SBI SO Recruitment 2022 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હાલમાં બેંક માટે સ્પેશ્યાલીસ્ટ ઓફિસર્સની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી કરી રહી છે. જણાવી દઈએ કે, SBI SO ભરતી 2022માં સિસ્ટમ ઓફિસર્સ અને એક્ઝિક્યુટિવની ભરતી નિયમિત અને કોન્ટ્રાક્ટ ધોરણે થઈ રહી છે. જેને લઈને બેંકે SO ભરતી જાહેરાત CRPD/SCO/2022-23/06 માટે સિસ્ટમ્સ ઓફિસરની પાત્રતાના માપદંડના સંદર્ભમાં નોટિફિકેશન બહાર પાડી છે.
નવીનતમ નોટિફિકેશન મુજબ, સિસ્ટમ્સ ઓફિસર (પ્રોજેક્ટ મેનેજર) ગ્રેડ: MMGS-II અને (પ્રોજેક્ટ મેનેજર) ગ્રેડ: SMGS-IV માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (PMI), યુએસએ તરફથી PMP પ્રમાણપત્રના પાત્રતા માપદંડોને ફરજિયાતમાંથી પસંદગીમાં બદલવામાં આવ્યા છે. એટલે કે ઉપરોક્ત પદોમાં રસ ધરાવતા ઉમેદવારો પાસે પ્રમાણપત્ર હોવું જરૂરી નથી. જોકે, તેની હાજરી ઇચ્છનીય રહેશે.
ત્યારે હવે પ્રમાણપત્રને અભાવે જે ઉમેદવારો અરજી નહોતા કરી શક્ય, તેઓ અરજી કરવા સક્ષમ હશે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન અરજી 27 એપ્રિલ, 2022ના રોજ શરુ કરવામાં આવી હતી. રસ ધરાવતા ઉમેદવારો 17 મે, 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ભરતી અંતર્ગત સિસ્ટમ્સ ઓફિસર અને એક્ઝિક્યુટિવની કુલ 29 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ખાલી જગ્યાની વિગતો અહીં આપેલ છે.
SBI SO Recruitment 2022 Vacancy જગ્યા
Type | Post Name | Vacancy |
રેગ્યુલર | સિસ્ટમ ઓફિસર (ટેસ્ટ એન્જીનીયર) | 2 |
રેગ્યુલર | સિસ્ટમ ઓફિસર (વેબ ડેવલપર) | 1 |
રેગ્યુલર | સિસ્ટમ ઓફિસર (Performance/Senior Automation Test Engineer) | 1 |
રેગ્યુલર | સિસ્ટમ ઓફિસર (Project Manager) | 2 |
રેગ્યુલર | સિસ્ટમ ઓફિસર (Project Manager) | 1 |
કોન્ટ્રાકટ | એક્ઝિક્યુટિવ (Test Engineer) | 6 |
કોન્ટ્રાકટ | એક્ઝિક્યુટિવ (Interaction Designer) | 3 |
કોન્ટ્રાકટ | એક્ઝિક્યુટિવ (Web Developer) | 1 |
કોન્ટ્રાકટ | એક્ઝિક્યુટિવ (Portal Administrator) | 3 |
કોન્ટ્રાકટ | સિનિયર એક્ઝિક્યુટિવ (Performance/ Automation Test Engineer) | 3 |
કોન્ટ્રાકટ | સિનિયર એક્ઝિક્યુટિવ (Interaction Designer) | 2 |
કોન્ટ્રાકટ | સિનિયર એક્ઝિક્યુટિવ (Project Manager) | 3 |
કોન્ટ્રાકટ | સિનિયર સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ (Project Manager) | 1 |
ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો | અહીંયા ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો | અહીંયા ક્લિક કરો |
અરજી કરવાની અંતિમ તારીખ | 17-5-2022 | 17-મે 2022 |
SBI SO Recruitment 2022 ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ
આ ભરતીમાં અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ માપદંડોને સમજવા માટે સૂચના કાળજીપૂર્વક વાંચવી. ઓનલાઈન અરજી ફોર્મ 17 મે, 2022 સુધી સબમિટ કરી શકાશે. જયારે 25 જૂન, 2022ના રોજ યોજાનારી લેખિત પરીક્ષાના આધારે પસંદગી થશે. ઇચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ sbi.co.in/career પરથી અરજી કરી શકાશે.
SBI SO Recruitment 2022 પસંદગી પ્રક્રિયા
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર