Home /News /career /નોકરીની વાત: SBIમાં નોકરી કરવાનો મોકો, 1400થી વધુ જગ્યા પર નીકળી ભરતી, આ રીતે કરો અરજી
નોકરીની વાત: SBIમાં નોકરી કરવાનો મોકો, 1400થી વધુ જગ્યા પર નીકળી ભરતી, આ રીતે કરો અરજી
sbi recruitment 2023
સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયામાં કામ કરવાનું વિચારી રહેલા યુવાનો માટે ખુશખબર આવી છે. SBIએ કોન્ટ્રાક્ટ બેસ પર 1438 કલેક્શન ફેસિલિટેટર્સની ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરી દીધી છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈંડિયામાં કામ કરવાનું વિચારી રહેલા યુવાનો માટે ખુશખબર આવી છે. SBIએ કોન્ટ્રાક્ટ બેસ પર 1438 કલેક્શન ફેસિલિટેટર્સની ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરી દીધી છે. એપ્લિકેશન પ્રોસેસની શરુઆત 22 ડિસેમ્બરે થઈ હતી. યોગ્ય ઉમેદવાર 10 જાન્યુઆરી, 2023 પહેલા બેન્કની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ખાલી જગ્યા માટે અરજી કરી શકશે. સિલેક્ટ થનારા ઉમેદવાર બેન્કના ક્રેડિટ મોનિટરિંગ ડિપાર્ટમેંન્ટમાં કામ કરશે.
SBIમાં કલેક્શન ફેસિલિટેટર્સ તરીકે ભરતીને ઈચ્છુક ઉમેદવાર 60 વર્ષની ઉંમરમાં અધિવર્ષિતા પ્રાપ્ત કર્યા બાદ ભારતીય સ્ટેટ બેન્ક અથવા એસબીઆઈમાં સહયોગી બેન્કના રિટાયર્ડ અધિકારી હોવા જોઈએ. આવા ઉમેદવારો માટે એસબીઆઈના રિટાયર્ડ અધિકારી હોવાની સાથે કોઈ ખાસ એજ્યુકેશનલ ક્વાલિફિકેશનની જરુર નથી. જો કે, ઉમેદવારની ઉંમર 65 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
આ પદ પર અપ્લાય કરવા માટે ઉમેદવારોને SBIની સત્તાવાર વેબસાઈટ bank.sbi/careers અથવા sbi.co.in/careers પર જવાનું રહેશે.
ઉમેદવારે અહીં રજીસ્ટર કરવાનું રહેશે અને લોગિન ડિટેલ્સ જનરેટ કરવાની રહેશે઼
હવે ઉમેદવારે રજિસ્ટર્ડ ડિટેલ્સ દ્વારા લોગિન કરવાનું રહેશે
ઉમેદવારે આગળના સ્ટેપ તરીકે એપ્લિકેશન ફોર્મ ફિલ કરવાનું રહેશે
એપ્લિકેશન પ્રોસેસ પુરી કર્યા બાદ ઉમેદવારને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢવાની રહેશે.
શું છે સિલેક્શન પ્રોસેસ
ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા બનાવેલ શોર્ટલિસ્ટિંગ કમિટી શોર્ટલિસ્ટિંગ પેરામિટર નક્કી કરશે અને ત્યાર બાદ પસંદગી પામેલા ઉમેદવારને ઈન્ટરવ્યૂ માટે બોલાવશે. એસબીઆઈ ઈન્ટર્વ્યૂ 100 માર્ક્સનું રહેશે. ઈન્ટરવ્યૂમાં ક્વાલિફાઈંગ માર્ક્સ બેન્ક દ્વારા નક્કી કરવામાં આવશે.
જો એકથી વધારે ઉમેદવાર સામાન્ય કટ-ઓફ નંબર પ્રાપ્ત કરશે, તો આવા ઉમેદવારને તેમની ઉંમરના હિસાબે યોગ્યતા ક્રમ અવરોહી ક્રમમાં રાખવામાં આવશે. ઉમેદવારને કહેવાય છે કે, આ પદ માટે અરજી કરવા આપે કોઈ ફી આપવાની રહેશે નહીં.
કેટલી મળશે સેલરી
કલેકઅશન ફેસિલિટેટર્સના પદ પર અપ્લા કરનારા ઉમેદવારોને 25,000 રૂપિયાથી લઈને 40,000 રૂપિયા મહિને સેલરી તરીકે આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર