Home /News /career /SBI Recruitment: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં 5000થી વધુ જગ્યા માટે ભરતી, આ રીતે કરો અરજી

SBI Recruitment: દેશની સૌથી મોટી સરકારી બેંકમાં 5000થી વધુ જગ્યા માટે ભરતી, આ રીતે કરો અરજી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં ભરતી

SBI Clerk 2022 Application: એસબીઆઈ ભરતી 2022 માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી તરીકે 750 રૂપિયા ચૂકવવાના રહેશે. એસસી/એસટી કેટેગરી હેઠળ અરજી કરનારા ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

નવી દિલ્હી: જુનિયર એસોસિએટ પોસ્ટ્સ (Junior Associate posts) માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એસબીઆઇ ક્લાર્કની ભરતી (SBI Clerk Recruitment 2022) માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો તેમની યોગ્યતાના માપદંડને ચકાસી શકે છે અને એસબીઆઈ ભરતી 2022 (SBI Recruitment 2022) માટે sbi.co.in પરથી અરજી કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા એસબીઆઈ ક્લાર્ક (SBI Clerk Jobs) પાત્રતા માપદંડની તપાસ કરી લે. એસબીઆઈ ક્લાર્ક 2022 એપ્લિકેશન લિંક અને યોગ્યતાના માપદંડ વિશે અહીં અમે તમને વિગતવાર જણાવી રહ્યા છીએ.

5000થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી


એસબીઆઈ ક્લાર્ક નોટિફિકેશન 2022 ગઈકાલે બહાર પાડવામાં આવી હતી. જેમાં એસબીઆઈ ક્લાર્કની 5000થી વધુ ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. એસબીઆઈ ક્લાર્ક ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર, 2022 છે.

શું હોવી જોઇએ શૈક્ષણિક લાયકાત?


એસબીઆઈ ક્લાર્ક 2022 માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ. જે લોકો ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં હોય તેઓ પણ અરજી કરી શકે છે અને જો તેમની પસંદગી થાય તો તેમણે 30 નવેમ્બર, 2022 સુધીમાં પાસિંગ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

કેટલી છે વયમર્યાદા?


વયમર્યાદાની વાત કરીએ તો, 1 ઓગસ્ટ, 2022ના રોજ 20 વર્ષથી નીચે અને 28 વર્ષથી વધુ ઉમેદવારી ઉંમર ન હોવી જોઈએ. સરકારના ધારાધોરણ મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ લાગુ પડે છે.

કઇ રીતે કરી શકો છો અરજી?


- સૌ પ્રથમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશ્યલ વેબસાઇટ www.sbi.co.in પર જાઓ.

- હવે હોમપેજ પર કરિયર ટેબ પર ક્લિક કરો અને કરન્ટ ઓપનિંગ સેક્શનને ઍક્સેસ કરો.

- હવે નોટિફિકેશન હેઠળની એપ્લિકેશન લિંક પર ક્લિક કરો જેમાં "જુનિયર એસોસિએટ્સની ભરતી (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)" લખેલું છે.

- નવું લોગીન/રજીસ્ટ્રેશન પેજ ખુલશે.

- હવે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

- ત્યાર બાદ એસબીઆઇ ક્લર્ક 2022 એપ્લિકેશન ફોર્મ ભરો.

- જરૂરી દસ્તાવેજો અને માહિતી અપલોડ કરો.

- એપ્લિકેશન ફી જમા કરો અને ફોર્મ સબમિટ કરો.

- ભવિષ્યમાં રેફરન્સ માટે અરજીની એક કોપી તમારી પાસે જરૂર રાખો.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે પબ્લિક હેલ્થમાં પોતાનું કેરિઅર બનાવવાની તક

કેટલી રહેશે એપ્લિકેશન ફી?


એસબીઆઈ ભરતી 2022 માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી તરીકે 750 રૂપિયા ચૂકવવાના રહેશે. એસસી/એસટી કેટેગરી હેઠળ અરજી કરનારા ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Job, એસબીઆઇ, કેરિયર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन