Home /News /career /

SGPGI Recruitment 2022: SGPGIમાં 165 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

SGPGI Recruitment 2022: SGPGIમાં 165 જગ્યા પર ભરતી, અહીંથી કરો અરજી

SGPGI Recruitment 2022 : એસજીપીજીઆઈમાં બમ્પર ભરતી, અહીંયાથી કરી શકાશે અરજી

SGPGI Recruitment 2022: સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (Sanjay Gandhi Post Graduate Institute of Medical Science)એ કમ્પ્યુટર આધારિત પરીક્ષા હેઠળ ગ્રુપ 'બી' અને 'સી'માં મેડિકલ ફિઝિસિસ્ટ, ટ્યુટર (કોલેજ ઑફ નર્સિંગ), આસિસ્ટન્ટ ડાયેટિશિયન, રિસેપ્શનિસ્ટ, જુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત બહાર પાડી છે.

વધુ જુઓ ...
    SGPGI Recruitment 2022: સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (Sanjay Gandhi Post Graduate Institute of Medical Science)એ કમ્પ્યુટર આધારિત પરીક્ષા હેઠળ ગ્રુપ 'બી' અને 'સી'માં મેડિકલ ફિઝિસિસ્ટ, ટ્યુટર (કોલેજ ઑફ નર્સિંગ), આસિસ્ટન્ટ ડાયેટિશિયન, રિસેપ્શનિસ્ટ, જુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 25 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકે છે.

    આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 165 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો પાત્રતા, પસંદગીના માપદંડો અને અન્ય વિગતો જાણવા માટે આ આર્ટિકલ અંત સુધી વાંચી શકે છે.

    SGPGI Recruitment 2022: મહત્વની તારીખ

    અરજી કરવાની પ્રારંભિક તારીખ: 25 જાન્યુઆરી, 2022
    અરજી કરવાની અંતિમ તારીખ: 14 ફેબ્રુઆરી, 2022

    SGPGI Recruitment 2022: ખાલી પદો વિશે માહિતી

    મેડિકલ ફિજિસિસ્ટ - 3 પદો
    ટ્યુટર (કોલેજ ઓફ નર્સિંગ) - 8 પદો
    ટેક્નિકલ ઓફિસર ( સિનિયર પરફ્યુઝન) - 3 પદો
    મેડિકલ સોશિયલ સર્વિસ ઓફિસર ગ્રેડ.II - 11 પદો
    આસિસ્ટન્ટ ડાયટિશિયન - 6 પદો
    ફિઝિયોથેરાપિસ્ટ ગ્રેડ -I - 11 પદો
    ફાર્માસિસ્ટ ગ્રેડ III - 14 પદો
    હાઉસ કીપર ગ્રેડ-II - 3 પદો
    રિસેપ્શનિસ્ટ - 18 પદો
    જુનિયર એન્જીનિયર (સિવિલ) -9 પદો
    જુનિયર એન્જીનિયર (ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ) - 4 પદો

    આ પણ વાંચો :  MDL Recruitment 2022: MDLમાં 1500 જગ્યા પર ભરતી, 70,000 સુધી મળશે પગાર

    જુનિયર એન્જીનિયર (એર કંડિશનિંગ વિંગ) - 2 પદો
    જુનિયર એન્જીનિયર (મિકેનિકલ)- 2 પદો
    ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રુપ - C - 14 પદો
    સ્ટોર કીપર કમ પર્ચેસ આસિ. - 15 પદો
    પર્સનલ આસિસ્ટન્ટ - 10 પદો
    સ્ટેનોગ્રાફર - 22 પદો
    ડ્રાઈવર (ઓર્ડિનરી ગ્રેડ) - 10 પદો





    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા165
    લાયકાત

    મોડિકલ ફિજિસિસ્ટ -

    મેડિકલ ફિઝીસિસ્ટ/રેડિયેશન ફિઝીસિસ્ટ /રેડિયોલોજિકલ ફિઝીસિસ્ટ માન્ય યુનિવર્સિટીમાંથી ફિજિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી, પોસ્ટ M.Sc. માન્ય યુનિવર્સિટીમાંથી રેડિયોલોજિકલ/મેડિકલ ફિઝિક્સમાં ડિપ્લોમા અને માન્ય સુસજ્જ રેડિયેશન થેરાપી વિભાગમાં ઓછામાં ઓછા 12 મહિનાની ઇન્ટર્નશિપ

    ટ્યુટર (કોલેજ ઓફ નર્સિંગ) –

    માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી નર્સિંગમાં બી.એસસી અથવા મિડવાઇફ અને સિસ્ટર ટ્યુટર્સ ડિપ્લોમા સાથે રજિસ્ટર્ડ નર્સ

    ટેક્નિકલ ઓફિસર –

    બી.એસસી. પરફ્યુઝનિસ્ટ તરીકે 5 વર્ષનો અનુભવ તાલીમ લીધા પછી માન્યતા પ્રાપ્ત સંસ્થા/એસોસિએશન/ઓથોરિટી દ્વારા એનાયત કરાયેલ પરફ્યુઝન ટેકનોલોજીના સર્ટિફિકેટ સાથેની ડિગ્રી

    મેડિકલ સોશિયલ સર્વિસ ઓફિસર ગ્રેડ.II –

    માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી.

    આસિસ્ટન્ટ ડાયટિશિયન – માન્ય સંસ્થામાંથી ફુડ અને ન્યૂટ્રિશનમાં
    ફિઝિઓથેરાપિસ્ટ ગ્રેડ-I - ફિઝિયોથેરાપીમાં 3 વર્ષનો ડિપ્લોમા સાથે સાયન્સ ઈન્ટરમીટન્ટ.
    ફાર્માસિસ્ટ ગ્રેડ III - માન્ય સંસ્થામાંથી ફાર્મસીમાં ડિપ્લોમા અને 03 વર્ષનો અનુભવ.
    હાઉસ કીપર ગ્રેડ-II - 3 વર્ષના અનુભવ સાથે કેટરિંગ અથવા હોટેલ મેનેજમેન્ટ અથવા હાઉસકીપિંગમાં ડિપ્લોમા
    રિસેપ્શનિસ્ટ - ઉચ્ચ દ્વિતીય વર્ગ સાથે સામાજિક કાર્ય/ સમાજશાસ્ત્ર/
    જર્નાલિઝમ/માસ કોમ્યુનિકેશન/ પબ્લિક રિલેશનમાં સ્નાતક અને મનોવિજ્ઞાનમાં ડિપ્લોમા.
    જુનિયર એન્જીનિયર (સિવિલ) -2 વર્ષના અનુભવ સાથે સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા.
    જુનિયર એન્જીનિયર (ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ) – 2 વર્ષના અનુભવ સાથે ઈલેક્ટ્રિકલ/ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા.
    જુનિયર એન્જીનિયર (એર કંડિશનિંગ વિંગ) – મિકેનિકલ એન્જીનિયરિંગમાં રેફ્રિજરેટર અને એસીના સ્પેશ્યલાઝઈ કોર્સ સાથે ડિપ્લોમા
    જુનિયર એન્જીનિયર (મિકેનિકલ)- 2 વર્ષના અનુભવ સાથે મિકેનિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા.
    ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રુપ - C – 1 વર્ષના અનુભ સાથે ગણિત/ ફિજિક્સ/ સ્ટેટિક્સ+ DOE ડિપ્લોમા (0 લેવલ).
    સ્ટોર કીપર કમ પર્ચેસ આસિ.. – સાયન્સ અથવા કોમર્સમાં ગ્રેજ્યુએટ (55 ટકાથી વધુ) અને મટેરિયલમાં ડિપ્લોમા.
    પર્સનલ આસિસ્ટન્ટ – ગ્રેજ્યુએટ (55 ટકાથી વધુ) સાથે હિન્દી અને અંગ્રેજીમાં 80 w.p.m સ્ટેનોગ્રાફી અને 40/35 w.p.m હિન્દી અને અંગ્રેજીમાં ટાઈપિંગ સાથે જ 3 વર્ષનો અનુભવ.
    સ્ટેનોગ્રાફર - ઉમેદવાર 55 ટકાથી વધુ સાથે સ્નાતક હોવો જોઈએ. આ સાથે જ અંગ્રેજીમાં 80 w.p.m સ્ટેનોગ્રાફી અને 40/35 w.p.m હિન્દી અને અંગ્રેજીમાં ટાઈપિંગની આવડત ધરાવતો હોવો જોઈએ.
    ડ્રીવર (ઓર્ડિનરી ગ્રેડ) - ભારે વાહનો ચલાવવા માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ; મોટરનું જ્ઞાન
    પસંદગી પ્રક્રિયા

    કોમન રિક્રુટમેન્ટ ટેસ્ટ (Common Recruitment Test) માં મેળવેલા ગુણોને આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

    અરજી ફીUR - રૂ. 1000/-
    OBC/EWS - રૂ. 1000/-
    SC/ST - રૂ. 600/-
    અરજી કરવાની અંતિમ તારીખ14-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી માટે અહીંયા ક્લિક કરો



    SGPGI Recruitment 2022: વય મર્યાદા

    આ પદો પર અરજી કરવા માટે ઉમેદવારની લધુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, OBC અને આવી અન્ય શ્રેણીઓના ઉમેદવારોના કિસ્સામાં, ઉચ્ચ વય મર્યાદા સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવશે.

    SGPGI Recruitment 2022: પસંદગી

    કોમન રિક્રુટમેન્ટ ટેસ્ટ (Common Recruitment Test) માં મેળવેલા ગુણોને આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

    આ પણ વાંચો : CISF Recruitment 2022: CISFમાં 1149 કોન્સ્ટેબલની ભરતી, 21,700 પગારથી થશે શરૂઆત

    SGPGI Recruitment 2022: આ રીતે કરો અરજી

    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો25 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવાર તે ફેર્મની એક પ્રિન્ટ પણ લઈ શકે છે.

    SGPGI Recruitment 2022: અરજી ફી

    UR - રૂ. 1000/-
    OBC/EWS - રૂ. 1000/-
    SC/ST - રૂ. 600/-
    First published:

    Tags: Career and Jobs, કેરિયર, સરકારી નોકરી

    આગામી સમાચાર