Home /News /career /

SBI Recruitment : SBIમાં 18 SCOની ભરતી માટે અરજી કરવાની અંતિમ તક, અહીંથી કરો એપ્લાય

SBI Recruitment : SBIમાં 18 SCOની ભરતી માટે અરજી કરવાની અંતિમ તક, અહીંથી કરો એપ્લાય

SBI Recruitment 2022: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 18 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી

SBI Recruitment 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં (SBI)માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની 18 જગ્યા માટે ભરતીનું નોટિફીકેશન બહાર પડ્યું હતું. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 28-4-2022 છે.

    SBI SCO Recruitment 2022: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ (SBI) સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી  લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ (SBI SCO Recruitment 2022 Last Date of Online Application)  તારીખ 28-4-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે. અજી કરવાની લિંક તમેજ દરેક પોસ્ટની ભરતીની જાહેરાત નીચેના ટેબલ પર આપવામાં આવેલી છે. ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

    SBI SO Recruitment 2022: ખાલી જગ્યાની વિગતો

    વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (Contact Centre Transformation) - 1, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ મેનેજર કોન્ટેક્ટ સેન્ટર - 4, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કસ્ટમર એક્સપિરિયન્સ ટ્રેઇનિંગ એન્ડ સ્ક્રિપ્ટ મેનેજર (ઇનબાઉન્ડ ટ), આઉટબાઉન્ડ) - 2, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ કમાન્ડ સેન્ટર મેનેજર - 3, સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ- ડાયલર ઓપરેશન્સ (આઉટબાઉન્ડ) -1, સિનિયર એક્ઝયુકેટિવ(અર્થશાસ્ત્રી) - 2
    મેનેજર (પરફોર્મન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ) - 2,  એડવાઇસર (ફ્રોડ રિસ્ક) - 4

    SBI SO Recruitment 2022: શૈક્ષણિક લાયકાત:

    વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (સંપર્ક સેન્ટર ટ્રાન્સફોર્મેશન): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ / આઇટી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી.

    સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ - પ્રોગ્રામ મેનેજર સંપર્ક કેન્દ્ર: માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ / આઈટી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી.

    સિનિયર એક્ઝિક્યુટિવ - કસ્ટમર ક્ષેત્રે અનુભવ, તાલીમ અને સ્ક્રિપ્ટ મેનેજર (ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ) અને સ્નાતક
    સિનિયર સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ - કમાન્ડ સેન્ટર મેનેજર: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક.

    સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ - ડાયલર ઓપરેશન્સ (આઉટબાઉન્ડ): માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ/આઈટી અથવા કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી.

    સિનિયર એક્ઝિક્યુટિવ - ન્યૂનતમ 60% માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ સાથે સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ/મેથેમેટિકલ ઈકોનોમિક્સ/ઈકોનોમિક્સ/ઈકોનોમેટ્રિક્સ/સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેટિક્સ/એપ્લાઈડ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેટિક્સમાં માસ્ટર ડિગ્રી. અથવા માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ફાઇનાન્સમાં વિશેષતા સાથે / ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી

    આ પણ વાંચો : SSA Gujarat Recruitment 2022: સર્વ શિક્ષા અભિયાનમાં 62 જગ્યાની ભરતી, 20,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    મેનેજર (પરફોર્મન્સ પ્લાનિંગ એન્ડ રિવ્યુ): મેનેજમેન્ટમાં B.Com./BE/B.Tech. અને PG, MBA અથવા તેની સમકક્ષ માન્ય યુનિવર્સિટી/કોલેજમાંથી 2 વર્ષનો ફૂલ ટાઈમ નિયમિત અભ્યાસક્રમ (સરકારી સંસ્થાઓ/ AICTE/ UGC દ્વારા માન્યતા પ્રાપ્ત/ માન્ય સંસ્થાઓ).

    એડવાઇઝર - ગ્રેજ્યુએશન. ઉમેદવાર નિવૃત્ત IPS અથવા રાજ્ય પોલીસ / CBI / ઈન્ટેલિજન્સ બ્યુરો / CEIB અધિકારી હોવો જોઈએ જે નિવૃત્તિ સમયે નાયબ પોલીસ અધિક્ષકની રેન્કથી નીચે ન હોય અને તેણે તકેદારી / આર્થિક ગુનાઓ / સાયબર ક્રાઈમ વિભાગોમાં કામ કર્યું / સંભાળ્યું હોવું જોઈએ.

    SBI SO Recruitment 2022: અનુભવ

    વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ (કોન્ટેક્ટ સેન્ટર ટ્રાન્સફોર્મેશન) - પોસ્ટ ક્વોલિફિકેશન ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ.

    સિનિયર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ- પોસ્ટ ક્વોલિફિકેશન ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.

    સિનિયર એક્ઝિક્યુટિવ (અર્થશાસ્ત્રી) : સંબંધિત ક્ષેત્ર રિસર્ચ અને એનાલિટિક્સમાં ઓછામાં ઓછા 3 વર્ષનો પોસ્ટ ક્વોલિફિકેશન કામનો અનુભવ હોવો જોઈએ.

    મેનેજર - પોસ્ટ ક્વોલિફિકેશન ઓછામાં ઓછા 4 વર્ષનો વર્ક અનુભવ.

    એડવાઈઝર/સલાહકાર - ફોજદારી / નાણાકીય ગુનાઓમાં તપાસ / દેખરેખના સંચાલનમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.

    નોકરીની ટૂંકી વિગતો























































    જગ્યા18
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે ઉપર જણાવ્યા મુજબ અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી કરવાની ફીસામાન્ય/ઓબીસી/EWS ઉમેદવારો - રૂ. 750/-
    SC/ST/PWD ઉમેદવાર - કોઈ ફી નથી
    અરજી કરવાની અંતિમ તારીખVP અને Sr સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 4-5-2022
    મેનેજર, એડવાઈઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 28-4-2022
    ભરતીની વીપી અને સિનિયર એક્ઝિક્યુટીવની ભરતીની જાહેરાત જોવા માટે  અહીંયા ક્લિક કરો
    ભરતીની વીપી અને સિનિયર એક્ઝિક્યુટીવની ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા ક્લિક કરો
    એસબીઆઈ એસઓની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    એસબીઆઈ એસઓની ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે  અહીંયા ક્લિક કરો
    એસબીઆઈ એસઓ મેનેજરની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    એસબીઆઈ એસઓ મેનેજરની ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માટે  અહીંયા ક્લિક કરો
    એડવાઈઝરની ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    એડવાઈઝરની ભરતીની ઓનલાઈન અરજી કરવા માટે  અહીંયા ક્લિક કરો



    SBI SO Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    પસંદગી માટેની મેરીટ યાદી માત્ર ઈન્ટરવ્યુમાં મેળવેલ સ્કોરના આધારે તૈયાર કરવામાં આવશે.

    SBI SO Recruitment 2022: કેવી રીતે અરજી કરવી?

    ઉમેદવારો છેલ્લી તારીખે અથવા તે પહેલાં SBIની વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

    SBI SO Recruitment 2022: અરજી ફી:
    સામાન્ય/ઓબીસી/EWS ઉમેદવારો - રૂ. 750/-
    SC/ST/PWD ઉમેદવાર - કોઈ ફી નથી

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022 : ગૌણ સેવા પસંદગી મંડળની 3137 જગ્યાની ભરતી, આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

    SBI SO Recruitment 2022: મહત્વની તારીખ

    VP અને Sr સ્પેશિયલ એક્ઝિક્યુટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 04 મે 2022
    મેનેજર, એડવાઈઝર અને સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 28 એપ્રિલ 2022
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર