Home /News /career /

SBI Recruitment 2022: SBIમાં 84 પદો પર આસિસ્ટન્ટ મેનેજરની થશે ભરતી, અમદાવાદ-વડોદરામાં પણ છે જગ્યા

SBI Recruitment 2022: SBIમાં 84 પદો પર આસિસ્ટન્ટ મેનેજરની થશે ભરતી, અમદાવાદ-વડોદરામાં પણ છે જગ્યા

SBIમાં 84 પદો પર આસિસ્ટન્ટ મેનેજરની થશે ભરતી

SBI Recruitment 2022: સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર તરીકે આસિસ્ટન્ટ મેનેજરની કુલ 48 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 5 ફેબ્રુઆરી 2022થી ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2022 છે. ઉમેદવારો અહીં શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો જોઈ શકે છે

વધુ જુઓ ...
    SBI SCO Recruitment 2022:સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India, SBI) એ નિયમિત ધોરણે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશ જાહેર કરી છે. ઉમેદવારોને બેંકની વેબસાઇટ https://bank.sbi/web/careers અથવા https://www.sbi.co.in/web/careers પર આપેલ લિંક દ્વારા ઑનલાઇન અરજી કરવા માટે વિનંતી કરવામાં આવે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ લાયકાત ચકાસી લેવી જરૂરી છે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો (સંક્ષિપ્ત બાયોડેટા, આઈડી પ્રૂફ, ઉંમરનો પુરાવો, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે) અપલોડ કરવા જરૂરી છે. જો તે અપલોડ કરવામાં નહી આવે અથવા તેમાં કોઈ ખામી જણાશે અથવા તે અપલોડ નિષ્ફળ જાય તો તેમની ઉમેદવારી ઓનલાઈન લેખિત પરીક્ષા/ ઈન્ટરવ્યુ માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

    સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર તરીકે આસિસ્ટન્ટ મેનેજરની કુલ 48 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 5 ફેબ્રુઆરી 2022થી ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2022 છે. ઉમેદવારો અહીં શૈક્ષણિક લાયકાત, અનુભવ, પસંદગીના માપદંડ અને અન્ય વિગતો જોઈ શકે છે.

    જોબ સમરી







































    નોટિફિકેશનSBI SCO Recruitment 2022, 48 પદો પર કરો અરજી અહીં કરો ઓનલાઈન અરજી @sbi.co.in
    નોટિફિકેશન તારીખ5 ફેબ્રુઆરી, 2022
    અરજી કરવાની અંતિમ તારીખ25 ફેબ્રુઆરી, 2022
    શહેરનવી દિલ્લી
    રાજ્યદિલ્લી
    દેશભારત
    સંસ્થાસ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
    શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએટ અન અન્ય
    ફંક્શનલએડમિનીસ્ટ્રેશન, અન્ય ફંક્શન

    મહત્વની તારીખ:

    નોટિફિકેશન જાહેર થયાની તારીખ: 5 ફેબ્રુઆરી, 2022

    ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ: 25 ફેબ્રુઆરી 2022

    SBI SCO Recruitment 2022- ખાલી પદો વિશે વિગત


    આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટ) - 15 પદો

    આસિસ્ટન્ટ મેનેજર (રાઉટિંગ & સ્વિચિંગ) - 33 પદો

     SBI SCO Recruitment 2022- લાયકાતના ધારાધોરણ


    શૈક્ષણિક લાયકાત:

    • આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટ) (JMGS-I) – કોઈપણ પ્રવાહમાં ફુલ ટાઈમ બેચલર ડિગ્રીમાં ફર્સ્ટ ડિવિઝન

    • આસિસ્ટન્ટ મેનેજર (રાઉટિંગ & સ્વિચિંગ) (JMGS-I) - કોઈપણ પ્રવાહમાં ફુલ ટાઈમ બેચલર ડિગ્રીમાં ફર્સ્ટ ડિવિઝન (કોઈપણ વિષયમાં 60% માર્ક)


    SBI SCO Recruitment 2022- વય મર્યાદા


    ઉમેદવારની વય મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ.

    SBI SCO Recruitment 2022- પસંદગી પ્રક્રિયા


    પસંદગી ઓનલાઈન લેખિત કસોટીઓ અને ઈન્ટરવ્યુના આધારે થશે.

    SBI SCO Recruitment 2022- પરીક્ષાની તારીખ & સેન્ટર


    ઓનલાઈન લેખિત કસોટી કામચલાઉ ધોરણે 20 માર્ચ 2022ના રોજ લેવામાં આવશે. ટેસ્ટનો કોલ લેટર બેંકની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે અને ઉમેદવારોને SMS અને ઈ-મેઈલ દ્વારા પણ સલાહ આપવામાં આવશે. ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરવા જરૂરી રહેશે.

    - સેન્ટર

    ગુંટુર, કુર્નૂલ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, સિલચર, મુઝફ્ફરપુર, પટના, ચંદીગઢ/મોહાલી, રાયપુર, બિલાસપુર, દિલ્હી/નવી દિલ્હી, ફરીદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર

    નોઈડા, ગુરુગ્રામ, પણજી, અમદાવાદ, વડોદરા, અંબાલા, હિસાર, હમીરપુર, શિમલા, જમ્મુ, જમશેદપુર, રાંચી, બેંગલુરુ, હુબલી, મેંગ્લોર, કોચી, તિરુવનંતપુરમ, ભોપાલ, ઈન્દોર, ઔરંગાબાદ, મુંબઈ/થાણે/નવી મુંબઈ,

    નાગપુર, પુણે, ઇમ્ફાલ, શિલોંગ, આઇઝોલ, કોહિમા, ભુવનેશ્વર, સંબલપુર, પુડુચેરી, જલંધર, લુધિયાણા, જયપુર, ઉદયપુર, બરદાંગ/ગંગટોક, ચેન્નાઇ, મદુરાઇ, તિરુનેલવેલી, હૈદરાબાદ, વારંગલ. અગરતલા, પ્રયાગરાજ (અલ્હાબાદ),

    કાનપુર, લખનૌ, મેરઠ, વારાણસી, દેહરાદૂન, આસનસોલ, ગ્રેટર કોલકાતા, સિલીગુડી વગેર કેન્દ્રો

    SBI SCO Recruitment 2022- પરીક્ષા પધ્ધતિ


    લેખિત પરીક્ષા 80 પ્રશ્નો માટે 120 મિનિટ માટે 100 ગુણની રહેશે. જેઓ લેખિત પરીક્ષામાં પસંદ કરવામાં આવશે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે જેમાં 25 ગુણ હશે. ઇન્ટરવ્યુમાં લાયકાત ધરાવતા ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. માર્કસ (100માંથી 100 માર્કસ) અને ઈન્ટરવ્યુ (25 માર્કસમાંથી) ભેગા કર્યા પછી અંતિમ મેરિટ લિસ્ટ આવશે. સ્કોરનું મહત્વ નીચે મુજબ હશે,

    આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટ) -લેખિત પરીક્ષા: 75%
    આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટ) - ઈન્ટરવ્યૂ: 25%

    SBI SCO Recruitment 2022- પે સ્કેલ


    બેસિક: 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840

    SBI SCO Recruitment 2022- આ રીતે કરો અરજી


    લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 5 થી 25 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન મોડ દ્વારા અરજીઓ સબમિટ કરી શકે છે. ઓનલાઈન અરજીઓ સબમિટ કર્યા પછી ઉમેદવારો ભવિષ્યના સંદર્ભ માટે અરજીઓની પ્રિન્ટઆઉટ લઈ શકે છે.

    SBI SCO Recruitment 2022- અરજી ફી



    • General/ OBC/EWS ઉમેદવાર – રૂ. 750/-

    • SC/ST/PWD ઉમેદવાર- 0

    First published:

    Tags: Jobs, Naukri 2022, SBI Recruitment, કેરિયર

    આગામી સમાચાર