SBI Recruitment 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ 31-3-2022 છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
SBI SCO Recruitment 2022 Notification: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India, SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડી છે. નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કુલ 4 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો માટે અરજીની પ્રક્રિયા 4 માર્ચથી શરૂ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in/web/career પર જઈ ઓનલાઈન અરજી કરી શકાય છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31-3-2022 છે. ઉમેદવારો માટે ઓનલાઇન અરજી કરવા માટે બે દિવસ બચ્યા છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
SBI SCO Recruitment 2022 Notification: વય મર્યાદા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર અને ચીફ ટેકનોલોજી ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 55 વર્ષ હોવી જોઈએ. ડેપ્યુટી ચીફ ટેક્નોલોજી ઓફિસર અને ડેપ્યુટી ચીફ ટેકનોલોજી ઓફિસરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45 વર્ષ હોવી જોઈએ. સરકારના નિયમો મુજબ અનામત વર્ગ માટે વયમર્યાદામાં યોગ્ય છૂટછાટ આપવામાં આવશે.
આ ખાલી જગ્યાઓ પર અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ અથવા માસ્ટર ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. આ સાથે જ MBA ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
અનામત કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેતી નથી. જ્યારે જનરલ, OBC અને EWS ઉમેદવારોએ રૂ. 750 ચૂકવવાના રહેશે. ઉમેદવારોએ આ ફી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ દ્વારા જ ભરવાની રહેશે.