દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. ઉચ્છુક ઉમેદવારો પાસે બેંકમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો છે. ભારતીય સ્ટેટ બેંકે જાહેરનામું બહાર પાડી પ્રોબેશનરી ઓફિસર એટલે કે, પીઓના પદ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ પદ પર ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર છે. આવામાં ઇચ્છુક ઉમેદવારોએ વહેલી તકે એપ્લાઇ કરવું જોઇએ. આ પદ માટે અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર વિઝીટ કરો.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કુલ 1673 પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેની મદદથી એસબીઆઇમાં પીઓના પદ ભરવામાં આવશે. આ અંગે લાયકાત, વય મર્યાદા, સેલરી સહિત અન્ય માહિતી નીચે શેર કરવામાં આવી છે.
કોણ કરી શકે છે અરજી
ગ્રેજ્યુએશન પાસ અથવા છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપરોક્ત જગ્યા માટે અરજી કરવા પાત્ર છે.
વય મર્યાદા
આ પદો માટે નક્કી વય મર્યાદાની વાત કરીએ તો લધુત્તમ 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ છે.
કેવી રીતે થશે પસંદગી?
આ જગ્યા માટે ભરતી પરીક્ષાના માધ્યમથી થશે. જે હેઠળ પ્રાથમિક અને મુખ્ય, 2 બે પેપર લેવામાં આવશે. આ બન્ને પરીક્ષામાં ક્વોલિફાઇ કરનારા ઉમેદવારોને સાઇકોમેટ્રિક ટેસ્ટ આપવી પડશે.
કેટલી મળશે સેલરી?
આ પદ માટે પસંદગી પામનારા ઉમેદવારોને પે સ્કેલ 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840 હેઠળ સેલરી આપવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવાર ભરતી સંબંધિત જાણકારી માટે આ લિંક SBI PO Recruitment 2022 Notification PDF પર જઇને નોટિફિકેશન તપાસી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર