SBI Recruitment 2021: SBIની 600થી વધુ પોસ્ટ પર ભરતી, એપ્લાય કરવાની અંતિમ તક, ફટાફટ જાણો વિગતો

એસબીઆઈમાં નોકરીની જાહેરાત ફોર્મ ભરવાની અંતિમ તારીખ કાલે

SBI SO Recruitment 2021: એસબીઆઈમાં સ્પેશિયાલિસ્ટ ઑફિસરના પદ પર 606 ભરતી માટે 15મી નવેમ્બરે પરીક્ષા યોજાશે. જાણો તમામ વિગતો

  • Share this:
    SBI SO Recruitment 2021: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની તકો શોધી રહેલા અથવા તો સરકારી બેન્કમાં કારકિર્દી બનાવવા માંગતા યુવક-યુવતીઓ માટે એસબીઆઈમાં નોકરી મેળવવાની સોનેરી તક સામે આવી છે. ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા 606 પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 18મી ઑક્ટોબર છે. એલે કે આવતીકાલે આ નોકરી માટે એપ્લાય કરવાની અંતિમ તારીખ છે. જે ઉમેદવારોએ હજુ સુધી એપ્લાય નથી કર્યુ તે હજુ એકવાર એપ્લાય કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે આ નોકરી માટે કુલ 606 પોસ્ટ બહાર પાડવામાં આવી છે. ભરતી લેખિત પરીક્ષા દ્વારા થશે. સ્પેશિયલ ઑફિસર એટલે કે એસઓની ભરતી માટે ઓનલાઇન એપ્લિકેશન પણ કરી શકાશે. જોકે, ઉમેદવાર પોતે આ ભરતી માટે એપ્લાય કરી શકે એમ છે કે નહીં તે નોટિફિકેશન ચેક કરી અને કરવાનું રહેશે.

    SBI Recruitment 2021: એપ્લાય કરવા માટે ઉમેદવારે sbi.co.in પર જવાનું રહેશે. ત્યાં હોમ પેજ પર જઈને Latest Announcements લિંક પર જવાનું રહેશે. ત્યારબાદ તેમાંથી RECRUITMENT OF SPECIALIST CADRE OFFICERS ON REGULAR/CONTRACT BASIS પર ક્લિક કરવાનું રહેશે. એક ફોર્મ ખૂલતાની સાથે જ તેમાં માગવામાં આવેલી તમામ વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરી અને તેની પ્રિંટ કાઢવાની રહેશે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટી સહિત દેશ આખામાં 900 પોસ્ટ પર ભરતી, આસિસ્ટન્ટ પ્રોફેસર-નોન ટિચીંગ સ્ટાફ માટે તક

    SBI SO Recruitment 2021: ભરતીની માહિતી

    એસબીઆઈ એસઓની ભરતીમાં કુલ 606 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ પૈકીના 606 પદમાંથી 314 પદ પર રિલેશનશીપ મેનેજર, 20 પોસ્ટ રિલેશનશીપ મેનેજર ટીમ લીડ, 217 પોસ્ટ કસ્ટમર રિલેશન એક્ઝિક્યૂટિવ, 12 પોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર, 2 પોસ્ટ સેન્ટ્રલ રિસર્સ ટીમ, 12 પોસ્ટ માર્કેટિંગ, 26 પોસ્ટ ડેપ્યુટી મેનેજર માર્કેટિંગની છે.

    આ પણ વાંચો : આ પણ વાંચો : Navy Bharti 2021: 12 પાસ માટે ઈન્ડિયન નેવીમાં 2500 જગ્યા પર ભરતી, ફટાફટ જાણો વિગતો

    SBI Recruitment 2021: ઉમર મર્યાદા

    આ નોકરી માટે રિલેશનશીપ મેનેજરની પોસ્ટ માટે ઉંમર મર્યાદા 23થી 25 વર્ષ છે. જ્યારે રિલેશનશીપ મેનેજર ટીમ લીડ માટે ઉંમર મર્યાદા 28થી 40 વર્ષની છે. જ્યારે કસ્ટમર રિલેશનશીપ એક્ઝિક્યૂટિવની પોસ્ટ માટે ઉંમર મર્યાદા 20થી 35 વર્ષની છે. જ્યારે કે ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર માટે ઉંમરની મર્યાદા 28થી 40 વર્ષની છે. સેન્ટ્રલ રીસર્ટ ટીમ પ્રોડક્ટ લીડ માટે ઉંમર મર્યાજા 3થી 45 વર્ષની છે. જ્યારે સેન્ટ્રલ રિસર્ચ ટીમ સપોર્ટ માટે ઉંમર મર્યાદા 25થી 35 વર્ષની છે. આ સાથે જ માર્કેટિંગ મેનેજર માટે ઉંમર મર્યાદા 40 વર્ષની છે જ્યારે ડેપ્યૂટી મેનેજર માર્કેટિંગ માટે ઉંમર મર્યાદા 35 વર્ષી છે. જ્યારે એક્ઝિક્યૂટિવની જગ્યા માટે ઉંમર મર્યાદા 30 વર્ષની છે.
    Published by:Jay Mishra
    First published: