Home /News /career /Saraswat Bank Recruitment: બેન્કમાં જુનિયર ઓફિસરની 300 જગ્યા માટે ભરતી, ગ્રેજ્યુએટ માટે તક
Saraswat Bank Recruitment: બેન્કમાં જુનિયર ઓફિસરની 300 જગ્યા માટે ભરતી, ગ્રેજ્યુએટ માટે તક
SDBI Recruitment 2022 : બેન્કમાં નોકરીની (Banking Jobs) શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક્ઝિમ બેંકમાં નોકરીની તક
Sarswat Bank Recruitment : બેન્કિંગ સેક્ટરમાં નોકરી (Banking Jobs) શોધી રહેલા લોકો માટે ખૂબ સારી તક સામે આવી છે. સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં આગામી સમયમાં 300થી વધુ જગ્યાઓ પર ભરતી આવી છે.
Saraswat Bank Recruitment: બેન્કિંગ સેક્ટરમાં નોકરી (Banking Jobs) શોધી રહેલા લોકો માટે ખૂબ સારી તક સામે આવી છે. સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં આગામી સમયમાં 300થી વધુ જગ્યાઓ પર ભરતી (Saraswat Bank Clerk Recruitment Recruitment) કરવામાં આવશે. સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં થનારી ભરતી અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
સારસ્વત કો-ઓપરેટિવ બેંક લિમિટેડને મુંબઈ (MMRDA) અને પુણે ખાતેની શાખાઓમાં માર્કેટિંગ (marketing) અને ઓપરેશન માટે જુનિયર અધિકારીઓની જરૂર છે. જેથી ક્લેરિકલ કેડર હેઠળ કુલ 300 જગ્યાઓ ભરવામાં આવશે.
આ જગ્યાઓ પર ભરતી માટે 22 ડિસેમ્બર 2021થી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરશે. ઉમેદવારો 31 ડિસેમ્બર 2021 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ saraswatbank.comની મુલાકાત લઈને સારસ્વત બેંક જુનિયર ઓફિસરની ભરતી માટે અરજી કરી શકે છે. બેંકના માપદંડો મુજબ ફક્ત યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે
• સારસ્વત બેંકમાં ખાલી જગ્યાની વિગતો
જુનિયર ઓફિસર - માર્કેટિંગ એન્ડ ઓપરેશન્સ (ક્લેરિકલ કેડર) - 300 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે.