.
ઉમેદવારોને ઓફર કરવામાં આવેલ CTC નેગોશિએબલ રહેશે. ઉમેદવારની વાર્ષિક CTC અનુભવ, પોસ્ટિંગની જગ્યા વગેરે પર ધારિત રહેશે. લાયકાત ધરાવતા યોગ્ય ઉમેદવારો માટે પગાર બાધાનુ કારમ બનશે નહીં.
યોગ્ય રીતે ભરેલી અરજી (અંગ્રેજી અથવા હિન્દીમાં), બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં યોગ્ય રીતે ભરવામાં આવેલી અરજીમાં માંગવામાં આવેલી તમામ વિગતો, પાસપોર્ટ સાઈઝ ફોટો, શૈક્ષણિક લાયકાત વિશેની વિગતો સાથે અન્ય તમામ જરૂરી વિગતો અને સહી સાથે 21 મે, 2022 સુધીમાં ઓફિશિયલ વેબસાઈટ recruitment.sidbi@gmail.com પર મોકલવાની રહેશે. એપ્લિકેશન ફોરવર્ડ કરતા અગાઉ તેમાં વિષય અને વિગતો સ્પષ્ટ પણે દર્શાવવામાં આવી હોય તે બાબત ધ્યાનમાં રાખવી. આ વિગતોમાં પોસ્ટલ કોડ, પોસ્ટનુ નામ, ઉમેદવારનુ નામ વગેરે વિગતોનો સમાવેશ થાય છે.
ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને પર્સનલ ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પર્સનલ ઈન્ટરવ્યૂ અંગે સમય અને તારીખની જાણકારી ઉમેદવારોને અગાઉથી આપી દેવામાં આવશે.
વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લઈ શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર