Home /News /career /

Scholarships : ઉચ્ચ અભ્યાસ માટે 1.86 લાખ સુધીની સ્કોલરશીપ- ફેલોશીપ, અહીંથી કરો અરજી

Scholarships : ઉચ્ચ અભ્યાસ માટે 1.86 લાખ સુધીની સ્કોલરશીપ- ફેલોશીપ, અહીંથી કરો અરજી

Scholarship : માર્ચ 2022માં અરજી કરવા પાત્ર સ્કોલરશીપ અને ફેલોશીપની માહિતી

Scholarships For Higher Studies : ઉચ્ચ અભ્યાસ કરવા માગતા છાત્રો માટે અહીંયા આપવામાં આવેલી વિગતોના આધારે માર્ચ 2022માં આ 3 સ્કોલરશી- ફેલોશીપમાં અરજી કરી શકાશે.

    Scholarships : એક સારી સ્કોલરશીપ (scholarships) વિદ્યાર્થીના કારકિર્દીના માર્ગ ખોલે છે અને જીવનને વધુ સારુ બનાવી શકે છે. ખાસ કરીને મહામારી દરમ્યાન હજારો વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા છે કે મહામારીમાં તેમના માતા પિતાના મૃત્યુ બાદ અથવા તો નોકરી ગુમાવવાને કારણે અને આવકની અછતને કારણે શું તેમને તેમના હાયર સ્ટડીઝ (higher education) બંધ કરવું પડશે.

    આવા કપરા સમયે એક સારી સ્કોલરશીપની મદદથી લાયક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. આવી સ્કોલરશીપ તેમની માટે આશીર્વાદ અને સપોર્ટ બની રહે છે, જેથી તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. આ સ્કોલરશીપની વિગતો અને અરજી કરવાની ડાયરેક્ટ લિંક આપવામાં આવી છે.

    આજે અમે તમને ભારતમાં આ ત્રણ મુખ્ય સ્કોલરશીપ અને ફેલોશિપ પ્રોગ્રામ્સ વિશે જણાવીશું, જેના માટે તમે માર્ચ 2022 સુધીમાં અરજી કરી શકો છો:

    આ પણ વાંચો: મહિલાઓ Navy કેવી રીતે જોડાઈ શકે? જાણો લાયકાત અને પ્રક્રિયા

    છોકરીઓ માટે DRDO સ્કોલરશીપ યોજના - 2022

    છોકરીઓ માટે DRDO સ્કોલરશીપ યોજના 2022 અંડરગ્રેજ્યુએટ (BE/BTech - ફુલ-ટાઈમ ચાર-વર્ષની ડિગ્રી) અને પોસ્ટ ગ્રેજ્યુએટ (ME/MTech - બે વર્ષની પૂર્ણ-સમય ડિગ્રી)ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી છોકરી/મહિલા વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતી હોય છે. એરોનોટિક્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ (Aeronautics Research and Development Boar) DRDO હેડક્વાર્ટર દ્વારા સૂચવેલા અભ્યાસક્રમોમાં આ સ્કોલરશીપનો લાભ મેળવી શકાય છે.

    લાયકાત:

    એરોસ્પેસ એન્જિનિયરિંગ/એરોનોટિકલ એન્જિનિયરિંગ/સ્પેસ એન્જિનિયરિંગ અને રોકેટ્રી/એરક્રાફ્ટ એન્જિનિયરિંગ/એવિઓનિક્સમાં UG/PG અભ્યાસક્રમમાં અભ્યાસ કરતી અને ભારતીય નાગરિક મહિલા ઉમેદવારો આ સ્કોલલરશીપ માટે પાત્ર છે. આ સાથે જ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)ના પ્રથમ વર્ષમાં સંબંધિત BE/BTech/ BSc એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ લીધો હોય અથવા ME/MTech/MSc એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આને પાત્ર ગણાશે.

    પ્રાઈસ અને રિવોર્ડ: વાર્ષિક રૂ. 1,86,000 સુધી

    અરજી કરવાની અંતિમ તારીખ: 31-03-2022

    અરજી કરવાની રીત: ઓનલાઈન એપ્લિકેશન

    Url: www.b4s.in/it/RDO1

    2. ટીચર્સ એસોસિયેટશિપ ફોર રિસર્ચ એક્સેલન્સ (TARE) 2022

    ટીચર્સ એસોસિયેટશિપ ફોર રિસર્ચ એક્સેલન્સ (Teachers Associateship for Research Excellence, TARE) 2022 સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ (SERB) દ્વારા વિજ્ઞાનમાં પીએચડી ડિગ્રી અથવા મેડિસિનમાં MS/MD ડિગ્રી અથવા એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં ME/MTech ડિગ્રી મેળવતા ફેકલ્ટી સભ્યોને ઓફર કરવામાં આવતી સ્કોલરશીપ છે.

    લાયકાત:

    45 વર્ષથી ઓછી ઉંમરના ભારતીય નાગરિકો અને વિજ્ઞાનમાં પીએચડી ડિગ્રી અથવા મેડિસિનમાં MS/MD ડિગ્રી અથવા એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં ME/MTech ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે.
    SC/ST/OBC/શારીરિક રીતે અશક્ત અને મહિલા ઉમેદવારોને 5 (પાંચ) વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

    પ્રાઈસ અને રિવોર્ડ: રૂ. 60,000 વાર્ષિક અને અન્ય લાભો

    અરજી કરવાની અંતિમ તારીખ: 15-03-2022

    અરજી કરવાની રીત: ઓનલાઈન એપ્લિકેશન

    Url: www.b4s.in/it/ARE1

    આ પણ વાંચો : MBA Exam Tips: યોગ્ય એમબીએ એન્ટ્રન્સ એક્ઝામ પસંદ કરવાથી મળશે સફળતા, જાણો કઈ વાતો ધ્યાનમાં રાખવી?

    3. નિકોન સ્કોલરશીપ પ્રોગ્રામ 2022-23

    નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ફોટોગ્રાફી અભ્યાસક્રમોને અનુસરતા વિદ્યાર્થીઓ (વર્ગ 12 પછી પાસ) માટે આપવામાં આવતી સ્કોલરશીપ છે. આ સ્કોલરશીપ કાર્યક્રમ સમાજના વંચિત વર્ગના વિદ્યાર્થીઓને સહાય આપવા માટે છે.

    લાયકાત:

    ઓછામાં ઓછા ધોરણ 12 પાસ ઉમેદવારો જે 3 મહિના કે તેથી સમયથી ફોટોગ્રાફીના કોર્ષ સાથે જોડાયેલા હોય.
    પરિવારની વાર્ષિક આવક રૂ. 6 લાખથી ઓછી હોય

    પ્રાઈસ અને રિવાર્ડ: રૂ. 1 લાખ સુધીની સહાય

    અરજી કરવાની અંતિમ તારીખ: 31-03-2022

    અરજી કરવાની રીત: ઓનલાઈન એપ્લિકેશન

    Url:  www.b4s.in/it/NSP8
    Published by:Jay Mishra
    First published:

    Tags: Scholarship, કેરિયર

    આગામી સમાચાર