Jobs and career: ભારતીય સ્ટેટ બેંકે (SBI Recruitment 2022) લાયક ભારતીય નાગરિકોની ભરતી માટે નોટિફીકેશન (Recruitment notification) બહાર પાડ્યું છે. SBIએ SBIના નિવૃત્ત અધિકારીઓની ખાલી જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ (Apply Online) આમંત્રિત કરી છે.
ઉમેદવારોએ ખાસ નોંધવું આવશ્યક છે કે નોકરીઓ કરારના આધારે (contractual basis Jobs) ઉપલબ્ધ છે અને બેંક આ ભરતી ડ્રાઇવ દ્વારા કુલ 641 ખાલી જગ્યાઓ ભરવાનું વિચારી રહી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો બેંક sbi.co.in સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 07 જૂન, 2022 છે.
ઉમેદવારો SBIની અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જૂન 07, 2022 સુધી અરજી કરી શકે છે.
કઇ રીતે કરવામાં આવશે પસંદગી
આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી શોર્ટલીસ્ટ કરાયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
માત્ર ન્યૂનતમ લાયકાત અને અનુભવ પૂરો કરવાથી ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવવાનો કોઈ અધિકાર રહેશે નહીં. બેંક દ્વારા રચવામાં આવેલી શોર્ટલિસ્ટિંગ કમિટી શોર્ટલિસ્ટિંગ પેરામીટર્સ નક્કી કરશે.
ત્યારપછી, બેંક દ્વારા નક્કી કર્યા મુજબ ઉમેદવારોની પૂરતી સંખ્યામાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવાનો બેંકનો નિર્ણય અંતિમ રહેશે. આમાં કોઈ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.
ઇન્ટરવ્યુમાં 100 માર્કસ હશે. ઇન્ટરવ્યુમાં પાસ થવાના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે. અંતિમ પસંદગી માટે મેરિટ લિસ્ટ માત્ર ઇન્ટરવ્યુમાં મેળવેલા સ્કોર્સના ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર