Home /News /career /SBI SO Recruitment 2022 : SBIની આ 665 પોસ્ટ માટે કરો અરજી, 35 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર

SBI SO Recruitment 2022 : SBIની આ 665 પોસ્ટ માટે કરો અરજી, 35 લાખ રૂપિયા સુધીનો મળશે પગાર

એસબીઆઈ બેન્ક જોબ

SBI Recruitment : રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા, અરજી કરવા માટેની ફી, કોણ ભરી શકશે ફોર્મ, કેટલી ઉંમર, કેવી રહેશે લાયકાત વગેરે તમામ માહિતી જુઓ. ઓનલાઈન અરજી અને ઓનલાઈન ફી ભરવાની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરે પૂર્ણ થશે.

    SBI SO Recruitment 2022: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 665 સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવતી રીક્રુટમન્ટ ડ્રાઇવ શરૂ કરી છે. અહીં SBIની મેન્જમેન્ટ લેવલની અલગ અલગ પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારો આ પોસ્ટસ માટે SBIની ઓફિશિયલ વેબસાઇટ- sbi.co.in પરથી અરજી કરી શકે છે.

    ઓનલાઈન અરજી અને ઓનલાઈન ફી ભરવાની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાની ટેમ્પરરી તારીખ 1 ઓક્ટોબર આપવામાં આવી છે.

    SBI SO ભરતી 2022: રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા

    SBI SOની પોસ્ટ્સ અને એપ્લિકેશનને લગતી માહિતી તેમની વેબસાઈટ પરથી મેળવી શકો છો. સબંધિત પોસ્ટ્સ માટે અરજી કરવા માટે નીચેના સરળ સ્ટેપ્સ અનુસરો.

    સ્ટેપ 1- SBI-sbi.co.inની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

    સ્ટેપ 2- હોમપેજ પર આપેલ SO રીક્રુટમેન્ટ લિંક પર ટેપ કરો.

    સ્ટેપ 3- તમારી વિગતો ભરીને રજીસ્ટર કરો.

    સ્ટેપ 4- અરજી માટેનું ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

    સ્ટેપ 5- એપ્લિકેશન ફી ચૂકવો અને સબમિટ કરો.

    સ્ટેપ 6- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી.

    SBI દ્વારા જાહેર કરાયેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, "બેંક દ્વારા રચવામાં આવેલી શોર્ટલિસ્ટિંગ કમિટી શોર્ટલિસ્ટિંગ પેરામીટર્સ નક્કી કરશે અને ત્યાર બાદ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ ચોક્કસ સંખ્યાના ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે."

    SBI SO રીક્રુટમેન્ટ 2022: અરજી કરવા માટેની ફી

    SO પોસ્ટ્સ માટે રજીસ્ટર કરાવનારા ઉમેદવારોએ જો તેઓ General, EWS, OBC કેટેગરીના હોય તો તેમને રૂ. 750 ચૂકવવા પડશે. જ્યારે SC, ST અને PwD કેટેગરીના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

    SBI દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓમાં મેનેજર (બિઝનેસ પ્રોસેસ), સેન્ટ્રલ ઓપરેશન્સ ટીમ - 2, મેનેજર (બિઝનેસ ડેવલપમેન્ટ) - 2, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (બિઝનેસ) - 2, રિલેશનશિપ મેનેજર - 335, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર - 52, સિનિયર રિલેશનશિપ મેનેજર- 147, રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) – 37નો સમાવેશ થાય છે.

    આ જગ્યાઓ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે 20 સપ્ટેમ્બર પહેલા ઓનલાઇન અરજી કરવી જરૂરી છે.
    First published:

    Tags: Bank Jobs, Banking Jobs, Job Alert