SEBI Recruitment 2022: SEBIમાં યંગ પ્રોફેશનલની ભરતી, 60,000 સુધી મળશે પગાર
SEBI Recruitment 2022: SEBIમાં યંગ પ્રોફેશનલની ભરતી, 60,000 સુધી મળશે પગાર
SEBI Young Professional Recruitment : સેબીમાં 120 જગ્ચા પર ભરતી, જાણો અરજી કરવાની અંતિમ તારીખથી લઈ અને લાયકાત વિસે
SEBI Recruitment 2022 : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટ્લે કે, સેબીએ (SEBI Recruitment 2022) અનેક વિભાગોમાં યંગ પ્રોફેશનલ પ્રોગ્રામ માટે જાહેરાત બહાર પાડી છે. રેગ્યુલેટરી બોર્ડ 120 કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહ્યું છે
SEBI Recruitment 2022: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટ્લે કે, સેબીએ (SEBI Recruitment 2022) અનેક વિભાગોમાં યંગ પ્રોફેશનલ પ્રોગ્રામ માટે જાહેરાત બહાર પાડી છે. રેગ્યુલેટરી બોર્ડ 120 કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહ્યું છે. જેથી લો, રિસર્ચ અને ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી વિભાગોમાં યંગ પ્રોફેશનલ પ્રોગ્રામ માટે જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તેઓ 24 જાન્યુઆરી 2022 (SEBI Recruitment 202 Last date of Online application) પહેલા અરજી કરી શકે છે. સેબી યંગ પ્રોફેશનલ રિક્રુટમેન્ટ 2022 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ sebi.gov.in પર જઈને અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. જેમાં બે ઇન્ટરવ્યુ હશે.
પ્રથમ પ્રી-ઇન્ટરવ્યુમાં પાસ કરનાર ઉમેદવારોને અંતિમ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.