Home /News /career /કઈ રીતે કરશો SBI ક્લાર્ક 2022 ભરતીની તૈયારી? અહી જાણો પ્રિલિમ્સ - મેઇન્સની નવી એક્ઝામ પેટર્ન અને સિલેબસ

કઈ રીતે કરશો SBI ક્લાર્ક 2022 ભરતીની તૈયારી? અહી જાણો પ્રિલિમ્સ - મેઇન્સની નવી એક્ઝામ પેટર્ન અને સિલેબસ

કઈ રીતે કરશો SBI ક્લાર્ક 2022 ભરતીની તૈયારી? અહી જાણો પેપર પેટર્ન અને સિલેબસ

SBI Clerk 2022 Exam Syllabus and Prelims: આ ભરતી હેઠળ ઉમેદવારોને ફક્ત એક જ વાર પરીક્ષા આપવા દેવામાં આવશે. કોઈ ચોક્કસ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની ચોક્કસ પસંદ કરેલી સ્થાનિક ભાષાને વાંચવામાં, લખવામાં, બોલવામાં અને સમજવામાં નિપુણ હોવા જોઈએ. એસબીઆઈ ક્લાર્ક 2022ની અરજી પ્રક્રિયા ગત 27 સપ્ટેમ્બર 2022 ના રોજ સમાપ્ત થઈ ચૂકી છે.

વધુ જુઓ ...
    SBI Clerk 2022 Exam Syllabus and Prelims: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્લર્ક (SBI Clerk Recruitment 2022) કેડરમાં જુનિયર એસોસિએટ (Customer Support & Sales)ની 5486 ખાલી જગ્યાઓની ભરતી માટે નવેમ્બર 2022માં એસબીઆઇ ક્લાર્ક પ્રિલિમ્સ 2022 (SBI Clerk Exam 2022) લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા ડિસેમ્બર 2022/ જાન્યુઆરી 2023ના મહિનામાં કામચલાઉ ધોરણે લેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, એસબીઆઈ ક્લાર્ક 2022ની અરજી પ્રક્રિયા ગત 27 સપ્ટેમ્બર 2022 ના રોજ સમાપ્ત થઈ ચૂકી છે.

    ઉમેદવારો ફક્ત એક જ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ભરતી હેઠળ ઉમેદવારોને ફક્ત એક જ વાર પરીક્ષા આપવા દેવામાં આવશે. કોઈ ચોક્કસ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની ચોક્કસ પસંદ કરેલી સ્થાનિક ભાષાને વાંચવામાં, લખવામાં, બોલવામાં અને સમજવામાં નિપુણ હોવા જોઈએ.

    આ પણ વાંચો:  વગર પરીક્ષાએ ઓફિસર બનવાનો ગોલ્ડન ચાન્સ, 1 લાખ સુધીનો પગાર, જલ્દી કરો અરજી

    પરીક્ષાની તારીખ


    SBI ક્લર્ક નોટિફીકેશન 2022 – 6 સપ્ટેમ્બર, 2022

    અરજી કરવાની પ્રારંભિક તારીખ – 7 સપ્ટેમ્બર, 2022

    અરજી કરવાની અંતિમ તારીખ - 27 સપ્ટેમ્બર, 2022

    પ્રી-એક્ઝામ ટ્રેનિંગ – ઓક્ટોબર, 2022

    SBI ક્લર્ક પ્રીલિમ્સ પરીક્ષા – નવેમ્બર, 2022

    SBI ક્લર્ક પ્રીલિમ્સ રીઝલ્ટ – નવેમ્બર, 2022

    SBI ક્લર્ક મેઇન્સ પરીક્ષા – ડિસેમ્બર, 2022- જાન્યુઆરી, 2022

    પ્રીલિમ્સ એક્ઝામ પેટર્ન


    પ્રીલિમ્સ પરીક્ષામાં 100 ગુણ માટે ઓબ્જેક્ટિવ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવશે. આ પરીક્ષા 1 કલાક માટે ઓનલાઇન લેવામાં આવશે. તેમાં 3 વિભાગો હશે (દરેક વિભાગ માટે અલગ સમય સાથે).

    પ્રીલિમિનરી પરીક્ષામાં મેળવેલા કુલ ગુણના આધારે કેટેગરી-વાર મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તેના આધારે એસબીઆઈ ક્લાર્ક મેઇન્સ પરીક્ષા માટે પસંદગી કરવામાં આવશે.
    નંબરટેસ્ટકુલ પ્રશ્નોગુણસમય
    1ઇંગ્લિશન303020 મિનિટ
    2ન્યૂમેરિકલ એબિલિટી353520 મિનિટ
    3રીઝનિંગ એબિલિટી353520 મિનિટ
    ટોટલ1001001 કલાક


    SBI ક્લર્ક- 2022 મેઇન્સ પરીક્ષા પેટર્ન


    મેઇન્સ પરીક્ષામાં 200 ગુણ માટે ઓબ્જેક્ટિવ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવશે. આ ટેસ્ટ 2 કલાક અને 40 મિનિટ (દરેક વિભાગ માટે અલગ સમય સાથે) માટે ઓનલાઇન લેવામાં આવશે. ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં 4 સેક્શન હશે.
    નંબરટેસ્ટમીડિયમકુલ પ્રશ્નોગુણસમય
    1જનરલ/ ફાઇનાન્સિયલ અવેરનેસ505035 મિનિટ
    2જનરલ ઇંગ્લિશઇંગ્લિશ404035 મિનિટ
    3ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ505045 મિનિટ
    4રીઝનિંગ એબિલિટી એન્ડ કમ્પ્યૂટર એપ્ટિટ્યૂડ506045 મિનિટ
    ટોટલ1902002 કલાક 4 મિનિટ


    ખોટા જવાબ બદલ પેનલ્ટિ


    ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં ટિક કરેલા ખોટા જવાબો માટે પેનલ્ટિ હશે. દરેક પ્રશ્ન કે જેના માટે ઉમેદવાર દ્વારા ખોટો જવાબ આપવામાં આવ્યો છે, તે પ્રશ્નને આપવામાં આવેલા ગુણનો 1/4 ભાગ સુધારેલા સ્કોર માટે પેનલ્ટિ તરીકે કાપવામાં આવશે.

    જો કોઈ પ્રશ્ન ખાલી છોડી દેવામાં આવે છે, એટલે કે જો કોઈ જવાબ ઉમેદવાર દ્વારા ટિક કરવામાં આવ્યો નહીં હોય તો તે પ્રશ્ન માટે કોઈ પેનલ્ટિ રહેશે નહીં.

    પસંદગી માટે લાયક રહેલા અને 10મા કે 12મા ધોરણની માર્કશીટ/પ્રમાણપત્ર દર્શાવનાર અને સ્થાનિક ભાષામાં અભ્યાસ કર્યો હોવાનો પુરાવો દર્શાવનાર ઉમેદવારોએ કોઇ ભાષા ટેસ્ટ આપવાની રહેશે નહીં. અન્યના કિસ્સામાં (પસંદગી માટે લાયક), સ્પષ્ટ પસંદ કરેલી સ્થાનિક ભાષાની કસોટી કામચલાઉ પસંદગી પછી અને જોડાતા પહેલા લેવામાં આવશે.

    જે ઉમેદવારો આ ટેસ્ટમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ જાય તેમને નિમણૂંકની ઓફર કરવામાં આવશે નહીં. દેશના તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં સ્થાનિક ભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ પરીક્ષા લેવામાં આવશે.

    પ્રિલિમ્સ પરીક્ષા માટે સિલેબસ


    ઇંગ્લિશ – વાંચન સમજ, બ્લેન્ક્સ, ક્લોઝ ટેસ્ટ, મલ્ટીપલ મીનિંગ, એરર સ્પોટિંગ, સેન્ટેન્સ કમ્પ્લીશન, પેરા જંબલ્સ, વોકેબ્યુલરી, ટેન્સ રૂલ્સ.

    ન્યૂમેરિકલ એબિલિટી – ડેટા ઇન્ટરપ્રીટેશન, સિમ્પ્લીફિકેશન/ એપ્રોક્સિમેશન, ટકાવારી, નંબર સિસ્ટમ, રેશન એન્ડ પ્રપોર્શન, સમય અને અંતર, મેન્સ્યૂરેશન, ઘાત અને ઘાતાંક, સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ક્રમ અને શ્રેણી, કામ અને સમય, ક્રમચય, સંયોજન અને સંભાવના, મિક્સ્ચર અને એલિગેશન, નફો અને નુકસાન.

    રીઝનિંગ એબિલિટી – પઝલ્સ અને બેઠક વ્યવસ્થા, કોડિંગ-ડિકોડિંગ, ઇનપુટ- આઉટપુટ, લોજીકલ રીઝનિંગ, ડેટા સફિસિયન્સી, દિશા, આલ્ફાન્યૂમેરિક સીરિઝ, રેન્કિંગ અને ઓર્ડર, આલ્ફાબેટ ટેસ્ટ, કોડેડ ઇનઇક્વાલિટીઝ, સિલોજીસમ, બ્લડ રીલેશન, ટેબ્યુલેશન.

    આ પણ વાંચો:  Success Story: એરોસ્પેસ એન્જિનિયર હતા IFS પરવીન કાસવાન, કોલેજમાં અંગ્રેજી ગીતોથી થયા હતા પરેશાન

    મેઇન્સ પરીક્ષા માટે સિલેબસ


    જનરલ/ ફાઇનાન્સિયલ અવેરનેસ – કરન્ટ અફેર્સ, સ્ટેટિક જીકે, ફાઇનાન્સિયલ અવેરનેસ, બેંકિંગ ટર્મિનોલોજીસ, બેકિંગ અવેરનેસ, ઇન્સ્યોરન્સના નિયમો.

    જનરલ ઇંગ્લિશ – વાંચન સમજ, બ્લેન્કસ, ક્લોઝ ટેસ્ટ, મલ્ટીપલ મીનિંગ, એરર સ્પોટિંગ, સેન્ટેન્સ પૂર્ણ કરો, પેરા જંબલ્સ, શબ્દભંડોળ, ટેન્સ રૂલ્સ.

    ક્વોન્ટેટિવ એપ્ટિટ્યૂડ – ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફિસિયન્સી, નંબર સીરિઝ, સીમ્પ્લિફીકેશન, રેશિયો અને પ્રોપોર્શન, એવરેજ, ટકાવારી, મિક્સ્ચર અને એલિગેશન્સ, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, સમય, અંતર અને કામ, ક્વાડ્રેટિક ઇક્વેશન.

    રીઝનિંગ એબિલિટી – પઝલ્સ અને બેઠક વ્યવસ્થા, સિલોજીસમ, અસમાનતા, મશીન ઇનપુટ-આઉટપુટ, બ્લડ રીલેશન, દિશા, ઓર્ડર અને રેંકિંગ, કોડિંગ-ડિકોડિંગ, સ્ટેટમેન્ટ અને ધારણાઓ.

    કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ – ઓપરેટિંગ સિસ્ટમ, નંબર સિસ્ટમ, ઇન્ટરનેટ, મેમોરી, બેઝીક ઓફ લોજીક ગેટ્સ, કિબોર્ડ શોર્ટકટ્સ, કમ્પ્યૂટર એબ્રિવિશેન, એમએસ ઓફિસ, કમ્પ્યૂટર હાર્ડવેર, કમ્પ્યૂટર સોફ્ટવેર, કમ્પ્યૂટર ફંડામેન્ટલ્સ/ ટર્મિનોલોજીસ, નેટવર્કિંગ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs, Governmet Jobs, SBI bank, કેરિયર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन