Home /News /career /Sarkari Naukri : કેન્દ્ર સરકારની સંસ્થા MECONમાં ભરતી, 51,300 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

Sarkari Naukri : કેન્દ્ર સરકારની સંસ્થા MECONમાં ભરતી, 51,300 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

MECON Recruitment 2021 : ભારત સરકારની સંસ્થા મેકોન લિ.માં 78 જગ્યા માટે ભરતી

MECON Recruitment 2021 : ભારત સરકારની એન્ટરપ્રાઇઝ MECON Limitedમાં ભરતી, અહીંથી સીધા કરો અરજી

MECON Recruitment 2021 Job Notification: સરકારની શેડ્યુલે મણીરત્ન મેકોન લિમિટેડ (MECON Limited) દ્વારા 78 પદો પર અરજી મંગાવવામાં આવી રહી છે. આ અરજી આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર અને અન્ય પદો માટે મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 25 ડિસેમ્બર 2021 પહેલા મેકોનની ઓફિશિયલ વેબસાઈટ meconlimited.co.in. પર અરજી કરી શકે છે.

યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા સિવિસ એન્જીનિયરિંગ/ આર્કિટેક્ચર/ PG ડિગ્રી/ PG ડિપ્લોમા/ MBA/ MSW/ MA/ લીફ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે. વધુ વિગતો માટે MECON Recruitment 2021ની ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકાય છે.  આ નોકરી માટે 20,600થી લઈને 51,300 રૂપિયા સુધી પગાર મળશે

જોબ સમરી
જાહેરાતMECON Recruitment 2021: આસિસ્ટન્ટ મેનેજર અને અન્ય 78 પદો માટે @meconlimited.co.in પર અરજી કરી શકાશે.
જાહેરાતની તારીખ26 નવેમ્બર, 2021
અરજી કરવાની અંતિમ તારીખ25 ડિસેમ્બર, 2021
શહેરરાંચી
રાજ્યઝારખંડ
દેશભારત
શૈક્ષણિક લાયકાતગ્રેજ્યુએક અને પોસ્ટ ગ્રેજ્યુએટ
ફંક્શનલએન્જીનિયરિંગ અને અન્ય ફંક્શન એરિયા
અરજી કરવાની છેલ્લી તારીખ25-12-2021
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લકિ કરો
ઓનલાઇન અરજેી કરવા માટેઅહીંયા ક્લિક કરો



લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ભરતી વિશેની તમામ જાણકારી માટે આ આર્ટિકલ અંત સુધી વાંચે

MECON Recruitment 2021: વિગતો

જાહેરાત ક્રમાંક:11.73.4.3/2021/Reg/02 dated 03/11/2021

MECON Recruitment 2021: મહત્વની તારીખો

અરજી કરવાની પ્રાંરંભિક તારીખઃ 26 નવેમ્બર, 2021
અરજી કરવાની અંતિમ તારીખ: 25 ડિસેમ્બર 2021

આ પણ વાંચો : Sarkari Naukri: HPCLમાં એપ્રેન્ટિસની ભરતી, 25,000 રૂપિયા મળશે સ્ટાઇપેન્ડ

MECON Recruitment 2021: ખાલી પડેલા પદો

કુલ પદો- 78
આસિસ્ટન્ટ મેનેજર- 17
ડેપ્યુટી મેનેજર- 25
મેનેજર- 22
સિનિયર મેનેજર- 04
AGM- 02
DGM- 03
GM- 05

MECON Recruitment 2021: લાયકાત

આસિસ્ટન્ટ મેનેજર : આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગ/ આર્કિટેક્ચર/ ઈન્સટ્રુમેન્ટેશન/ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યૂનિકેશન/ મિકેનિકલ એન્જીનિયરિંગ/ માઈનિંગ એન્જીનિયરિંગ/ ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ/ પીજી ડિપ્લોમા/ MBA/ MSW/ MA/ HRM/ પર્સોનલ મેનેજમેન્ટ/ લેબર મેનેજમેન્ટ/ ઓર્ગેનાઈઝેશનલ ડેવલપમોન્ટ અથવા MBAની ડિગ્રી હોવી જોઈએ

ડેપ્યુટી મેનેજર  : ડેપ્યુટી મેનેજરના પદ માટે, મિકેનિકલ એન્જિનિયરિંગ/ કેમિકલ એન્જીનિયરિંગ/ ઈલેક્ટ્રિકલ/ ઈન્સ્ટ્રુમેન્ટલ એન્જીનિરિંગ/ સિવિલ એન્જીનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ.

મેનેજર  :  મેનેજરના પદ માટે ઈન્સ્ટ્રુમેન્ટેશન/ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યૂનિકેશન/ મિકેનિકલ એન્જીનિયરિંગ/ સિવિલ એન્જનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ.

આ પણ વાંચો :  PSI-LRD ભરતીના કોલલેટર માટે 3 હેલ્પલાઇન નંબર શરૂ, શારીરિક કસોટી માટે મહત્ત્વની તારીખ જાહેર

સિનિયર મેનેજર  : સિનિયર મેનેજરના પદ માટે ઈન્સટ્રુમેન્ટેશન/ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યૂનિકેશનની ડિગ્રી હોવી જોઈએ.

વધુ વિગતો માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.

MECON Recruitment 2021: આ રીતે કરો અરજી

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ www.meconlimited.co.in → Careers → Career Opportunitiesમાં અરજી કરી શકે છે. ઉમેદવારોએ 25 ડિસેમ્બર 2021 પહેલા અરજી કરવી. 25 ડિસેમ્બર પછી કરવામાં આવેલી અરજી માન્ય ગણાશે નહી.
First published:

Tags: Jobs, Recruitment 2021, કેરિયર