Home /News /career /

SBI SO Recruitment: SBIમાં 35 જગ્યા માટે ભરતી, રૂ. 89,890 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

SBI SO Recruitment: SBIમાં 35 જગ્યા માટે ભરતી, રૂ. 89,890 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

SBI Recruitment 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 18 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી

SBI Recruitment 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)ની 35 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    SBI SO Recruitment: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ વિવિધ નિયમિત અને કરાર આધારિત SBI સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SBI SO Recruitment 2022)ની જગ્યાઓ માટે નોટિફીકેશન બહાર પાડી છે. ઓનલાઈન અરજીઓ 27 એપ્રિલથી શરૂ થઈ છે અને 17 મે સુધી ચાલુ રહેશે. SBI સિસ્ટમ ઓફિસરની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા (written Exam) 25 જૂને લેવામાં આવશે. એડમિટ કાર્ડ (Admit Card) 16 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. બાકીના પસંદ કરેલા ઉમેદવારોએ માત્ર ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો sbi.co.in પર જઇને અરજી કરી શકે છે.

    ચીફ ઇન્ફર્મેશન સિક્યોરિટી ઓફિસરની જગ્યા તેમજ એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી, પસંદગી શોર્ટલિસ્ટિંગ, ઇન્ટરવ્યુ અને CTC નેગોશિએશનના આધારે કરવામાં આવશે. બેંક દ્વારા રચવામાં આવેલી શોર્ટલિસ્ટિંગ કમિટી શોર્ટલિસ્ટિંગ પેરામીટર્સ નક્કી કરશે અને ત્યાર બાદ બેંક દ્વારા નક્કી કર્યા મુજબ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. સિસ્ટમ ઓફિસર માટે ઉમેદવારોએ જનરલ એટીટ્યૂડ અને પ્રોફેશનલ નોલેજ અંગેની ઓનલાઈન લેખિત કસોટી માટે હાજર રહેવું પડશે અને ત્યારબાદ ઈન્ટરવ્યુ લેવામાં આવશે.

    SBI SO Recruitment: આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

    ચીફ ઇન્ફર્મેશન સિક્યોરિટી ઓફિસર- 1,  સિસ્ટમ ઓફિસર (ટેસ્ટ એન્જીનિયર) – 2,   સિસ્ટમ ઓફિસર (વેબ ડેવલપર)- 1,   સિસ્ટમ ઓફિસર (પર્ફોરમન્સ/ સિનિયર ઓટોમેશન ટેસ્ટ એન્જીનિયર) – 1,   સિસ્ટમ ઓફિસર (પ્રોજેક્ટ મેનેજર) – 2 , સિસ્ટમ ઓફિસર (પ્રોજેક્ટ મેનેજર) – 1,  એક્ઝિક્યુટિવ (ટેસ્ટ એન્જીનિયર) – 10,   એક્ઝિક્યુટિવ (ઇન્ટરેક્શન ડિઝાઇનર)- 3 , એક્ઝિક્યુટિવ (વેબ ડેવલપર) – 1,   એક્ઝિક્યુટિવ (પોર્ટલ એડમિનિસ્ટ્રેશન) – 3,  સિનિયર એક્ઝિક્યુટિવ (ઇન્ટરેક્શન ડિઝાઇનર) - 2, સિનિયર એક્ઝિક્યુટિવ (પ્રોજેક્ટ મેનેજર) – 4,  સિનિયર સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ (પ્રોજેક્ટ મેનેજર) – 1

    SBI SO Recruitment: શૈક્ષણિક લાયકાત

    ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર

    ઉમેદવારોની ઉંમર 53 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવારોએ એન્જિનિયરિંગ અથવા સાયન્સમાં સ્નાતક અને કમ્પ્યુટર સાયન્સ, આઈટી, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ અથવા સાયબર સુરક્ષા-સિક્યોરિટી ફિલ્ડ અથવા એમસીએ અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સમકક્ષ લાયકાત જેવા સંબંધિત ક્ષેત્રોમાં પીજી પાસ કરેલું હોવું આવશ્યક છે. આ ઉપરાંત તેમની પાસે ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

    આ પણ વાંચો :   ISRO NRSC Recruitment 2022: ઈસરોમાં 55 જગ્યા માટે ભરતી, 47,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    સિસ્ટમ ઓફિસર એન્ડ એક્ઝિક્યુટિવ પોસ્ટ

    ઉમેદવારોએ કોમ્પ્યુટર સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, સોફ્ટવેર એન્જીનીયરીંગ, ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ અથવા એમસીએ અથવા એમટેક અથવા કોમ્પ્યુટર સાયન્સ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, ઈલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ અથવા સમકક્ષમાં BE અને BTech પૂર્ણ કરેલ હોવું જોઈએ. તેમની પાસે 2 થી 10 વર્ષનો ફિલ્ડમાં સંબંધિત અનુભવ પણ હોવો આવશ્યક છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા35
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી

    સામાન્ય, OBC અને EWS ના ઉમેદવારોએ 750 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે SC, ST અને PwD ઉમેદવારોને ફી ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

    અરજી કરવાની અંતિમ તારીખ17-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટે  અહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટે  અહીંયા ક્લિક કરો



    SBI SO Recruitment: આ રીતે કરો અરજી

    - સૌ પ્રથમ એસબીઆઇની વેબસાઇટ પર જાઓ.

    - હવે કરિયર સેક્શન પર ક્લિક કરો.

    - ત્યાર બાદ SBI SOની એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

    - હવે તમે જે પોસ્ટ પર એપ્લાય કરવા માંગતા હોય તે સિલેક્ટ કરો.

    - રજીસ્ટ્રેશન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો.

    - ત્યાર બાદ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને એપ્લિકેશન ફી ભરો.

    - તમારી એપ્લિકેશનની એક કોપી તમારી પાસે રાખો, જેથી ભવિષ્યમાં જરૂર પડ્યે ઉપયોગમાં લઇ શકાય.

    આ પણ વાંચો : SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાનમાં 62 જગ્યાની ભરતી, 20,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    SBI SO Recruitment: કેટલી રહેશે એપ્લિકેશન ફી?

    સામાન્ય, OBC અને EWS ના ઉમેદવારોએ 750 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે SC, ST અને PwD ઉમેદવારોને ફી ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

    SBI SO Recruitment: પગારધોરણ

    સિસ્ટમ ઓફિસરની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 36,000થી રૂ. 89,890ની વચ્ચે ચૂકવવામાં આવશે. એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે પસંદ કરાયેલા લોકોને 15થી 20 લાખ રૂપિયાની વચ્ચે મળશે, સિનિયર એક્ઝિક્યુટિવ્સને 19થી 24 લાખ રૂપિયાની વચ્ચે મળશે. સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ્સને 23 લાખ રૂપિયાથી 27 લાખ રૂપિયાની વચ્ચે મળશે.
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર