Mustufa Lakdawala, Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના(Saurashtra University) વિદ્યાર્થીઓ(Students) માટે ખુશીના સમાચારસામે આવ્યા છે. શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ ભિમાણીએસૌરાષ્ટ્રનીતમામકોલેજોના(Colleges)પ્રિન્સિપાલો
(Principals)સાથે બેઠક યોજી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કેદરેક સમેસ્ટરનીવર્ષમાં બે વખત પરીક્ષા(Exam)લેવામાં આવશે. આથી નાપાસ વિદ્યાર્થીઓનેઆખું વર્ષ રાહ જોવી નહીં પડેઅને 6 મહિનાની અંદર જ પરીક્ષા આપી પાસ થવાની તકમળી શકશે.
પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ફ્રીમાં મળશે
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આ નિર્ણય કરી તમામ વિદ્યાર્થીઓને હવે વિનામૂલ્યે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે. આ ડિગ્રી માટે પહેલા વિદ્યાર્થીઓએ 150 રૂપિયા આપવા પડતા હતા. જોકે હવે વિદ્યાર્થીઓને એક પણ રૂપિયો ભર્યા વગર આ ડિગ્રી સર્ટિફિકેટ મળી શકશે. આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.
વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયા
વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરી કુલપતિએ તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આપવા નિર્ણય કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ સુધારવા પ્રયત્ન કર્યો છે. બીજી તરફ હવેથી આગામી તમામ પરીક્ષા ત્રણ સેશનમાં એટલે કે સવારે સેમેસ્ટર 1, બપોરે સેમેસ્ટર 3 અને સાંજે સેમેસ્ટર 5ની પરીક્ષા લેવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે સાથે ત્રીજો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કરવામાં આવ્યો છે.
પહેલા પદવીદાન સમારોહમાં ડિગ્રી મળતી
ધો.12ના પરિણામ જાહેર થયા બાદ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુમાં હોવાથી નવું સત્ર શરૂ થાય તે પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમણીએ કોલેજના આચાર્યો સાથે એક ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ પદવીદાન સમારોહ થાય ત્યારે જ ડિગ્રી મળતી હતી. જેના કારણે અંદાજે લગભગ 5000 જેટલા વિદ્યાર્થીઓએ આગળ નોકરી મેળવવા માટે યુનિવર્સિટીમાં 150 રૂપિયા ફી ભરી પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવવું પડતું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, રાજકોટ