Home /News /career /

Career tips: શું તમે પણ બનવા માંગો છો SEO કન્સલ્ટન્ટ? તો ધ્યાનમાં રાખો આ સ્કિલ્સ અને ટીપ્સ

Career tips: શું તમે પણ બનવા માંગો છો SEO કન્સલ્ટન્ટ? તો ધ્યાનમાં રાખો આ સ્કિલ્સ અને ટીપ્સ

એસઈઓ કન્સલ્ટન

Jobs and career tips: શબ્દ "SEO કન્સલ્ટન્ટ" એ રોજગારી ધરાવતા SEOના જોબ ટાઇટલને પણ દર્શાવી શકે છે, જે ખરેખર સિનિયોરીટી અથવા મેનેજમેન્ટ જવાબદારીઓ દર્શાવતું નથી.

  Jobs and career: એસઇઓ કન્સલ્ટન્ટ (SEO consultant) સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં નિષ્ણાંત (specialist in search engine optimization) છે. જે સામાન્ય કરારની નોકરીથી બહાર કામ કરે છે. ઉદાહરણ તરીકે તેઓ ફ્રીલાન્સર્સ હોઇ શકે, જેઓ પોતાના ક્લાયન્ટ સાથે અથવા ટીમ સાથે કામ કરે છે, પરંતુ એક કર્મચારી તરીકે નહીં. તેઓ પિચિંગ અને ક્લોઝિંગથી માંડીને કોન્ટ્રાક્ટ વાતચીત સુધીના વિવિધ કાર્યો માટે જવાબદાર હોઈ શકે છે, તેમજ એસઇઓ (SEO) પણ હોઇ શકે છે.

  SEO કન્સલ્ટન્ટ્સ એમ્પ્લોઇડ છે કે ફ્રીલાન્સ?

  યુ.કે.માં આ સવાલનો જવાબ થોડો વધુ ગૂંચવણ ભર્યો બને છે. શબ્દ "SEO કન્સલ્ટન્ટ" એ રોજગારી ધરાવતા SEOના જોબ ટાઇટલને પણ દર્શાવી શકે છે, જે ખરેખર સિનિયોરીટી અથવા મેનેજમેન્ટ જવાબદારીઓ દર્શાવતું નથી. જેમ કે SEO સ્પેશ્યાલિસ્ટ અથવા SEO એડવાઇઝર.

  સાઈડ હાસલ અને ફૂલ-ટાઇમની નોકરીઓ ધરાવતા ફ્રીલાન્સર્સ પોતાને જે રીતે વર્ણવે છે તે પણ હોઈ શકે છે.

  પ્રોજેક્ટ vs મલ્ટીપલ ક્લાયન્ટ

  SEO કન્સલ્ટન્ટ પોતાના ક્લાયન્ટ સાથે કામ કરી શકે છે અથવા તેઓ વિવિધ કોન્ટ્રાક્ટ પણ લઇ શકે છે. SEO કન્સલ્ટન્ટ તરીકે કામ કરવું અને અન્ય SEO જોબ વચ્ચે મુખ્ય તફાવત તે છે કે તમે તમારો બિઝનેસ ચલાવી શકો છો. એક સ્વતંત્ર કોન્ટ્રાક્ટર તરીકે તમે તમારા કરારો, પિચિંગ અને નાણાંકીય/કરવેરાની જવાબદારીઓનું સંચાલન કરી શકો છો.

  જરૂરી સ્કિલ્સ

  - બજેટ મેનેજમેન્ટ આ ફિલ્ડમાં સૌથી મહત્વની સ્કિલ્સ પૈકી એક છે. તમારા કર્મચારીઓના વર્કિંગ અવર્સ અને તમને થયેલ નફા નુકસાનની ગણતરી રાખવી ખાસ જરૂરી છે.

  - SEO કન્સલ્ટન્ટ તરીકે તમને ટાઇમ મેનેજમેન્ટ કરતા આવડવું ખાસ જરૂરી છે. કન્સલ્ટન્ટ તરીકે તમારા ઇન્વોઇસેસને સમયસર મેળવવા એ સૌથી મહત્વપૂર્ણ હોઈ શકે છે. સફળ થવા માટે તમારે આ ફિલ્ડમાં સમયનું આયોજન કરવું ખાસ જરૂરી બની જાય છે.

  - તમારી સ્કિલ્સનું માર્કેટિંગ કરવાથી માંડીને નવા ક્લાયન્ટને પિચિંગ અને ક્લોઝિંગ કરવા સુધી તમારે નવું કાર્ય પાર પાડવા સમગ્ર સાયકલનું સંચાલન કરવા સક્ષમ રહેવું જરૂરી છે. સાથે જ માર્કેટિંગમાં પણ તમારે એક્સપર્ટ બનવાની ખાસ જરૂર છે. એટલે કે વિવિધ માધ્યમો દ્વારા આવતા ક્લાયન્ટ્સને તમે તમારા શબ્દોથી સંભાળી શકો છો.

  - તમારી પાસે સ્ટાન્ડર્ડ કોન્ટ્રક્ટ ટેમ્પ્લેટ હોવું જોઇએ. એસઇઓ કોન્ટ્રાક્ટર હોવાનો એક ભાગ એ છે કે કોન્ટ્રાક્ટ નેગોશિએશન કરવામાં સમર્થતા હોવી જરૂરી છે. ક્લાયન્ટની ઇચ્છા હોય કે તમે ઓછા પૈસામાં કલાકો સુધી કામ કરો, જે તમારી એવરેજ ઘટાડી દે છે.

  - SEO કન્સલ્ટન્ટ હોવાનો અર્થ છે કે તમે તમારા બોસ છો, તમારો પોતાનો બિઝનેસ છે અને સ્વતંત્રતા છે. તેનો અર્થ છે કે કાયદાકિય તમામ બાબતોની જાણ પણ તમને હોવી જોઇએ. તમારા દેશ કે રાજ્યમાં તમારા બિઝનેસને કઇ કલમો લાગું પડે છે તેનો ખ્યાલ હોવો જોઇએ. તમે તેના માટે વકીલ અથવા એકાઉન્ટન્ટની મદદ લઇ શકો છો.

  - અન્ય એક જરૂરી બાબત છે સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટ. આમાં વાતચીત કરવાની સમયમર્યાદા, ઇન્વૉઇસની સમયસર ચૂકવણી અને ક્લાયન્ટની અપેક્ષાઓ પૂર્ણ કરવી વગેરેનો સમાવેશ થાય છે. તમારા સ્ટેક હોલ્ડર માત્ર તમારા ક્લાયન્ટ નહીં પણ તમારા એકાઉન્ટન્ટ્સ, વકીલ, સપ્લાયર પણ છે. તેથી તમામને મેનેજ કરવાની તૈયારી રાખવી.

  - તમારે પહેલા દિવસથી તમારા ક્લાયન્ટ્સને વેલ્યૂ દર્શાવવી પડશે. આ એક મુશ્કેલ કામ હોઇ શકે છે. સાથે તમારે તેની પ્રોસેસ, પ્રોડક્ટ અને ઇન્ડસ્ટ્રી વિશે પણ જાણવું પડશે.

  - એક ફ્રીલાન્સ SEO તરીકે તમને પ્રોબેશન પીરિયડ નહીં મળે. એક સ્કિલ જે તમારે એસઇઓ કન્સલ્ટન્ટ તરીકે વહેલી તકે વિકસિત કરવાની જરૂર પડશે, તે તમારી સાથે કામ કરવાનું વળતર કેવું છે તે દર્શાવવું.

  - ક્યારેક તમારી પાસે વધારે કામ હશે, તો ક્યારેક બિલકુલ નહીં. પરંતુ SEO તરીકે તમારે દરેક સ્થિતિમાં સંતુલિત રહેવું પડશે.

  - તમારી પર્સનલ બ્રાન્ડિંગ સારી હોવી જોઇએ કે તમારા શબ્દો જ ક્લાયન્ટ્સ માટે પર્યાપ્ત બની જાય. કન્સલ્ટન્ટ તરીકે તમે જે પણ રજૂ કરવા માંગો છો, તમારે પહેલી જ મિટીંગમાં તમારા નોલેજ, સ્કિલ્સ અને મૂલ્યોને પ્રસ્તુત કરવામાં ખાસ કાળજી રાખવી જોઇએ.

  પગાર ધોરણ

  તાજેતરમાં સર્ચ એન્જિન જર્નલે એસઇઓ ઇન્ડસ્ટ્રીના ડેટા પોઇન્ટ્સને જોતા પગાર સર્વે હાથ ધર્યો હતો. જે અનુસાર, SEO ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ્સે સરેરાશ વાર્ષિક $34,000 કરતાં ઓછી કમાણી કરી છે. સ્થાન, અનુભવ અને વિશેષતાઓના આધારે તમારી સેલરી વધારે હોઈ શકે છે. ગ્લાસડોરના અહેવાલ મુજબ, યુકેમાં SEO ફ્રીલાન્સર દર વર્ષે £31,540 અંદાજે $41,000 કમાય છે.

  તમારી કમાણીમાંથી તમારે ખર્ચ અને ટેક્સની પણ ગણતરી કરવી જોઇએ.

  સર્ટિફીકેશન અને અનુભવ

  આ ફિલ્ડમાં પ્રવેશવા તમારે યુનિવર્સિટી સર્ટિફીકેટ કે ડીગ્રીની જરૂરિયાત નથી. બીજી બાજુ તમે કેટલા સારા SEO છો તે જાણવા માટે સંભવિત ક્લાયન્ટ્સ માટે થોડું મુશ્કેલ બને છે. કારણ કે તમારી યોગ્યતા દર્શાવવા કોઇ સર્ટિફીકેટ હોતા નથી. આ માટે તમારો અનુભવ દર્શાવો.

  ચોક્કસ પ્રોજેક્ટ સાથે અનુભવ

  અમુક SEO એજન્સી 3 વર્ષના અનુભવ સાથે 20 વેબસાઇટ સાથે કામ કરે છે, જ્યારે અન્ય એજન્સી 5 વર્ષના અનુભવ સાથે માત્ર એક બ્રાન્ડ સાથે કામ કરે છે. તમારા અનુભવની સરખામણીએ તમારી લાયકાત અને કુશળતા મહત્વની છે.

  ઇન્ડસ્ટ્રી સાથેના અનુભવો

  જો તમે એક કરતા વધુ ઇન્ડસ્ટ્રી સાથે કામ કર્યું છે તો તેને દર્શાવો. વિવિધ ઇન્ડસ્ટ્રી સાથેના અનુભવો દર્શાવવાનો ફાયદો પણ તમને થઇ શકે છે.

  પૂરતો અનુભવ

  એક કન્સલ્ટન્ટ તરીકે તમારે સંભવિત પ્રોજેક્ટના અવકાશને ઝડપથી ઓળખી કાઢવો અને તેને સંચાલિત કરવા માટે તમારી પાસે પૂરતું જ્ઞાન અને અનુભવ છે કે કેમ તે નક્કી કરતાં શીખવું પડશે.

  એવોર્ડ્સ

  ઘણા એવોર્ડ શો અને પ્રોગ્રામ્સ છે જે આના માટે પ્રોક્સી તરીકે સેવા આપે છે. એવોર્ડની માન્યતા એ SEO સર્કલમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે.

  કેસ સ્ટડી

  કેસ સ્ટડીઝના રૂપમાં અગાઉના કાર્યના ઉદાહરણો આપવાથી સંભવિત ક્લાયન્ટ્સને તમારી ક્ષમતાઓ અંગે વિશ્વાસ કેળવવામાં મદદ કરી શકે છે.

  રેફરન્સ

  ભૂતકાળમાં તમારા સંતુષ્ટ ગ્રાહકો રહી ચૂકેલા લોકોનો રેફરન્સ તમારા માટે મદદરૂપ થઇ શકે છે. આ માટે લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ તમારી મદદ કરી શકે છે.

  SEO કન્સલ્ટન્ટની જરૂરિયાત કોને?

  ઘણી વિવિધ પ્રકારની ઓર્ગેનાઇઝેશન SEO કન્સલ્ટન્ટ હાયર કરે છે. જેમાં નાના બિઝનેસ, ટીમ, વ્હાઇટલેબલ, આસિસ્ટિંગ એજન્સી, હાયરિંગ સપોર્ટ, ડિપાર્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

  SEO કન્સલ્ટન્ટ બનવાના ફાયદા

  - SEO કન્સલ્ટન્ટ બનવાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે, તમારી ઉપર કોઇ બોસ નથી. એટલે તમારા નિર્ણયો સામે વાંધો ઉઠાવનાર અન્ય કોઇ હોતું નથી.

  - તમારે કાયદાનું અનુસરણ કરવું અને ટેક્સની ચૂકવણી કરવી સહિતની વિવિધ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તમે જે પણ પૈસા કમાવ છો તે તમારા છે. તો બીજી તરફ દરેક કાયદાકિય સમસ્યા તમારે ઉકેલવાની રહે છે.

  - તમે તમારી ઇચ્છા મુજબને પ્રોજેક્ટ પસંદ કરી શકો છો. જોકે, ક્લાયન્ટ્સ સાથે કામ કરવુ થોડું અટપટું હોઇ શકે છે.

  આ પણ વાંચોઃ-BSF Recruitment 2022: બીએસએફમાં નોકરીની ભરતી, કેટલી જગ્યા અને ક્યાં અરજી કરવી?

  - તમને તમારા સમય, સંશાધન અને ક્ષમતાનું સંપૂર્ણ જ્ઞાન હશે. તેથી તમારી ક્ષમતા ખુલીને બહાર આવી શકે છે. જોકે, પ્રપોઝલને પાર પાડવા થોડા પડકારરૂપ બની શકે છે.

  - તમારી ફી તમે જાતે નક્કી કરી શકો છો. પરંતુ યોગ્ય કિંમત મેળવવી ક્યારેક મુશ્કેલ બની જાય છે.

  આ પણ વાંચોઃ-​​Railway Recruitment 2022: ધો.10 અને ધો.12 પાસ લોકો માટે નોકરીની સુવર્ણ તક, રેલવેમાં બંપર ભરતી

  - તમારા માટે ફાયદાઓ જે તમારા જીવનને અનુરૂપ હોય તે પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે. જોકે, તમે અચાનક રજા લેવી કે અન્ય ફાયદાઓ મેળવી શકતા નથી.

  - તમે જેટલું અને જ્યારે કામ કરશો ત્યારે જ તમને તેના પૈસા મળશે. બીમારી કે રજામાં કામ ન કરવા માટે તમને કોઇ જ વળતર મળતું નથી.
  Published by:ankit patel
  First published:

  Tags: Career and Jobs, Career tips, Jobs and Career

  આગામી સમાચાર