Home /News /career /SBI Recruitment 2023: SBIમાં 1400થી વધુ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, પગાર અને ભરતી પ્રક્રિયા વિશે જાણો
SBI Recruitment 2023: SBIમાં 1400થી વધુ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, પગાર અને ભરતી પ્રક્રિયા વિશે જાણો
SBI Recruitment 2023: SBIમાં નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક સારી તક આવી છે. ભરતી માટે અરજી કરવા માટે કેટલીક જરુરી વિગતો અહીં જાણો.
SBI Recruitment 2023: SBIમાં નોકરીની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક સારી તક આવી છે. ભરતી માટે અરજી કરવા માટે કેટલીક જરુરી વિગતો અહીં જાણો. SBI દ્વારા 1400થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
SBI Recruitment 2023: ભારતીય સ્ટેટ બેંક (SBI)માં નોકરી (Sarkari Naukri) મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે એક સારી તક આવી છે. આ માટે SBIએ ક્લર્કથી લઈને અધિકારી પદો (SBI Recruitment 2023) પર અપ્લાય કરવા માટે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. જે ઉમેદવારો આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે. આ અંગેની જાહેરાત sbi.co.in પરથી જાણીને અરજી કરી શકો છો. ઉમેદવારો 10 જાન્યુઆરી સુધીમાં પોતાની અરજીઓ સબમિટ કરાવી શકે છે.
SBI ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માગે છે, તેઓ recruitment.bank.sbi પર જઈને સરળતાથી અપ્લાય કરી શકે છે. સાથે જ નોકરી સંબંધિત સત્તાવાર નોટિફિકેશન SBI Recruitment 2023 Notification આ લિંક પરથી ચકાસી શકે છે. આ ભરતીમાં કુલ 1438 પદો પર નિમણૂક કરવામાં આવશે. ભરતીય પ્રક્રિયા માટે ઉમેદવારની જરુરી લાયકાત, પગાર ધોરણ સહિતની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે. ફોર્મ કઈ રીતે ભરવું તેની પણ માહિતી અહીં પૂરી પાડવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવો છો તો તાત્કાલિક ફોર્મ ભરીને અતિંમ દિવસોમાં થનારા ટ્રાફિકથી બચી શકો છો.
ભરતી પ્રક્રિયાને લગતી જરુરી વિગતો
SBI Recruitment 2023 માટે જરુરી તારીખોની વિગતો જે ઉમેદવારો આ ભરતી પરીક્ષા માટે અરજી કરવા માગે છે તેમના માટે 22 ડિસેમ્બર 2022થી 10 જાન્યુઆરી 2023 સુધીમાં પોતાનું ફોર્મ ભરી શકે છે.
SBI Recruitment 2023 માટે જરુરી લાયકાત આ પદો માટે જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેમણે નોટિફિકેશનમાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત ધરાવતા હોય તે જરુરી છે.
ભરતીને લગતી અન્ય જરુરી વિગતો તમને આ PDF પરથી સરળતાથી મળી જશે.
SBI Recruitment 2023 માટે પસંદગી પ્રક્રિયા SBIની ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવારોની પસંદગી અરજી કરનારા તમામ ફોર્મને શોર્ટલિસ્ટિંગ કર્યા બાદ ઈન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર