Home /News /career /શું તમે ગ્રેજ્યુએટ છો ? તો તમને પણ SBIમાં મળી શકશે નોકરી

શું તમે ગ્રેજ્યુએટ છો ? તો તમને પણ SBIમાં મળી શકશે નોકરી

શું તમે ગ્રેજ્યુએટ છો ? તો તમને પણ SBIમાં મળી શકશે નોકરી

SBI Recruitment 2022 : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં બમ્પર ભરતીની જાહેર કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી હતી કે,  જુનિયર એસોસિએટના 5008 પદો પર ભરતી કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા તમામ ઉમેદવારો sbi.co.in વેબસાઇટ પરથી આવેદન કરી શકશે.

    SBI Recruitment 2022 : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં બમ્પર ભરતીની જાહેર કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી હતી કે,  જુનિયર એસોસિએટના 5008 પદો પર ભરતી કરવામાં આવશે. યોગ્યતા ધરાવતા તમામ ઉમેદવારો sbi.co.in વેબસાઇટ પરથી આવેદન કરી શકશે.

    સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં (SBI)નોકરીની મહત્વની તક સામે આવી છે. SBI દ્વારા જુનિયર એસોસિએટના પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી (SBI Recruitment 2022) છે. જણાવી દઈએ કે, આ પદ પર આવેદન માટેની અંતિમ તારીખ નજીક આવી રહી છે. આ પદ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ sbi.co.in વેબસાઈટ પર જઈને તેમા આવેદન કરી શકે છે.

    આ પણ વાંચો:  Career Tips:આગામી 5 વર્ષમાં તમે શું કરવા માંગો છો? જાણો કરિયર પ્લાનિંગના ફાયદા

    જણાવી દઈએ કે, SBI દ્વારા 5008 પદ માટે ભરતી કરવામાં આવી રહી (sbi bank vacancy 2022) છે. જેમાં આવેદન કરવા માટે ઉમેદવારોને 750 ફી ભરીને આવેદન કરી શકશે, જ્યારે SC,ST,PWDB મા આવતા ઉમેદવારોને કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં.


    કોણ કરી શકે છે આવેદન


    આ પદ માટે સ્નાતક યુવાનો આવેદન કરી શકશે. આ પદ માટે અરજી કરનારા ઉમેદવારો 20 થી 28 વર્ષની આયુ ધરાવતો હોવો જોઈએ.  આ સાથે જ, પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો, ઉમેદવારોની પસંદગી પ્રારંભિક, મુખ્ય પરીક્ષા અને સ્થાનિય ભાષા કસોટીના આધારે કરવામાં આવશે.

    આ પણ વાંચો:  CUET PG Result 2022: આ ટોપ યુનિવર્સિટીમાં મળશે એડમિશન, જુઓ લિસ્ટ

    આ ઉપરાંત, આ ભરતી પ્રક્રિયાની વધુ માહિતી માટે આપેલી લિંક પર જઈને તમામ મોટિફિકેશનની માહિતી મેળવી શકશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs, SBI Recruitment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन