Home /News /career /SBI Recruitment: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અલગ અલગ પદ પર ભરતી બહાર પાડી, 20 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

SBI Recruitment: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અલગ અલગ પદ પર ભરતી બહાર પાડી, 20 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી

SBI Recruitment 2022: રજિસ્ટ્રેશન પ્રોસેસ 31 ઓગસ્ટ 2022થી શરૂ થઈ ગઈ છે. જેની માટે 20 સપ્ટેમ્બર 2022 સુધીમાં અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 19 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર આ પોસ્ટ માટે તમામ પાત્રતા ધરાવે છે કે, નહીં તે નોટિફિકેશન વાંચીને ચેક કરવાનું રહેશે.

વધુ જુઓ ...
SBI Recruitment 2022: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેગ્યુલર બેઝિસ પર સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ SBIની અધિકૃત વેબસાઈટ sbi.co.in. પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. રજિસ્ટ્રેશન પ્રોસેસ 31 ઓગસ્ટ 2022થી શરૂ થઈ ગઈ છે. જેની માટે 20 સપ્ટેમ્બર 2022 સુધીમાં અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ 19 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર આ પોસ્ટ માટે તમામ પાત્રતા ધરાવે છે કે, નહીં તે નોટિફિકેશન વાંચીને ચેક કરવાનું રહેશે.

એક ઉમેદવાર એકથી વધુ અરજી કરી શકશે નહીં. ઉમેદવારે એકથી વધુ પોસ્ટ માટે અરજી કરી હશે તો, ઉમેદવારે જે છેલ્લી પોસ્ટ માટે અરજી કરી હશે તે અરજી ફોર્મને જ માન્ય ગણવામાં આવશે.

રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થયાની તારીખ: 31 ઓગસ્ટ, 2022
અરજી કરવાની છેલ્લી તારીખ: 20 સપ્ટેમ્બર, 2022

SBI ભરતી માહિતી


મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ) Manager (Data ScientistSpecialist): 11 પોસ્ટ
ડેપ્યટી. મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ)- 5 પોસ્ટ
સિસ્ટમ ઓફિસર (સ્પેશિયાલિસ્ટ) i. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ii. એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર iii. સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર- 3 પોસ્ટ

શૈક્ષણિક લાયકાત (Eligibility Criteria)


મેનેજર (ડેટા સાયન્ટિસ્ટ સ્પેશિયાલિસ્ટ) : ઉમેદવારોએ 60% સાથે કમ્પ્યુટર સાયન્સ, IT, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ અને AI બી. ટેક, B.E.,એમ. ટેક અથવા M.E. કરેલું હોવું જોઈએ. ફાઈનાન્સ અથવા અન્ય વિષય સાથે MBA અથવા PGDM કરેલું હોવું જોઈએ.

આ પણ વાંચોઃ-NEP 2020: એક જ સમયે 2 ડિગ્રી કોર્સ કઈ રીતે કરી શકો છો, જાણો UGC ગાઇડલાઇન્સ


સિસ્ટમ ઓફિસર (સ્પેશિયાલિસ્ટ): ઉમેદવારોએ 60% સાથે કમ્પ્યુટર સાયન્સ, IT, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરીંગ, મશીન લર્નિંગ અથવા AIમાં બી. ટેક, B.E.,એમ. ટેક અથવા M.E. કરેલું હોવું જોઈએ.

અરજી પ્રક્રિયા (how to apply)


ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ SBIની અધિકુત વેબસાઈટ sbi.co.in પર જઈને 20 સપ્ટેમ્બર 2022 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી ભર્યા બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તેવું માનવામાં આવશે.

આ પણ વાંચોઃ-Celeb Education: જેકલીન ફર્નાન્ડીઝ કેટલું ભણી છે અને ક્યારે કરી હતી કરિયરની શરુઆત


વધુ માહિતી જણાવીએ તો આ ભરતી પ્રક્રિયા હેઠળ આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર, સિનિયર સ્પેશિયાલિસ્ટ એક્ઝિક્યુટિવ, મેનેજર, સેન્ટ્રલ ઓપરેશન ટીમ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર, રિલેશનશિપ મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, સિનિયર રિલેશનશિપ મેનેજર, રિલેશનશિપ મેનેજર, રિજનલ હેડ, કસ્ટમર રિલેશનશિપ એક્ઝિક્યુટિવ, મેનેજર અને સિસ્ટમ ઓફિસર પોસ્ટ પર પણ ભરતી બહાર પાડવામાં આવી છે.
First published:

Tags: Career News, Jobs and Career, Recruitment