Home /News /career /Sarkari Naukri: સરકારી નોકરી માટે ફુલ ટાઈમ જોબ ના છોડશો, આ રીતે કરી શકો છો પરફેક્ટ તૈયારી

Sarkari Naukri: સરકારી નોકરી માટે ફુલ ટાઈમ જોબ ના છોડશો, આ રીતે કરી શકો છો પરફેક્ટ તૈયારી

જોબ છોડ્યા વગર સરકારી નોકરીની તૈયારી

Sarkari Naukri Preparation Tips: ફુલ ટાઈમ જોબ સાથે સરકારી નોકરીની તૈયારી કરવી સરળ નથી, પરંતુ નોકરી છોડ્યા વગર પણ તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. જેના માટે તમારે કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખવાની જરુર છે. પ્રાઈવેટ નોકરીની સાથે આ રીતે સરકારી પરીક્ષાની તૈયારી કરી શકો છો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
સરકારી નોકરીની તૈયારી કરવી હોય પરંતુ સાથે ઘરખર્ચ માટે ચાલુ નોકરી પણ કરવી જરુરી હોય તો ફુલ ટાઈમ જોબ સાથે તમે પરફેક્ટ તૈયારી કરી શકો છો. એના માટે તમારે કેટલીક નાની વાત ધ્યાનમાં રાખવાની જરુર છે. ઘણાં ઉમેદવારો એવા હશે કે જેમને સરકારી નોકરી કરવાનો ભારે રસ હશે પરંતુ પોતાની ઘરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નોકરી છોડવી પણ મુશ્કેલ હોય અને પરિવારને મદદ કરવી પણ જરુરી હોય તો પ્રાઈવેટ નોકરી કરવી પડી હોય તેમના માટે આ પદ્ધતિ ઉપયોગ બની રહેશે.

મોટી સંખ્યામાં યુવાનો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા હોય છે, જેમાં ઘણાં યુવાનો પોતાની તૈયારીને ન્યાય આપવા માટે નોકરી છોડી દેતા હોય છે. પરંતુ કરિયર એક્સપર્ટનું માનીએ તો સરકારી નોકરીની તૈયારી કરવા માટે તમારી ફુલ ટાઈમ જોબ છોડવી જરુરી નથી. યોગ્ય રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીને 9 કલાકની નોકરીની સાથે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકાય છે.

પરીક્ષા પર ધ્યાન કેન્દ્રીત રાખો


જો તમે ફુલ ટાઈમ નોકરી કરો છો અને સાથે સરકારી નોકરીની તૈયારી કરવા માગતા હોવ તો તમારે પરીક્ષા પર ફોકસ કરવું જોઈએ. જેના કારણે તમે સંપૂર્ણ મનથી તૈયારી કરી શકશો અને જોબ પર ફોકસ કરી શકશો.

શિડ્યુલ પર ધ્યાન રાખો


9 કલાકની નોકરી સાથે અભ્યાસ પર ધ્યાન આપવા માટે રોજનું શિડ્યુલ બનાવવું જરુરી છે. તમે ઈચ્છો તો સવારે ઓફિસ જતા પહેલા થોડો અભ્યાસ કરી શકો છો અને પરત ફરીને રિવિઝન કરી શકો છો. તમે વિકએન્ડ પર અઠવાડિયા દરમિયાન કરેલી તૈયારીનું રિવિઝન કરી શકો છો.

કરન્ટ અફેર્સ પર ધ્યાન રાખો


સ્પર્ધાત્મક પરીક્ષામાં કેટલાક એવા ટોપિક્સ હોય છે જેની તૈયારી તમે ગમે ત્યારે કરી શકો છો, જેમાંથી એક કરન્ટ અફેર્સ પણ છે. તમે મેટ્રો, બસની મુસાફરી દરમિયાન કે પછી ઓફિસમાં લંચ/કોફી બ્રેક દરમિયાન પણ તેની તૈયારી કરી શકો છો.

રજાના દિવસોમાં મોક ટેસ્ટનું આયોજન કરો


કોઈ પણ સ્પર્ધક પરીક્ષાની તૈયારી માટે મોક ટેસ્ટ આપે તે જરુરી છે. તમે રજાના દિવસે મોક ટેસ્ટનું આયોજન કરો તો વધારે સારું રહેશે. રજાના દિવસે તમે ગ્રુપ ટેસ્ટ પણ આપી શકો છો. થોડા મહિનાની તૈયારી કરીને તમે ભવિષ્ય બનાવી શકો છો.
First published:

Tags: Career and Jobs, Government jobs, Govt Jobs, Gujarati news, Sarkari Naukri