SBI Hiring: SBIમાં નોકરી માટે 567 વેકેન્સી, જાણો CTC, વય મર્યાદા અને અરજી કરવાની પ્રક્રિયા

એસબીઆઈમાં ભરતી.

Jobs in SBI: આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. એપ્લિકેશન ફોર્મ (Application form) જમા કરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2021 છે.

  • Share this:
    મુંબઈ: દેશની સૌથી મોટી લેન્ડર ભારતીય સ્ટેટ બેંકે (State Bank Of India) પોતાની વેલ્થ મેનેજમેન્ટ ટીમ માટે નોકરીની ઘણી તકો ખોલી છે. SBI છ જેટલા હોદ્દાઓ માટે ભરતી કરી રહી છે, જેમાં રિલેશનશિપ મેનેજર, રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ), કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટીવ, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ) અને સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ) સામેલ છે. બેંકની અધિકૃત વેબસાઈટ મુજબ કુલ 567 જગ્યાઓ માટે ભરતી થવાની છે. આ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન (Online registration) શરુ થઈ ચૂક્યું છે અને એપ્લિકેશન ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2021 છે. ઉમેદવાર SBI સ્પેશ્યલ કેડર ઓફિસર હોદ્દાઓ માટે bank.sbi/careers અથવા www.sbi.co.in/careersના માધ્યમથી અપ્લાય કરી શકે છે.

    SBI ભરતી 2021: વેકેન્સીની ડિટેઈલ, વય મર્યાદા અને CTC રેન્જ

    1. રિલેશનશિપ મેનેજર (Relationship manager)

    આ હોદ્દા માટે કુલ 314 ભરતી થવાની છે. જનરલ માટે (126); OBC માટે (70); SC માટે (54); ST માટે (33); EWS માટે (31) અને અન્ય માટે (25) જગ્યા છે. અરજી કરનારની ઓછામાં ઓછી ઉંમર 23 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. SBIના રિલેશનશિપ મેનેજરની સીટીસી રેન્જ 6 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા છે.

    2. રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) (Relationship manager Team lead)

    આ પદ માટે કુલ 20 વેકેન્સી છે. જનરલ માટે (8); OBC માટે (6); અનુસૂચિત જાતિ (SC) માટે (2); ST માટે (2), EWS માટે (2) અને અન્ય માટે (2) જગ્યા છે. અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 28 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ છે. SBIના રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ)ની CTC રેન્જ 10 લાખ રૂપિયા-28 લાખ રૂપિયા છે.

    3. કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટીવ (Customer Relationship Executive)

    આ જગ્યા માટે કુલ 217 વેકેન્સી છે. જનરલ માટે (88); OBC માટે (57); અનુસૂચિત જાતિ (SC) માટે (35); ST માટે (16), EWS માટે (21) અને અન્ય માટે (13) જગ્યા છે. અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ છે. SBIના કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટીવની CTC રેન્જ 2 લાખ રૂપિયા-3 લાખ રૂપિયા છે.

    4. ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (Investment Officer)

    આ પદ માટે કુલ 12 વેકેન્સી છે. જનરલ માટે (5); OBC માટે (4); અનુસૂચિત જાતિ (SC) માટે (1); ST માટે (1), EWS માટે (1) અને અન્ય માટે (1) જગ્યા છે. અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 28 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ છે. SBIના ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ની CTC રેન્જ 12 લાખ રૂપિયા- 18 લાખ રૂપિયા છે.

    5. સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ) (Central Research Team Product Lead)

    આ પદ માટે કુલ 2 વેકેન્સી છે. જનરલ માટે (1) અને OBC માટે (1); અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 30 વર્ષ અને મહત્તમ ઉંમર 45 વર્ષ છે. SBIના સેન્ટ્રલ રિસર્ચ ટીમ (પ્રોડક્ટ લીડ)ની CTC રેન્જ 25 લાખ રૂપિયા- 45 લાખ રૂપિયા છે.

    6. સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ) (Central Research Team support):

    આ પદ માટે કુલ 2 વેકેન્સી છે. અરજી કરવા માટેની લઘુત્તમ ઉંમર 25 વર્ષ અને મહત્તમ ઉંમર 35 વર્ષ છે. SBIના સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ)ની CTC રેન્જ 7 લાખ રૂપિયા- 10 લાખ રૂપિયા છે.











































    પોસ્ટનું નામ કુલ પોસ્ટ
    એક્ઝિક્યુટિવ (ડોક્યુમેન્ટ પ્રિઝરવેશન- આર્કાઇવ 1
    રિલેશનશિપ મેનેજર 314
    રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) 20
    કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ 217
    ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર 12
    સેન્ટ્રલ રિસર્સ ટીમ (પ્રોડક્ટ લીડ) 2
    સેન્ટ્રલ રિસર્સ ટીમ (સપોર્ટ) 2
    મેનેજર (માર્કેટિંગ) 12
    ડેપ્યુટી મેનેજર (માર્કેટિંગ) 26


    SBI SCO ભરતી 2021: ઓનલાઈન અરજી કરવા માટેની માર્ગદર્શિકા:


    ઉમેદવારોએ પહેલાં પોતાનો નવો ફોટો અને હસ્તાક્ષરને સ્કેન કરવું જોઈએ. તેમણે આ એપ્લિકેશનને ધ્યાનથી ભરવી જોઈએ. એક વખત એપ્લિકેશન સંપૂર્ણ ભરાઈ ગયા બાદ ઉમેદવારોએ તેને જમા કરાવવાનું રહેશે. ઉમેદવારો એક વખતમાં અરજી ન ભરી શકે તો તેઓ પહેલાંથી દાખલ કરેલી માહિતીને સાચવી શકે છે.

    જ્યારે સૂચના/આવેદન સેવ થઈ જાય તો સિસ્ટમ દ્વારા એક પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ કરવામાં આવે છે અને એ સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. કેન્ડિડેટ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નોંધી લે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સિસ્ટમ દ્વારા જનરેટેડ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ લે.

    આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં ભરતી: PSI, ટેક્નીકલ ઓપરેટર માટે 1 સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે; LRD માટે ટૂંક સમયમાં જાહેરાત



    SBI SCO પોસ્ટ 2021: અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સની વિગતો:

    - બ્રીફ બાયોડેટા (PDF)

    - ID પ્રૂફ (PDF)

    - ડેટ ઓફ બર્થ સર્ટિફીકેટ (PDF)

    - જાતિ પ્રમાણ પત્ર (PDF)

    - PWD સર્ટિફીકેશન (જો લાગૂ હોય તો) (PDF)

    - એજ્યુકેશનલ સર્ટિફીકેટ: માર્ક-શીટ/ડિગ્રી સર્ટિફીકેટ (PDF)

    - એક્સપિરીઅન્સ સર્ટિફીકેટ (PDF) / ડ્રાઈવિંગ લાયસન્સ (ટુ વ્હીલર) (PDF)

    - ફોર્મ-16/પ્રસ્તાવ પત્ર/લેટેસ્ટ સેલરી સ્લિપ (PDF)

    - NOC (જો લાગૂ હોય તો) (PDF)

    - લેટેસ્ટ ફોટો

    - સિગ્નેચર

    SBI SCO ભરતી 2021: એપ્લિકેશન ફી

    એપ્લિકેશન ફી જનરલ/EWS/OBC ઉમેદવારો માટે 750 રૂપિયા છે. SC/ST/PWD ઉમેદવારો માટે કોઈ ફીસ/ઇન્ટીમેશન ચાર્જ નથી.
    Published by:Vinod Zankhaliya
    First published: