SBI PO Prelims Result 2021: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રોબેશનરી ઓફિસર પ્રિલિમિનરી પરીક્ષા (SBI PO Prelims Exam 2021)નું પરિણામ (SBI PO Prelims Result 2021) જાહેર કરી નાખ્યું છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે. પ્રારંભિક પરીક્ષાનું આયોજન 20, 21 અને 27 નવેમ્બર 2021ના કરવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, પીઓની કુલ 2056 જગ્યાઓની ભરતી માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 10 લાખ ઉમેદવારોએ આ પદો માટે અરજી કરી હતી. પ્રારંભિક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે યોગ્ય ગણાશે. હવે ટૂંક સમયમાં મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર થવાની શક્યતા છે.
SBI PO Prelims Result 2021: આ રીતે ચેક કરો પોતાનું રિઝલ્ટ
1. સૌથી પહેલા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in/careers પર જાઓ.
2. હોમ પેજ પર આપવામાં આવેલ કરન્ટ ઓપનિંગ સેક્શન પર ક્લિક કરો.
3. અહીં પ્રોબેશનરી ઓફિસર ભરતીની લિંક પર ક્લિક કરો.
4. હવે પ્રિલિમિનરી પરીક્ષા રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
5. માગવામાં આવેલી માહિતી દાખલ કરીને સબમિટ કરો.
6. રિઝલ્ટ તમારી સ્ક્રીન પર દેખાશે.
7. હવે તેને ડાઉનલોડ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર